________________
૭૨
આપ્તવાણી-૧૧ અસાધારણ કારણ ના ભેગું થાય તો બધાં યુઝલેસ. અહીં પ્રાઈમ મિનિસ્ટર આવવાના હોય તો બધી નાતવાળા ભેગા થયા હોય, કંઈક એમનાથી ના અવાયું, ગાડી બગડી તો પછી બધું યુઝલેસ જાય. પછી બીજો ભાષણ કરે તો ચાલે નહીં. કારણ કે સાધારણ કારણ ભેગાં થયાં, અસાધારણ ના આવ્યું.
આપણે આત્મા પ્રાપ્ત કર્યોને એ અસાધારણ કારણ. આ ધર્મનાં બધાં સાધારણ કારણો, બધાં બહુ ભેગાં થાય પણ કાર્ય સિદ્ધ ના થાય. ચિંતા ને ઉપાધિઓ એની એ જ. કકળાટ એનો એ જ.
ત જડે ‘આ’ પુસ્તકમાં...
આપ્તવાણી-૧૧ છે કે ‘યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ.’
પ્રશ્નકર્તા: ‘એમ આઈ ?” કોણ રિસ્પોન્સીબલ છે ? શુદ્ધાત્મા કે પછી આ પુદ્ગલ ?
દાદાશ્રી : આત્મા રિસ્પોન્સીબલ નથી. માન્યતા તમારી, રોંગ બિલીફ રિસ્પોન્સીબલ છે.
પ્રશ્નકર્તા : એ બિલીફ કોણે આપી ?
દાદાશ્રી : કોઈ આપનાર તો હોતો હશે ? નૈમિત્તિક છે. આપણે એક વાવ હોય ને, વાવની અંદર નીચે ઊતરીને કોઈ બોલે કે ‘તું ચોર છે', તો વાવ શું કહે આપણને ? ‘તું ચોર છે'. એ કોણે આપ્યું ? એ પડઘો જ છે જગત તો, બીજું કશું છે નહીં. એટલે આ તમારું ક્રીએશન છે આ. જો તમને ના ગમતું હોય ‘તું ચોર છે' એવું, તો ‘તું રાજા છે’ એવું બોલ. તો તું રાજા છે. તમારું જ ક્રીએશન છે, કોઈનો ડખો નથી. ડખલ નથી કોઈની. આ થોડું સમજમાં આવે છે ?
બીજા કારણ તો બધાં બહુ ભેગાં થાય. પણ અસાધારણ કારણ શું ? આ ધર્મનાં બધા ય કારણ ભેગાં થાય, પણ જ્ઞાની મળ્યા વગર, અસાધારણ કારણ વગર બધું નકામું જાય. જેમ બીજ વગર પેલું બધું નકામું જાય ને ? એવું બધું નકામું જાય. કારણોને સમજવાં પડે કે ના સમજવા પડે ?
પ્રશ્નકર્તા: સમજવાં પડે.
દાદાશ્રી : કેટલાં પ્રકારનાં કારણો ? સાધારણ કારણો, અસાધારણ કારણ. અસાધારણ કારણ કયું ? કે જેના વગર કાર્ય ના થાય. અને બીજું સાધારણ કર્યું, કે એના વગર થોડું ઘણું આઘુંપાછું થાય.
આ હરેક કાર્ય થાય છે ને, તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. એમાં અસાધારણ કારણ મળવું જોઈએ. નહીં તો બધાં પેલાં ભેગાં થઈને, વેષ થઈ જાય ઊલ્ટાં. ખાતર નાખીએ ને બધું સૂકાઈને નકામું થઈ જાય.
જગતમાં કંઈ પણ થાય છે ને તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે જ થાય. જ્યાં જોશો ત્યાં કામ કેમ થયું ? ત્યારે કહે એવિડન્સ ભેગા થયા.
પ્રશ્નકર્તા : આ જગતને, બધાને ખબર પડે ને તો બધાનો ઉદ્ધાર થઈ જાય. પણ હવે મગજમાં ઊતરવું જોઈએ.
દાદાશ્રી : હા, ગુંચવાડો નીકળી જાય તો પછી. પણ દરેકને એ પુણ્ય હોય નહીંને !
પ્રશ્નકર્તા : આ લડાઈ-બડાઈની વાત બધી ખલાસ થઈ જાય.
દાદાશ્રી : એવું પુણ્ય હોય નહીં ! કેવો સાયન્ટિફિક માર્ગ છે આપણો ! વૈજ્ઞાનિક છે ને ? નહીં તો કંઈ મોક્ષ થતો હશે ? આ તો અક્રમ વિજ્ઞાન છે, પુસ્તકમાં નથી. પુસ્તકમાં ના હોય આ વિજ્ઞાન. પુસ્તકમાં તો ‘મેં કર્યું એવું કહેવામાં આવે ને આ તો ‘તે કર્યું ? કોણે કર્યું ? શું કર્યું ?” તે પૃથક્કરણ કરીને વિજ્ઞાન બહાર પડ્યું.
તિયમ, તિમિત, સંયોગ તે વ્યવસ્થિત !
આ જગત શું છે, કેવી રીતે થયું, કેવી રીતે ચાલે છે ? એ જાણે