________________
૭૯
આપ્તવાણી-૧૧ તો અડતાળીસ આગમ પૂરાં થઈ ગયાં એને ! એ વાક્યમાં આટલો બધો શું સાર હશે ?
પ્રશ્નકર્તા : બધી અવસ્થાઓ વ્યવસ્થિતને આધીન હશે માટે. દાદાશ્રી: એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે. પ્રશ્નકર્તા : પણ એ સંજોગોના આધારે જ ને ?
દાદાશ્રી : હા, સંજોગોનાં આધારે જ ને, એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલું જ જો આવડ્યું ને તો અડતાળીસ આગમ આવડી ગયાં. અમને આ જગતમાં કોઈની ભૂલ દેખાતી નથી. એનું કારણ શું? કે અમને બધું જ્ઞાન હાજર હોય. પણ તમને આટલું એક વાક્ય હાજર રહેને, તો કોઈની ભૂલ જડશે નહીં.
‘અવસ્થા માત્ર કુદરતી રચના છે.' એવું જ્યારે ફીટ થશે ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થશે.
તમે વાક્ય બોલોને ફરીથી. પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે.
દાદાશ્રી : તેનો કોઈ બાપો ય રચનાર નથી. બાપો ય કહ્યું એટલે લોકોને બહુ મઝા આવે છે. કારણ કે પછી ભડક નીકળી જાય છે ને. કોઈ બાપો ય નથી, શું કરવા અમથા ભડકો છો તે વગર કામના ! આણે કર્યું ને ફલાણાએ કર્યું, નહીં તો ગ્રહોએ કર્યું, કહેશે ! અલ્યા, ગ્રહો પોતાને ઘરે બેસી રહે કે અહીં આવે ? ગ્રહો શું કરવા કરે બિચારાં. સહુ સહુને ઘેર હોય છે. સૂર્યનારાયણ એમને ઘેર હોય છે. જો સહુ સહુનો એનો પોતાનો સ્વભાવ બતાવે છે. એમનો પ્રકાશ છે તે તો બહાર પડ્યા વગર રહે જ નહીંને !
મેટ્રીક ફેઈલ, પણ પી.એચ.ડી. પરમાત્મપદના !
૮૦
આપ્તવાણી-૧૧ આ તો મારે મોંઢે જે અંગ્રેજીમાં શબ્દો નીકળી ગયા છે, એ તો કુદરતી નીકળ્યા છે. એ મારા ભણતરને લીધે નહીં. હું તો ભણતરમાં મેટ્રિક ફેઇલ છું, પણ આ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેશિયલ એવિડન્સ ને “ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ' એવું બધું બોલું, તે એની મળે કુદરતી નીકળી જાય.
મોટા મોટા ભણેલા માણસો મને પૂછે કે દાદા, અમે આટલાં મોટા ગ્રેજ્યુએટ થયા તો પણ હજુ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ શબ્દ અમને બોલતાં નથી આવડતા. તમે શી રીતે બોલો છો ? તમે ક્યાં સુધી ભણેલાં ? મેં કહ્યું, “મેટ્રિક ફેઇલ'. ત્યારે કહે, ‘આ તો અમને આંગળા કરડવા જેવું લાગે છે'. પણ આ તો એની મેળે કુદરતી નીકળી જાય શબ્દો.
પ્રશ્નકર્તા : પણ તમે જેટલું અંગ્રેજી બોલો છો, એટલું બહુ સચોટ છે.
દાદાશ્રી : હા, સચોટ પણ એ કુદરતી નીકળી જાય.
આ કુદરતી વિજ્ઞાન કેવું સુંદર છે. કુદરતનું વિજ્ઞાન છે આ. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ જ્યારે આગળના લોકો પૃથક્કરણ કરશેને, ત્યારે સમજાશે કે આના સિવાય તો કશી વસ્તુ, પાંદડું ય હલે એવું નથી. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે બોલ્યા છીએ ને, એ બહુ મોટું વાક્ય બોલ્યા છીએ. જ્યારે એનો અર્થ સમજનારા નીકળશે, ત્યારે એ સમજાશે.
આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ કેવા ભેગા થાય છે, એ બધું જોઈને કહું છું.