________________
આપ્તવાણી-૧૧
પાણી જ થાય, તેલ ના થાય.
આ તો ‘સાયન્સ’ છે. ભગવાનનો ‘સાયન્ટિફિક’ પ્રયોગ છે. કર્મે ય નથી ને કર્તા ય નથી. કોઇ બાપો ય નથી. ખાલી ‘સાયન્સ’ છે.
૫૭
આ જગત તો પઝલ જ થઈ ગયેલું છે. અને વિજ્ઞાનથી ઊભું થયેલું છે. પહેલાં તો આપણા લોકો એમ કહેતા હતા કે ‘વરસાદ પડ્યો.’ ત્યારે કહે છે, ‘આ તો ઇન્દ્રરાજા વરસાદ પાડે છે, ભગવાન પાડે છે, કોઈ દેવ પાડે છે’. આવી તેવી બધી વાતો કરતા હતા. હવે સમજતા થયાં, આમાં કોઈ દેવની જરૂર નથી. કોઈ બાપો ય પાડનાર નથી, આ બધું વિજ્ઞાનથી ચાલી રહ્યું છે જગત. વિજ્ઞાનથી આ વરસાદ પડે છે. વિજ્ઞાનથી શી રીતે ઊભું થયું છે ? બધા સંજોગો ભેગા થાય, જેમ 2H અને ૦ ઉપર ભેગું થાય. અને બીજા સંજોગો થોડા ભેગા થાય ઉપર, તો વાદળાં બની જાય. તો વાદળાંનો મેકર છે ઉપર કોઈ ? ત્યારે એ વરાળ જે ઉત્પન્ન થાય છે દરિયામાંથી, એનો મેકર છે કોઈ ? વરાળ દરિયામાંથી થઈને ત્યાં જાય છે અને ત્યાં બધી ગમ્મે ત્યાં ભેગી થાય છે. પછી જ્યાં આગળ જેવું જેવું વાતાવરણ હવા ને એ તેની સીઝન પ્રમાણે બધે ભેગું થાય છે. અને તે ય પાછું અહીં વાદળું ચઢી આવ્યું હોય, ઘનઘોર વાદળું ચઢેલું હોય, વીજળીઓ જબરજસ્ત વહેતી હોય, ધોબીએ લૂગડાં ઊઠાવી લેવા માંડ્યાં, કંટ્રાક્ટરોએ સીમેન્ટ ઊઠાવી લેવા માંડ્યો, બધું દોડધામ દોડધામ થઈ રહ્યું તો ય છાંટો ય ના પડ્યો હોય. બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં એક જ એવિડન્સ ના મળ્યો. કારણ કે લોકનો અભિપ્રાય ના મળ્યો, તો વરસાદ બંધ. લોકનો અભિપ્રાય એટલે ધોબી કહેશે, યા અલ્લા બંધ રખના’. પેલા કંટ્રાક્ટરો કહે છે, ‘હે શિવ ભગવાન બંધ કરો !' અભિપ્રાય ના આપે આપણા લોક ? આમ એ એવિડન્સમાં છે બધું. આપને ખ્યાલમાં આવે છે થોડું ઘણું આમાંથી ?
અરે, આ ઉનાળાને દહાડે ક્યાંથી વરસાદ પડ્યો ! ત્યારે કહે,
આપ્તવાણી-૧૧
‘આમથી વાદળ આવ્યું, હવા આવી ને બધું ભેગું થઈને તૂટી પડ્યો.' તેમાં ભગવાને ક્યાં વરસાવ્યો ?
પટ
પ્રશ્નકર્તા : એ વાત મોટી છે કે ભગવાન શક્તિશાળી છે, છતાં આમાં હાથ ઘાલતાં નથી, અને માણસમાં શક્તિ નથી એ મહીં હાથ ઘાલ ઘાલ કરે છે ને કશું વળતું નથી !
દાદાશ્રી : અમને શક્તિ છે અત્યારે, તો અમે હાથ ના ઘાલીએ. કારણકે એ બધું વિજ્ઞાન છે. ‘વિજ્ઞાનમાં હાથ ઘાલવો’ એ ભૂલ છે. આ બધું વિજ્ઞાનથી ઊભું થયેલું છે. 2H (બે હાઈડ્રોજન) ને O(એક ઓક્સિજન) બે ભેગાં થઈ જાય તો પાણી થઈ જાય ! તેમાં કંઈ પાણીના મેકરની જરૂર છે ? અને પાણી નીચે અગ્નિ કરી, સળગાવ્યું કે વરાળ થઈ જાય અને વરાળને જો ઠંડક આપી તો પાણી થઈ જાય. પાણીને ઠંડક આપી તો બરફ થઈ જાય. એટલે માર તોફાન, તોફાન, તોફાન ચાલ્યું છે આ.
પહેલાંના જમાનામાં કહે, પણ પાણીનો બરફ કરવામાં કો'ક કરનાર તો હોવો જ જોઈએ ને !’ એ તો જો બુદ્ધિથી સોલ્વ કરવાનું થાત ને, તો કહે કે ના કહે ? ‘થાય શી રીતે પાણી આટલું બધું કઠણ ? ઓહોહો, પથરા જેવું ? કોઈ કરનાર જોઈએ !' શી રીતે કરનાર જડે
આમાં ?
વાસ્તવિકતા વર્ણવે જ્ઞાતી જ...
આ જગતની વાત સત્ય ના હોય. જ્ઞાની પુરુષની વાત એ જ ખરી. જ્ઞાની પુરુષ ખરું જાણે. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. (જગત સ્વયંભૂ કોયડો છે) તે કોઈ બનાવવા ગયું નથી. ઇટસેલ્ફ (જાતે જ) ઊભું થઈ ગયું છે !
આ પેટ્રોલની ઉપર દેવતાનો ટુકડો પડ્યો, પછી એને સળગાવાની આપણે જરૂર હોય કે એની મેળે જ સળગી ઉઠે ? એવું છે આ બધું. એ કોઈ કર્તાની જરૂર નથી !
આ સોડિયમ ધાતુને પાણીમાં નાખે તો ભડકો થાય, તે સાયન્સથી