________________
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧ સમજી શકાય. તેવું આ જગત સાયન્સથી ઊભું થયું છે ! તેમ આ સગાઈઓ પણ સાયન્સથી ઊભી થઈ છે. પણ તે જ્ઞાનથી સમજાય.
કેમ વીજળી થાય છે ? કોણે ભડાકો કરાવ્યો ? વીજળી થાય છે, કડાકા-ભડાકા શું છે ? ત્યાં કંઈ પથરા છે ? ના. વરાળ ! વા-દળ !! જુઓ તો ખરા, ચમત્કાર તો જુઓ ! કુદરત બહુ જબરી છે. એ તો તમે કો’ક ફેરો આવો તો સમજાવું !
ચંદ્રને કંઈ ફેઝિઝ હોતાં જ નથી. આ તો જગતની દ્રષ્ટિમાં એવું દેખાય છે ને તે સાચું છે.
પ્રશ્નકર્તા : કોઈની દ્રષ્ટિ એવી નહીં હોય કે તે આખું જ જોઈ શકે !
દાદાશ્રી : ના. આ તો ચંદ્રના ફેઝિઝ છે. મૂળ ચંદ્ર તો આખો જ છે ને ! આ તો સંજોગોને લીધે આવો દેખાય છે. સંજોગોમાં શું છે ? ત્યારે કહે, ‘સૂર્યનું એ લાઈટ લે છે. એટલે સૂર્ય કઈ દિશામાં છે, એક્કેક્ટ સામસામી દિશામાં આવે ને ત્યારે ચંદ્ર આખો દેખાય. એ જ્યાં સુધી દિશા જેટલી વાંકી છે એટલા ફેઝિઝવાળો દેખાય છે.'
અજવાળિયાનો ચંદ્ર અહીંથી ઊગે છે. પછી પડવો, બીજ એ ક્યાંથી ઊગે છે ? અને અંધારિયું થાય છે તે આખામાંથી નાનો નાનો થતો જાય છે, પછી પાછો નાનામાંથી મોટો મોટો થતો જાય છે. એ બધું એના ક્રમમાં છે. અને તે ચંદ્ર અને સૂર્યના સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે ! તેથી અમે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ નામ આપ્યું ને !
મૂળ વસ્તુ દેખાતી નથી અને એના આ ફેઝિઝ દેખાય છે, એ દર્શનથી તો જગત મૂંઝાયેલું છે.
એટલે આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! બીજ, ત્રીજ, ચોથ, પાંચમ એ બધું નિયમના આધીન છે. એના આપણા લોકોએ નામ આપેલાં છે. એટલે વ્યવસ્થિતના આધીન છે.
આપણે આ ભાત બનાવીએ ને તે કલાક, બે કલાક પછી ટાઢો પડી
જાય કે ના પડે ?
પ્રશ્નકર્તા : પડી જાય. દાદાશ્રી : પછી ધીમે ધીમે મહીં બગાડ થતો જાય ખરો ? પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : કેવી રીતે થાય ? ધીમે ધીમે ઊતરી જાય કે ના ઊતરી જાય ? કોણ એને ઊતારી નાખે છે ? આવી રીતે આ વ્યવસ્થિત શક્તિ બધું કર્યા કરે છે.
બ્રેઈન ચાલતું હોય કે ના ચાલે, પણ કુદરત એની બધી હાજતો પૂરી કરે છે. ચા પાકતી હોય સિલોનમાં પણ સવારના પહોરમાં અહીં મુંબઈ ચા પીવા મળે, એવું છે આ બધું.
આપણે ચા મૂકવી હોય તો ચા એકલાથી ચાલે ? દૂધ, ખાંડ, ચા બધું હોય. ત્યારે કહે, ‘તપેલી જોઈએ.’ ને તપેલી હોય તો કહે, ‘સ્ટવ જોઈએ.’ સ્ટવ હોય ત્યારે કહે, ‘ઘાસતેલ જોઈએ.’ ઘાસતેલ હોય તો પાછું મહીં કંઈક બગડી ગયું હોય તો ચા થાય નહીં. એટલે સંજોગ બધા બાઝે ને તો ચા થાય.
આપણે કઢી કરીએ છીએ, એમાં છાસ નાખીએ, મીઠું નાખીએ, બીજું મરચું-ખરચું બધું નાખીએ, પછી કઢી કોણે કરી ? આ તો આપણે બધું નાખ્યું, આપણે કંઈ કઢી નથી બનાવી, આ તો વસ્તુઓ નાખી. એ ‘કઢી કોણે કરી’ કહો ?
પ્રશ્નકર્તા: બનાવનારે.
દાદાશ્રી : બનાવનાર ! બનાવનાર એ જો કરતો હોય તો તો પછી થઈ જ જાયને ! પછી પેલી ખારી કરે નહીંને !
પ્રશ્નકર્તા : એ બધું નાખ્યું એટલે થઈ ગઈ. દાદાશ્રી : એટલે આ બધું કર્યું તે વ્યવસ્થિત શક્તિ !