________________
આપ્તવાણી-૧૧
૬૧ આ કઢી બનાવે છે તે દેખીતા સંયોગિક પુરાવાઓ છે. ને આ જગત ચલાવે છે તે તો ગુપ્ત સંયોગિક પુરાવાઓ છે.
સંજોગો ભેગા થાય, એ શક્તિનું કામ ચાલ્યું અને કર્તાભાવ વ્યવહારથી બોલવું પડે. મનમાં ના હોય તો ય તમારે કહેવું પડ્યું. કોણે ઇડલી બનાવી ? સારી બનાવી છે ! એમને તમારે કહેવું, મેં બનાવી છે. લાકડું કોઈ દિવસ બોલે નહીં, “મેં કરી’. એટલે આપણે એકલાએ બોલવાનું કે “મેં કરી', વ્યવહારથી. પણ અંદરખાને સમજવું કે ભઈ આ બધાં ય ભેગાં થઈને કરી, મેં કરી નથી.
પ્રશ્નકર્તા : ‘ક્યા આધારે ખાય છે' એ સમજાવો.
દાદાશ્રી : બહારનાં પરમાણુ છે ને તે જે મહીં શરીરમાં જવાના છે. પણ ત્યાર પહેલાં પરમાણુ અંદર ઊભા થાય છે, અંદર હોય તે જ બહાર ભેગું થાય તમને.
આ થાળીમાં જે આવે છે તે તમે કહો છો, તે બધું બનાવે છે? પ્રશ્નકર્તા : કહેતાં નથી, એની મેળે જે બનતું હોય એ જ બને.
દાદાશ્રી : તો કોણ આની પ્રેરણા આપતું હશે ? થાળીમાં આજ કારેલાનું શાક આવ્યું, તે બધું તમારું કહેલું હોય છે બધું ?
જમવા બેઠાં એટલે બધા ખઈ લો છો ઝટ ઝટ, પણ શાથી આમ આ બધું આવીને ભેગું થયું ? એવું કંઈ વિચાર નથી કર્યો ? એક મગના દાણામાં છે તે લાખો પરમાણુ છે, તે દાણામાં એક પરમાણુને આપણી જોડે સંબંધ છે તે એક પરમાણુ જ ખવાય, એટલું બધું હિસાબી આ જગત છે.
આ શા આધારે ખાવાનું આવે છે એ કોઈ જાણતું હશે ? આ બાવા-બાવલી કશું ય જાણે નહીં. એ તો એમ જ જાણે કે હું ખઉં છું ને ત્યાં આગળ ગયો તે પછી લઈ આવ્યો અને આ પ્રમાણે ખાધું. પણ અલ્યા શા આધારે તને આ ભેગું થયું ? કેમ આજ કારેલાં ભેગા થયા ? કેમ આજ રીંગણ ભેગા થયાં ? કેમ સૂરણ ભેગું થયું આજ ?
અંદર જે પરમાણુ હોય તે પરમાણુનાં આધારે બેનને ત્યાં પ્રેરણા
આપ્તવાણી-૧૧ થઈ અને એ પ્રમાણે બધું થઈને થાળીમાં આવે. અંદર જેટલું હોય એટલું જ બહારથી થાય, નહીં તો થાય એવું નથી. આ તો બહુ ઊંડું વિજ્ઞાન છે. આ તો ઝીણી વાતો છે કોઈ એવો વિચાર કરતો હશે કે મારી થાળીમાં આ શા આધારે આવ્યું ? આનો શું આધાર ? અને ત્યાં કુદરતને ત્યાં તો એક પરમાણુ પણ, આ એક રઈ પણ તમને ભેગી થવી, દાણો ભેગો થવો એ સાયન્સની વિરુદ્ધ તમને થઈ શકે જ નહીં !
એ બધા સંજોગો કેવી રીતે બને છે? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધા. ખાવું-પીવું તે ય પરમાણુ-પરમાણુની વ્યવસ્થા છે. આ રેગ્યુલેટર છે જગતનું. તેની રેગ્યુલેટરી કેટલી બધી છે ! એક પરમાણુ. પરમાણુનું હિસાબ છે. તો આ આખું જથ્થાબંધ તો નહીં પેસી જાય ને ! તમને કેમ લાગે છે ? આપણે સાયન્સ કંઈ જાણીએ તો આપણા મનને કંઈક સમાધાન થાય. નહીં તો જમતી વખતે રોજ બોલ બોલ કરીએ ને આપણું કશું વળે નહીં, એનો બોલ્યાનો અર્થ નહીં ને ! બોલવાનો વાંધો નથી, જ્ઞાન તો બોલવું જોઈએ. “મને આ ફાવે છે કે આમ બનાવજો, આ ના બનાવશો', આપણને જે યોગ્ય લાગે એ જ્ઞાન. બધા વિકલ્પી જ્ઞાન છે. વિકલ્પી જ્ઞાન એટલે પોતાને જે અનુકૂળ આવે તે જ્ઞાન બોલવું ખરું અને સામાને ઠીક લાગે તો એ ગ્રહણ કરે, નહીં તો ના કરે. સામા માટે આપણે કંઈ જવાબદાર નથી.
એક કારમાં બેઠો તે હજારો સંયોગ સીધા થાય ત્યારે એ કારમાં અહીંથી સ્ટેશને જવાય. એક જ નટ ઢીલી થઈ ગયેલી હોય તો ના જવાય. હવે એવી કેટલીય નટો હશે, કેટલાં બધા બોલ્ટ હશે, કેટલાં બધા સંયોગો હશે ? એટલે બધાં સંયોગો સીધા હોય ત્યારે ત્યાં સ્ટેશને પહોંચાય, નહીં તો પહોંચાય નહીં. છતાં પહોંચાય છે એ ય અજાયબી છેને ! એટલે એ તો બધું ચાલ્યા જ કરે છે. - કેટલાય સંયોગ ભેગા થાય ત્યારે માણસને ખાવાનું મળે. કેટલાય સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે છે. વધારે સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે. અવળાને માટે સંયોગો વધારે જોઈએ છે. સવળાને માટે ઓછાં જોઇએ. સંયોગો ભેગા કરવામાં લોકો ‘ટાઇમ' બગાડે છે. સંયોગ તો કુદરત જ ભેગા કરી આપે છે. સંજોગ બાઝે ત્યારે