________________
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : વ્યવસ્થિત, નિમિત્ત અને સંજોગો એ બધું એક જ છે
આપ્તવાણી-૧૧ તો જ કામનું ને !
પ્રશ્નકર્તા: પણ જે બધો ઇતિહાસ થયો. તે બધો એની મેળે સ્વયં જ આ બધું ઊભું થઈ ગયેલું ?
દાદાશ્રી : હા, સ્વય, નિયમથી જ થયા કરે છે આ જગત. પ્રશ્નકર્તા : પણ એ નિયમને કોઈ નિયંત્રણ કરનારું હશેને ?!
દાદાશ્રી : ના. તો તો પછી ઉપરી થયો છે. પછી મોક્ષ હોય જ નહીં ને ! મોક્ષ હોય નહીં, આપણા બન્ને શાસ્ત્રો મોક્ષને એક્સેપ્ટ કરે છે. જૈન દર્શન અને વેદાંત દર્શન અને મોક્ષને એક્સેપ્ટ કરે છે. મોક્ષ એટલે ઉપરી ના હોવો જોઈએ. અને જો ઉપરી હોય તો તમારે કાયમ એની શરમ રાખવી પડે ને !
પ્રશ્નકર્તા : પણ જે કર્મનો નિયમ કે જેણે જે કર્યું એ પ્રમાણે એનું ફળ થયું. હવે આ નિયમ છે તે નિયમ જ સર્વોપરી આખા જગતનો.
દાદાશ્રી : ના, નિમિત્ત જુદું હોય. સંજોગો ને વ્યવસ્થિત એક જ. પણ નિમિત્ત જુદું. આપણે નિમિતને જ પહેલાં આરોપ કરતા હતા કે આ તેં કર્યું. નિમિત તો જુદું જ હોય ને !
પ્રશ્નકર્તા : નિમિત્ત એટલે સંયોગ ?
દાદાશ્રી : ના, સંયોગ તો બધા ય થાય, પણ નિમિત્ત એટલે આપણને જે જરૂરીયાત છે, તે જરૂરીયાત તે ટાઈમે ઉકેલી આપે, એ નિમિત્ત ! સંયોગો તો બધા જ છે ને ! સંયોગોમાં તો બધી જ ચીજો આવે. પણ નિમિત્તને સંયોગ બોલવાની જરૂર નથી, નિમિત્તને નિમિત્ત જ કહેવાની જરૂર છે.
નિમિત્ત ઉપરી હોતાં નથી, નિમિત્ત શબ્દનો અર્થ જ એ છે કે ઉપરી નહીં, અંડરહેન્ડ નહીં, નિમિત્ત જ ફક્ત ! આપણને પુસ્તક મળ્યું એ પણ નિમિત્ત કહેવાય. આપણું ઉપાદાન અને નિમિત્ત ભેગું થાય એટલે એ ઉપાદાનને હેલ્પ કરે.
સૂક્ષ્મતાએ, નિયમ અને સંયોગ !
દાદાશ્રી : નિયમ જ.
પ્રશ્નકર્તા : હવે જગત આખું નિયમબદ્ધ છે અને જેને આપણે વ્યવસ્થિત કહીએ તો આ માણસ આ મિનિટે આ જગ્યાએ પહોંચશે. આ વસ્તુ આ પ્રમાણે પહોંચશે, એ દરેક અણુએ અણુમાં એ નિયમ રહેલો
પ્રશ્નકર્તા : એ નિયમનો કોઈ કર્તા નહીં અને એ નિયમ એની મળે જ સર્વોપરિતા ધરાવે ?
દાદાશ્રી : ના, નિયમથી તમને માલમ પડે આ. નિયમથી સવાર થાય, નિયમથી બપોર થાય, નિયમથી સાંજ થાય. બધું નિયમથી. એટલે નિયમ તે એમાં, બધા નિયમના જેવા બધા નિમિત્તો હોય, એટલે કોઈ ઉપરી નહીં. નિયમમાં ય ઉપરી નહીં.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે વેલ ઓર્ડર્ડ ?
દાદાશ્રી : ઓર્ડર તો કુદરત આ નિયમ પ્રમાણે જ હોય જ. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. વિજ્ઞાનથી જ ઊભું થયેલું છે આ જગત. એમાં ભગવાનની કંઈ જરૂર પડતી નથી. ભગવાન વચ્ચે નિમિત્ત છે. કોઈ કર્તા નથી, નિમિત્ત છે.
દાદાશ્રી : બધું નિયમબદ્ધ એટલે શું ? આ બુદ્ધિશાળીઓને સમજવા માટે નિયમબદ્ધ કહેવું પડે, નહીં તો આ કેરીઓ લાવ્યા ત્યાર પછી કો’ક બગાડતું હશે કે એની મેળે બગડતી હશે ?
પ્રશ્નકર્તા : એની મેળે બગડે. દાદાશ્રી : એવું આ જગત બગડી રહ્યું છે કેરીઓની પેઠ. સંજોગો