________________
આપ્તવાણી-૧૧ પચાસ ટકા પ્રારબ્ધ અને પચાસ ટકા પુરુષાર્થ. પણ હું એવું માનું છું કે નેવું ટકા પ્રારબ્ધ ને દસ ટકા પુરુષાર્થ.
દાદાશ્રી : એ માન્યતા ય ભૂલવાળી છે. બે ય વાત ખોટી છે. તમે જભ્યાને એ પુરુષાર્થ કરીને આવો છો આમ ગોદા મારી મારીને ? આ પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે ? ડૉકટરને પૂછીએ, ‘કેમ ડૉકટર સાહેબ, વાર લાગે છે ?” ‘ભઈ આડું થઈ ગયું છે તેનું શું થાય ?” કહેશે. અલ્યા મૂઆ, પુરુષાર્થવાળો આડો થાય છે કે ?! એટલે આ જન્મવું એ પ્રારબ્ધના આધીન છે.
(3)
પ્રારબ્ધ-પુરુષાર્થ અને કર્મ
ફાળો કેટલો પ્રારબ્ધ-પુરુષાર્થતો ?
પ્રશ્નકર્તા : પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બે વિષે વાસ્તવિક રીતે સમજાવોને.
દાદાશ્રી : અત્યારે તમારી સમજ જે છે પ્રારબ્ધ અને પુરુષાર્થની, તે મને કહેવી પડશે. પછી હું કહું. સાચી સમજ તમારે જાણવી છે ને ! તો તમે જે જાણતાં હો તે મને કહો તો હું કયા હિસાબે જૂઠી છે એ બધું તમને સમજાવું. ‘તમે શાને પ્રારબ્ધ કહો છો અને પુરુષાર્થ શાને કહો છો? એ કહો સાધારણ, પછી હું વાસ્તવિક જેમ છે તેમ કહું.
પ્રશ્નકર્તા : અત્યારે જે કંઈ આપણને મળે છે એ બધું આપણે આગલા ભવના કરેલા કર્મનું મળે છે આપણને. આપણે જે પુરુષાર્થ કરીએ છીએ, એ તો એક નિમિત્ત માત્ર છે.
દાદાશ્રી : બરાબર છે પછી. પ્રશ્નકર્તા : એટલે માત્ર ફેર કયાં પડે છે કે ઘણાં એમ માને છે કે
આ બધા મનુષ્યોને શું સાધન એમની પાસે જોવાનું ? પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આટલું જ એમની પાસે સાધન. હવે આ જે સાધનથી જુએ છે એ બધું જ પ્રારબ્ધ છે, બોલો. એટલે જગતની દ્રષ્ટિએ શું કહ્યું? તમે નેવું ટકા કરો છો પણ હું તો બધું ય પ્રારબ્ધ કહું છું.
પ્રશ્નકર્તા : પણ પુરુષાર્થ કંઈક તો કરવો પડે ને ?
દાદાશ્રી : તમે પુરુષાર્થ શેને કહો છો ત્યારે, દસ ટકા એ તો મને કહો ! મારે સમજવું કે તમારો પુરુષાર્થ. સારો હિસાબ કાઢ્યો છે આટલું નેવું ટકા પ્રારબ્ધ સમજવું એ તે કંઈ જેવી તેવી વાત નથી. દસ ટકા પુરુષાર્થ શેને કહો છો.
પ્રશ્નકર્તા : આ થોડી દોડાદોડી કરીએ એ. દાદાશ્રી : ક્યાં દોડાદોડી કરો ? મંદિરમાં કે રેસમાં ? કે સિનેમામાં? પ્રશ્નકર્તા : સિનેમામાં.
દાદાશ્રી : હવે તમને સમજાવું જો દોડાદોડી પુરુષાર્થ હોય ને તો આજે તમે દોડાદોડી કરો પછી કાલે હું કહું કે આજે કેમ દોડાદોડી નથી કરતા, પુરુષાર્થ ! એ શું તમે બતાવો મને !
પ્રશ્નકર્તા : તકલીફ.