________________
૬૪
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હું ! તે એ ખોળી કાઢ, કોણ કરે છે ? મટાડે તો બધા, પણ કરે છે કોણ ?
આપ્તવાણી-૧૧ કહે, “મેં કર્યું અને સંજોગ ના બાઝે ત્યારે ! આ વર્લ્ડમાં કોઈ એવો માણસ નથી કે જેને સંયોગો ઉપર કાબૂ હોય !
આ જેમ બીજ હોયને, આ વડનું બીજ હશે, તેમાં શું શું હશે, તે બીજમાં ? એ બીજમાં આખો વડ છે. એના પાંદડાં-બાંદડા, ટેટાં-બેટા, ડાળખીઓ-બાળખીઓ બધું બીજમાં છે. ફક્ત એને સાધન મળી આવે, પાણી છે, માટી છે, બધું મળી આવે એટલે એ પ્રગટ થાય છે.
આપણે ત્યાં કહેશે, “આ નારિયેળમાં કોણે પાણી ભર્યું ?” નારિયેળમાં પાણી ભર્યું ભગવાને. હોવે ! આ અક્કલનાં કારખાના ! કઇ જાતનું આવું શીખવાડો છો ? અને આ અક્કલનાં કારખાના માને છે ય શી રીતે ? એમ જો દરેક નારિયેળમાં ભગવાન ભરવા જતા હોય તો ભગવાનની શી દશા થાય બિચારાની ? ત્યારે નારિયેળીના પાંદડાં કેવાં આમ ડિઝાઈનવાળાં, કોણે કર્યું? ત્યારે કહે, આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, અને સ્વભાવથી ચાલી રહયું છે.
મટાડનાર મળે તો કરાવનાર કોણ ?
પ્રશ્નકર્તા : આ તો કહેશે, શ્વાસમાં કંઈ ભરાઈ ગયેલું તેથી મૃત્યુ આવ્યું.
દાદાશ્રી : એ તો કુદરતનો નિયમ જ એવો કે તે ઘડીએ એ ગળફો બંધ કરી દે. આપણે ડૉકટરને કહીએ, ‘બધાના ગળફા કાઢ્યા.” ત્યારે કહે ‘આ ના નીકળે'. કુદરતને ગળફો બંધ કરી દેતાં વાર કેટલી લાગે ? માણસનું શું ગજું તે ? માણસ તો એક નિમિત્ત છે, અને તે નિમિત્તરૂપે કામ કરી જાય. ડૉકટરને આપણાથી ના ન કહેવાય કે તું શું કરવાનો હતો? કારણ કે નિમિત્ત છે.
આપણે પછી એને સમજણ પાડીએ કે ‘ભાઈ, આ વાળ છે, તે કોણે બનાવ્યા ?” ત્યારે કહે, “મને સમજણ પડતી નથી !” આ ડૉકટરો કહેશે કે, ‘તમારે વાળ હવે ઊગશે નહિ.” “કેમ ડૉકટર સાહેબ, ભગવાન જતા રહ્યા છે ?” ત્યારે કહે, “ના, મહીં ખોપરીમાં આવું આવે છે, આટલી ગરમી છે ને આટલું આમ થઈ ગયેલું છે.' ત્યારે મૂઆ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બોલને કે આ વાળ છે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ઊગાડે છે અને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ ઊગવા નથી દેતાં.
‘આ વાળ ક્યારે ધોળા થશે ?” એ આપણે કરવા પડશે ? કરવા ના પડે ?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી : બધું હિસાબથી થાય, એક એક પાકતો પાકતો બધા પાક્યાં જ કરે, એ વ્યવસ્થિત છે.
આ જેમ વાળ છે, એવી રીતે આ દેહના આકાર-બાકાર, આ આંખોના કાચ-બાચ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે.
આ આંખો હલ કુદરતની બનાવેલી છે. આ ગાયની, ભેંસોની
પ્રશ્નકર્તા : મને બહુ શરદી થઇ ગઇ હતી, મને કોઇ એક જણની પાસે લઇ ગયા કે આમ ઝાડું મારી, મંત્ર બોલી અને મારી શરદી મટાડી દીધી, તો એ શું છે ?
દાદાશ્રી : અમે હાથ અડાડીએ અને પછી મટી જાય, એટલે લોક કહે કે ‘દાદાએ મટાડ્યું.” શરદી કરી કોણે એ ખોળી કાઢવા જેવું ! શરદી મટાડે એને શું ખોળવાનું? એ તો ડૉક્ટરો મટાડી દે, કરી કોણે એ ખોળી કાઢવા જેવું. એને ઇનામ આપવા જેવું છે.
પ્રશ્નકર્તા : એ કારણ શું પણ ? તમને ખબર છે ?
દાદાશ્રી : લે કર જોઇએ અત્યારે ? કોઇ ડૉક્ટરને કહે કે મને અત્યારે શરદી કર તો ?.
પ્રશ્નકર્તા : નથી થતી.