________________
૭૫
આપ્તવાણી-૧૧ કેરીને બગાડે છે, સંજોગો કેરીને સુધારે છે. જો સારા સંજોગોમાં મૂકી કેરી તો પંદર દહાડા સુધી સારી રહે. અને જો સંજોગો ના આપ્યા તો બગડી જાય. એવું કેરીના વેપારી જાણતા હશે ? હવે એ કેરી નાની હતી ત્યારથી જ એના જીવનકાળ સુધીમાં બધી નોંધ કરો તો કોણે કર્યું ?
પ્રશ્નકર્તા : એ નિયમથી જ થયું એ.
દાદાશ્રી : નહીં, સંજોગોએ. નિયમ તો ઓળખવા માટે. સંજોગોએ બધું આ કર્યા કર્યું. કોઇ કશું કરનાર નથી. કેરી પાકી કોણે કરી ? એ કેરી ખૂબ પવન આવે, વરસાદ આવે, આમ આમ હાલે, પણ આંબો એની મમતા છોડે નહીં ને કેરી એની મમતા છોડે નહીં. બન્ને ય મમતાવાળા ના છુટે અને જ્યારે પરિપક્વ થાય ત્યારે કંઇ હવા ના આવે, કશું જ ના હોય તો ય ખરી પડે એટલે આપણે એને કહીએ કે સાખ પડી. મમતા હતી તે છૂટી ગઇ એટલે કેરીએ મમતા છોડી ને આંબાએ એની મમતા છોડી, માટે ચાખી તો જો ! અને મમતાવાળી કેરી ચાખી જો !
૭૬
આપ્તવાણી-૧૧ કોઇ અક્કલવાળો શીખવાડી દે ભાઇ ઇલાયચી લાવો, વાટીને નાખી દો. બધાં બીજે દહાડે પાકા ઝટ. એટલે આ સંજોગો બધું પકવે છે. ને આ સંજોગો કરી રહ્યું છે. નિયમે ય નહીં, તેથી હું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જોઇને કહું છું.
જેટલી કેરી જીવંત છે. જીવતદાનવાળી છે, આ મનુષ્ય એટલો જ જીવતદાનવાળો છે, એથી વધારે કંઇ પણ નથી. ફકત આનામાં બુદ્ધિ એની વ્યક્ત દેખાય છે એટલું જ. બાકી ગુણ તેવા ને તેવા જ છે બધાં. એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે જ આ ચાલે
પ્રશ્નકર્તા : હં, ખ્યાલ આવ્યો.
દાદાશ્રી : પણ બુદ્ધિ એટલે અહંકાર વધ્યો અને બુદ્ધિએ એને દેખાડ્યું એટલે આડો થાય પછી.
ઢંઢો નિયમો ઘડનારતે ?
પ્રશ્નકર્તા : બહુ સરસ વાત !
દાદાશ્રી : હવે આ કેરીઓ લોકો લાવે તે આ બાજુ આમણે મૂકી, તે આજ દસ દહાડે પાકતી નથી ને એમાંની કેરી પેલાએ લીધી. તે આજ ત્રણ દહાડાથી વહેંચાય પાકી. કારણકે આને આવડતું નથી, પેલો ચૂનો ચોપડીને પકવે છે. સંજોગો બદલ્યા એણે.
એ કેરીનું કોણે કર્યું આ બધું ? પ્રશ્નકર્તા : સંજોગો એ જ.
દાદાશ્રી : આ બાજુ તે એક જણ છે તે જાનને માટે કેળાં લાવ્યો. હવે કેળાં મોકલનારા કાચા મોકલે હંમેશા ય. નહીં તો ગાડીમાં બગડી જાય પછી. હવે પેલાને ભાન ના હોય ને બીજે દહાડે ખવડાવતી વખતે જેવી રીતે કપાતાં હોય એવી રીતે કેળાં કાપેને તે કામમાં લાગે નહીં. એ તો બે-ત્રણ-ચાર દહાડા પાકતાં થાય. પણ એ જો કેળાં આવતાંની સાથે
પ્રશ્નકર્તા : આ જે નિયમો છે, એ નિયમોની શોધ મનુષ્યો કરે છે, પણ એ નિયમ મૂકનાર કોણ છે ?
દાદાશ્રી : આપણે શોધીને નિયમ નથી ઘડતા, મનુષ્યો શોધીને નિયમ નથી કરતાં, આ બધું કુદરત કરી રહી છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એક જ શબ્દમાં કહેવું હોય તો કુદરત કહેવાય. આ બધું કુદરત કરી રહી છે.
પ્રશ્નકર્તા : કુદરતની પાછળ બળ કયું ?
દાદાશ્રી : કુદરતનું બળ બહુ મોટું છે. ભગવાનનાં બળ કરતાં બહુ મોટું બળ છે.
પ્રશ્નકર્તા : એ બળ મૂકનાર કોણ ? દાદાશ્રી : કોઈ મૂકનાર હોય નહીં, સ્વભાવથી જ બળવાળું છે.