________________
આપ્તવાણી-૧૧
૮૩
દાદાશ્રી : હા, પણ શું તકલીફ કહો ને ? ‘આ સાંધા દુ:ખે છે’, કહેશે. ત્યારે કાલે પેલા સાંધાએ પુરુષાર્થ કર્યો હતો કે તમે ? ત્યારે એ તો સાયન્ટિફિક સરકમેસ્ટેન્શિયલ એવિડન્સ કહેવાય. એ તો રિલેટીવ કહેવાય. આ બધું છે તો થયું આ. પુરુષાર્થ કોનું નામ કહેવાય ? આ કોઈનાં આધારે વસ્તુ ના હોય. તમને સમજ પડે છે, આ એવી રીતે બધું? આ સારું હોય તો આ પુરુષાર્થ થાય, નહીં તો બીજે દહાડે ના થાય. પુરુષાર્થ એટલે શું ? સ્વતંત્ર થવો જોઈએ. એ બધું આ પ્રારબ્ધ છે હડહડાટ અને ઊંઘમાં ભોગવી રહ્યાં છે, આ જગતના લોકો. નિરંતર ઊંઘમાં હેય ! ઊંઘે છે, મસ્તીથી ઊંધે છે અને તે ઊંઘમાં શું થઈ રહ્યું છે? સ્લીપીંગ કાળ છે ને સ્લોપવાળો. એ લપસી જ રહ્યા છે નિરંતર. તે ચાર પગને પૂંછડું તૈયાર છે, કમ્પ્લીટ તૈયારી રિઝર્વેશન હઉ કરાવ્યાં. હવે આમાં ય આ ભ્રાંતિમાં ય પુરુષાર્થ છે.
પુરુષાર્થ અદ્રશ્ય, પ્રારબ્ધ દ્રશ્ય !
તમારે મકાનમાં કેટલા રૂમ છે ?
પ્રશ્નકર્તા : ત્રણ.
દાદાશ્રી : હવે ત્રણ રૂમ છેને ઘરે ! હવે રાત્રે અગિયાર વાગ્યે કોઈ આવે ને બે જ માણસ તમારા ઓળખાણવાળાં હોય ને બીજા એના ચારપાંચ છે તે એના ઓળખાણવાળા હોય. આપણે તો ઓળખતાં ય ના હોય. મોઢાં ય ના જોયા હોય. એવા પાંચ-સાત જણ બહારથી બૂમ મારે કે બારણું ઉઘાડો જોઈએ. તો તમે શું કરો ?
પ્રશ્નકર્તા : ખોલવું પડે.
દાદાશ્રી : ખોલીને પછી પેલા લોકોને જોયા કરો તમે ? એ તમને જુએ અને તમે એને જોયા કરો ?
પ્રશ્નકર્તા : ના. આપણે અંદર બોલાવવા પડે. આપણે કહીએ કે
આવો.
દાદાશ્રી : હા, પછી ‘આવો પધારો’ એમ કહે. પછી બાંકડો હોય
૪
આપ્તવાણી-૧૧ તેની ઉપર બેસાડો કે ! અને બાંકડા ઉપર બીજું કશું કચરો પડ્યો હોય તો ખંખેરી નાખો, નહીં ? સારી રીતે બેસાડી કરી પછી મનમાં સમજાય ખરું કે આ રાત્રે આવ્યા છે એટલે અત્યારે સૂવાના તો હશે જ. એટલે મનમાં શું થાય કે અત્યારે કંઈથી મૂઆ ?! ‘આવો, પધારો' એમ કરો અને એક બાજુ મનમાં શું થાય કે અત્યારે કંઈથી મૂઆ ?! પાછું વળી આગળે ય ચાલીએ, હું... જરાક જરાક અલ્યા, પણ શું જરાક બોલ ને ! મૂઓ ચા બોલવી હોય તો મોઢે બોલે નહીં, પણ જરાક જરાક કરીને હાથ દેખાડે, એવું જ કરે ને ! જરાક, થોડી થોડી ! ત્યારે પેલા ય પાકા હોય ને, તે કહેશે, ‘અત્યારે ચા-બા બધું રહેવા દો ને, હમણે ખીચડી-કઢી હશે તો ચાલશે.’ એટલે મહીં બૈરીને ભાંજગડ પછી. હવે આ પ્રારબ્ધ ભોગવી રહ્યાં છે, આ જે બોલાવે છે, એ પ્રારબ્ધ છે. એ ભેગાં થયા એ પ્રારબ્ધ છે. તે આ જે ‘આવો, પધારો' આમ તેમ બધું કહીએ છીએ, એ બધું પ્રારબ્ધ ભોગવે છે. અને મહીં અંદર તમે સ્વતંત્ર પુરુષાર્થ કર્યો, કે કંઈથી મૂઆ અત્યારે ! એ કોઈ જાણતું નથી, તમે એકલા જ જાણો. બોલો ત્યારે પ્રારબ્ધ સારું ભોગવે છે અને પુરુષાર્થ ચાર પગનો થાય છે ! ખવડાવે પાછું. આ ખવડાવ્યા વગર ચાલવાનું છે ? તો મહીં પાંસરું રહે એમાં શું વાંધો છે ? તમને કેમ લાગે છે ? એ જાણતો જ નથી ને કે આ પોતાની શી ભૂલ થઈ રહી છે, એ ભાન જ નથી ને !
એટલે અમે તમને શું શીખવાડીએ કે પુરુષાર્થ સારો કરજો હવે. આ કાળનાં દબાણને લઈને આ પુરુષાર્થ ઊંધો થઈ જાય છે. કાળનું દબાણ છે એક જાતનું, પણ આપણે શું કરવું પડે ? ઊંધો થઈ જાય પુરુષાર્થ તો ફળ તો અવળું જ ભોગવવું પડે ને ! એટલે આપણે કહેવાનું કે, ‘ભગવાન, એ જે મેં કર્યું, મારે આવું ના કરવું જોઈએ, ભલે આવ્યા, જે આવ્યા છે તે હિસાબ છે ને !’ હિસાબ વગર કોઈ આવે નહીં. પુરુષાર્થ તમે સમજ્યા ? આ ભ્રાંતિનો પુરુષાર્થ !
પુરુષાર્થ છતાં ભ્રાંતિ !
અત્યારે તમે કોઈની જોડે જરા ગુસ્સામાં એક- બે ધોલ મારી દીધી, પછી તમને મહીં છે તે મનમાં ખરાબ લાગે કે ખોટું થયું. છતાં પેલાં ભાઈ