________________
આપ્તવાણી-૧૧
પાછાં ખોટે ય પ્રેસીડન્ટ ખાતે ઉધાર !
આમાં પુરુષાર્થ ક્યો ?
આપણા લોકો શું કહે છે, આ બે છોકરાં છે ને એમાં એક બહુ આળસુ છે, એ સાત વાગે ખેતરમાં જાય છે. અને આ મારો મોટો છોકરો સાડા પાંચે નીકળે છે. એટલે આ પુરુષાર્થ છે, સાડા પાંચ વાગે જાય છે
તે અને આ સાત વાગે જાય છે તે પ્રારબ્ધ. તો આ સાચી વાત છે ? પ્રશ્નકર્તા : એ સાડા સાતે જાય. મોડો જાય એમાં પ્રારબ્ધ કેમ કહેવાય ?
દાદાશ્રી : હવે ખરી રીતે બન્ને પ્રારબ્ધ છે. પેલો જે વહેલો દોડે સાડા પાંચ વાગે તે રઘવાટિયો પ્રારબ્ધ છે. અને આ છે તે ઢીલો પ્રારબ્ધ છે. પેલો રઘવાટિયો સાડા પાંચ વાગે ગયો ને તે અંધારામાં ઘાસમાં પેઠો, સાપે કરડી ખાધો. એ ત્યાં લાશ પડેલી. અને આ પેલો સાત વાગે ગયો તે રોફથી ગયો તો ભાઈને મરેલો દીઠો. અલ્યા મૂઆ, વહેલો આવ્યો તે આ દશા તારી કરી તેં ! બળ્યું તારું વહેલું ઊઠવાપણું ! માટે રઘવાટ કામનું નથી અને પેલું ય ખોટું છે. કમ ટુ ધ નોર્મલ. નોર્મલ રહેવાનું.
ત્યાં કાયદો ન્યાયનો છે બીલકુલ. ત્યાં કશું પોલ ચાલે એવું નથી. હવે, સંસારમાં આંખે દેખાય છે, કાને સંભળાય છે એ બધું ય પ્રારબ્ધ છે. જો આટલું સમજે ને, તો લોકો પ્રારબ્ધ હોય તો સામાસામી લઢમલઢા કરવાનું બંધ કરી દે. અને પુરુષાર્થ ખોળી કાઢે. પુરુષાર્થ જડે તો કામ થાય આવતાં ભવનું. નહીં તો પુરુષાર્થ તો બધાં લોકને થાય છે, પણ અણસમજણથી. જુવાર વાવી'તી ગઈ સાલ, એટલે આ સાલ પાછું જુવારનાં બીજ પડે જ, સ્વભાવીક રીતે. એવી રીતે પણ જુવાર ભેગું મહીં બીજું છે તે ઉગેલું હોય ને, તેનાં બીજે ય પડે મહીં. અને તમે તો પદ્ધતિસર વાવો, એક ફેરો સમજી ગયાં એટલે.
પુરુષ થયા પછીતો પુરુષાર્થ !
પ્રશ્નકર્તા : ભ્રાંત પુરુષાર્થ તો સમજાયો, પણ યથાર્થ પુરુષાર્થ ના
८८
સમજાયો.
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : આ શરીરમાં પ્રકૃતિ અને પુરુષ બે ભાગ જુદા છે. ‘હું ચંદુલાલ છું' એ બધી પ્રકૃતિ છે. આ ઈન્દ્રિયો છે તે પ્રકૃતિમાં જાય, મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું પ્રકૃતિમાં જાય અને પુરુષ જુદો રહે છે. એ પુરુષ પોતાનું સેલ્ફનું રિયલાઈઝ થાય, એટલે પ્રકૃતિ જુદી અને પુરુષ બે જુદા પડી જાય. ખરો પુરુષાર્થ ત્યાર પછી શરૂ થાય. સેલ્ફનું રિયલાઈઝ થયા પછી. ત્યાં સુધી પુરુષાર્થ સાચો જ નથી, ભ્રાંત પુરુષાર્થ છે, એટલે પરાવલંબી, પોતાના અવલંબનથી નહીં.
પ્રશ્નકર્તા : પુરુષ અને પ્રકૃતિ બન્ને જુદા પડી ગયા, પછી તો પુરુષાર્થની જરૂર જ નહીં ને !
દાદાશ્રી : ના, ખરો પુરુષાર્થ ત્યારથી શરૂ થાય છે.
પ્રશ્નકર્તા : એ પછી પુરુષાર્થ શેના માટે કરવાનો ?
દાદાશ્રી : પ્રકૃતિથી કાયમને માટે છૂટા થવા માટે. કારણકે પ્રકૃતિ શું કહે છે કે તમે તો પુરુષ થઈ ગયા, પણ હવે અમારું શું ? તમે અમને બગાડ્યા હતાં. અમારા મૂળ સ્થાન ઉપર પહોંચાડી દો તો તમે છૂટા થશો. નહીં તો છૂટા નહીં થાવ. એટલે પુરુષાર્થ ત્યારે કરવાનો.
એટલે હું કહું છું તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જે કરે એને જોયા કરો, તમે ‘ચંદુભાઈ શું શું કરે છે' એને જોયા કરે એ પુરુષાર્થ તમારો. ‘ચંદુભાઈ શું કરે છે એ, ચંદુભાઈનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, અહંકાર શું કરે છે', એ બધાને જોયા કરો, ડખલ ના કરો મહીં, એ પુરુષાર્થ. એથી આ બધું તમે સ્વચ્છતાથી જોયું માટે સ્વચ્છ થઈ ચાલ્યું
જાય.
પ્રશ્નકર્તા : પછી આ પુદ્ગલ સ્વચ્છ થાય ને !
દાદાશ્રી : હા, પુદ્ગલ, જે બગડેલું છે, વિકારી થયું છે એ નિર્વિકાર થઈને સ્વચ્છ થઈને ચાલ્યું જાય. એટલે આપણી ગુનેગારી ગણાય છે કે આપણે ઊભું કર્યું હતું, ત્યારે થયું ને એ, એ પછી દાવો માંડે. એટલે ખરો