________________
આપ્તવાણી-૧૧
૬૫
આંખો કેવી સરસ દેખાય છે ! અહીં બધાં કૂતરા હોય છેને તેની આંખો છે એ પણ બધી કુદરતે બનાવેલી, સંજોગોથી બની. હવે એ એક વસ્તુ બનાવતાં કોઈને કશું આવડે ?
પ્રશ્નકર્તા : આવડે નહીં.
દાદાશ્રી : જુઓને, આ દાંત કેવાં સુંદર છે ! આ દાંત કેવાં સંજોગોથી બને છે. એટલે બધું આ વિજ્ઞાનથી ઊભું થયું છે. આ માણસનું શરીર બંધાય છે, તે ય વિજ્ઞાનથી બંધાય છે. એ કોઈ બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ કંઈ આવું કરતાં નથી કે ભગવાન ભેંસના પેટમાં બેસીને પાડા બનાવતા નથી. ભગવાન આવાં નથી. ભગવાન તો વૈજ્ઞાનિક છે. એ અમે જ્ઞાનમાં જોયું છે. ગુજરાતીમાં એને અમે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે’, એમ કહ્યું અને લોકો માને છે કે ‘ભગવાન કરે છે આ બધું.’
ક્યાંથી ચારોળી, ઈલાયચી, બદામ આવે છે ને કેવા મઝાથી ખાય છે ! કોણ ભેગું કરી આપે છે એમને ? ‘વ્યવસ્થિત’ ભેગું કરી આપે છે અને પોતે અહીંથી ખાવાનું નાખી, હાંડવો અને દૂધ નાખીને સૂઈ જાય છે. પછી મહીં પિત્ત પડ્યું કે નથી પડ્યું ? પાચક રસ પડ્યો ? એવો કશો વિચાર નથી કરતો, નહીં ? એવો વિચાર નહીં કરવાનો ? એમ ને એમ સૂઈ જવાનું !
પ્રશ્નકર્તા : એવું જ કરીએ છીએ.
દાદાશ્રી : હા, પણ છતાં કેવું સરસ ચાલે છે. અંદર આ બધાં રસો પડ્યા કરે છે. પછી સંડાસ સંડાસની જગ્યાએ, યુરીન યુરીનની જગ્યાએ, લોહી લોહીની જગ્યાએ, રસ રસની જગ્યાએ, બધું જ છૂટું કેવું સુંદર પાડે છે, આપણા કર્યા વગર. જો કરવા ગયા હોય તો બગડી જાય અને ડૉકટરને સોંપે તો તો ચાર દહાડામાં જ મારી નાખે. એણે સાંભળ્યું હોય કે પચતું નથી, તો કહેશે, ‘લાવ મહીં પાચકરસ આપણે વધારે નાખીએ’. હવે કુદરત વધારે નાખતી નથી ને ડૉકટર શું કરે છે?
પ્રશ્નકર્તા : વધારે નાખી આપે.
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : અરે ભઈ, કુદરતને ઘેર શું ખોટ હશે, તે મહીં ના નાખ્યું ? કુદરત જાણે છે કે મારે આજથી આ પાચકરસ ૭૮ વર્ષ સુધી ચલાવવાનું છે એટલે હિસાબસર જ મહીં નાખ્યા કરે અને ડૉકટર કહે, ‘ભૂખ નથી લાગતી ? તો નાખો જરા વધારે'. અલ્યા, તો આગળ શું મળશે ? આગળ પછી ખલાસ થઈ જશે.
૬૬
આપણે ખોરાક ખાઈએ છીએ ને યુરીનમાં જઈએ છીએ, ઝાડે જઈએ, કુદરત આ બધું કરાવડાવે છે. કુદરત જ આ કફ કરે છે, વાયુ કરે છે, પિત્ત કરે છે !
એકની એક વસ્તુ કેટલાય વખત ખાય છે આ. આપણે ખોરાક ખાઈએ છીએ, તેમાંથી હાડકાં થાય છે, વાળ થાય છે. બધું ક્યાંથી ખોરાકમાં જાય છે ? ના, એની એ જ ભંગજાળ છે આ બધી. એના એ જ ખોરાકમાંથી આ બને, એનાં એ જ પરમાણુઓની રાખોડી થાય ને રાખોડીમાંથી પાછું અનાજ થાય ને અનાજથી પાછો અન્ન ખાય પોતે, આની જ રાખોડી બને પાછી. એટલે આવું જગત છે !
હમણે આ મોટું હાડપીંજર હોયને, તો એસિડમાં નાખે તો ઓગળી જાય. જો હાડકું હોય તો કેમ કરીને ઓગળે ? આ હાડકું એ ય એનું એ જ છે. આ બધી ભંગજાળ ! આ તો માણસોને ભડક પેસી ગઈ છે અને ‘હું છું, હું છું' કરીને માર ખાય છે જગતનાં !!
અહીં શરીર પર કોઈપણ જગ્યાએ તમારે સડ્યું એટલે મહીં એની મેળે સ્વભાવિક રીતે જીવ ઉત્પન્ન થાય જ. અને પાછો શરીરનો નિયમ એવો છે કે એ જીવોને પાછા કાઢવાં માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા હોય. એટલે કેટલી બધી અજાયબી છે ! મોટાં મોટાં લશ્કરો ફરી વળે છે. અને ચામડીને રૂઝ લાવી નાખે છે. રૂઝ આવતી હોય તે વખતે પાછું કૈડે હઉ. રૂઝ આવે છે ત્યારે ચેર (ચળ) આવે, તે વલુરે (ખજવાળે)ને છોલઈ જાય, તો પાછું રૂઝ લાવે છે. એ કેવી કુદરતની બધી કરામત છે. કશું જ કરવું ના પડે એવું અંદર આટલું બધું રાખે છે અને બહાર શેના માટે આ વગર
કામનો અહંકાર કર્યા કરે છે ?