________________
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : એ બળની ઉત્પતિ થઈ કેવી રીતે ?
દાદાશ્રી : સ્વભાવિક છે. આ જે સોનું છે અને તાંબું, બેઉ ભેગું થાય, તો એને છૂટું પાડીએ તો સોનું ચોખ્ખું થઈ જાય પાછું અને તાંબુ ય ચોખ્ખું થઈ જાય. તાંબાની અસર સોના પર થાય નહીં. આ તો તમારે, આત્મા અને અનાત્મા બધું ભેગું થઈ ગયું છે. તેની અસર થઈ છે અને તેથી ગૂંચામણ ઊભી થાય છે.
પ્રશ્નકર્તા : આ દરેકમાં સાચું કોણ ?
દાદાશ્રી : કોઈ સાચું નહીં. બધાં વ્યુ પોઈન્ટ છે. કોઈ વ્યુ પોઈન્ટ સાચું નથી. જો વ્યુ પોઈન્ટ છે તો સાચું નથી અને એક્ઝક્ટ વ્યુ છે તો સાચું છે. આ બધાં વ્યુ પોઈન્ટ છે. ૧ ડિગ્રીથી ૩૬૦ ડિગ્રી સુધીનાં બધાં બુ પોઈન્ટ છે, પણ બધાં સાચાં નથી. અને એક્ઝક્ટ વ્યુ પણ છે. હું એક્ઝક્ટ વ્યુથી જોઉં છું, તે સાચું છે.
સમજાય એક કુદરત ને વ્યવસ્થિત !
આપ્તવાણી-૧૧ લોક કહે કે કુદરત વરસાવે છે. પણ કુદરત કહે તો લોકો દુરૂપયોગ કરશે અને નેચર થઈ જશે. લોકો સમજતા નથી. એટલા માટે મેં જુદું કરેલું.
આ બધાં સંયોગોથી બધું ફેરફાર થાય છે. આ સાયન્ટિફિક સંયોગથી આ બધાં ફેરફાર થયા કરે છે. આ ફેરફાર થાય છે તે વખતે કુદરતી શક્તિ કહેવાય છે. આ સૂર્યનારાયણની હાજરી, ઉનાળાનો તાપ અને નીચે દરિયો એ વરાળ ઉપર જયા જ કરે.
પ્રશ્નકર્તા : એ બધું કુદરત છે ?
દાદાશ્રી : કુદરતી. આ સંયોગો બધાં ઊભા થાય. કશું કોઈ કરતું નથી. ઉનાળાની તાપની હાજરી જ, એનાથી વરાળ ઊભી થાય અને એ ઊભી થઈને પાછા ઉપર વાદળા બંધાય, પાછા સંયોગોથી બંધાય અને સંયોગોથી ટાઈમ થાય ત્યારે અહીંયા આવે. તે પાછું વાયુ ખેંચી લાવે એટલે પંદરમી જૂન આવવાની થાયને, ત્યારે વાયુ પશ્ચિમ તરફનો વહેતો હોય તે જબરદસ્ત વાદળોને ખેંચ-ખેંચ કર્યા કરતો હોય. ખેંચીને લાવીને ઊભા રાખે અહીં વાદળાં. ત્યારે આમના જેવા, આમણે કંઈ આ જમીન રાખી હોય બસો-ત્રણસો વીઘાં. તે કહેશે, હવે આવશે વરસાદ. તે કાળું વાદળ થયું હોય તો ય પણ કલાકમાં ક્યાં ય વેરવિખેર થઈ જાય ! બીજે દહાડે વાદળ જેવી વસ્તુ જ ના દેખાય ત્યારે આમનાં જેવાં શું કહે ? આજે હવે તો વરસાદ આવે જ નહીં કે જાવ બીટ મારું. બીટ મારવા તૈયાર થઈ જાય. આ તો કલાકમાં ક્યાંથી આવીને પડે હડહડાટ. આ બધું કુદરત છે.
અવસ્થા માત્ર કુદરતી રચતા...
પ્રશ્નકર્તા: ‘કુદરતી શક્તિ અને વ્યવસ્થિત શક્તિ” એ બે એક જ
દાદાશ્રી : કુદરતી શક્તિ એ તો તમે તમારી ભાષામાં સમજોને ? કુદરતી શક્તિને હું શું કહું છું ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. એ તમને ગુજરાતીમાં નહીં સમજાય, એટલા માટે મેં તમને ‘વ્યવસ્થિત' શક્તિ આપી છે. બહુ ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત અને કુદરત એમાં કંઈ તફાવત ખરો ?
દાદાશ્રી : કુદરતને જો એમ કુદરત કહું ને, તો સમજણ નહીં પડે લોકોને, અને કુદરત છે શું ખરેખર ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એ કુદરતનું ઇંગ્લિશ કરવા જઈએ તો આપણા લોક નેચર કરે. ખરેખર નેચર નથી, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. જેમ વરસાદ થયો તે 2H ને 0 ભેગાં થાય ને વરસાદ વરસી જાય અને
આખા જગતનાં મનુષ્યમાત્ર મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. રિયલી સ્પીકીંગ કિંચિત્માત્ર કર્તા સ્વરૂપ પોતે છે નહીં. બધા અજ્ઞાન દશાનાં સ્પંદન છે અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલાં છે તેનો કોઈ બાપો ય રચનાર નથી. આ દાદાએ જાતે જોઈને કહેલું છે.
મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો ય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે.” હા, એટલું જ જો આવડેને,