________________
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : લોકભાષામાં આવું બોલાતું હતું આમ કે ‘ભઈ મારા સંજોગ સારા નથી અગર મારા સંજોગ સારા છે'. પણ આ એની અંદરનું જે આ બધું છે, એ તો ખ્યાલ જ ના આવે !
દાદાશ્રી : એ ખ્યાલ જ ના આવે. એ સંજોગ ક્યાંથી લાવ્યા તે ય ખબર નથી.
વિજ્ઞાન વિતા ન કળાય કુદરત !
સ્થાન ક્યાંથી ?
દાદાશ્રી : સંયોગોનું ઉદ્ભવસ્થાન છે જ નહીં, સંયોગો જ છે આ જગત. આ જગત જ આખું, સંયોગોથી ભરેલું જ છે.
પ્રશ્નકર્તા : એ વસ્તુ બરાબર, પણ આ સંયોગો આત્મા ઉપર આવ્યા ક્યાંથી ?
દાદાશ્રી : આત્મા ઉપર આવ્યા નથી, આત્માનું આમાં સમસરણ છે. સમસરણ ક્રિયા છે, એટલે નિરંતર પરિવર્તન ક્રિયા છે. એ તો સંયોગોનું દબાણ આવે, આપણે અહીંથી જતા હોઈએ અને એકદમ છે તે પેલું ધુમ્મસ પડે ને, એટલે પછી તમને આ ભઈ જોડે હોય તો ય ના દેખાયને કંઈ ?! એમાં એમનો ગુનો કે તમારો ગુનો ?
પ્રશ્નકર્તા : ધુમ્મસનો ગુનો છે. ધુમ્મસ આડું આવે છે.
દાદાશ્રી : આ ધુમ્મસનો સંયોગ બાઝયો છે તેનું કારણ છે, એ આ બધું આખું સમરણ માર્ગ સંયોગી છે અને સંયોગોના ધક્કાથી આ બધું ઊભું થયું છે, નહીં તો આત્મા ગુનેગાર કહેવાત.
પ્રશ્નકર્તા : સંયોગ ને વ્યવસ્થિતમાં ફરક શું ?
દાદાશ્રી : સંયોગો તો સંયોગો જ કહેવાય, અને વ્યવસ્થિત એ વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે બધા સંયોગોનું ભેગું થવું અને પરિણામ આવે તે વ્યવસ્થિત. છાસ એ છાસ કહેવાય, સંયોગ કહેવાય. અને કઢી બધા સંયોગોથી ભેગી થયેલી હોય, એનું પરિણામ આવ્યું તે વ્યવસ્થિત કહેવાય.
પ્રશ્નકર્તા : પણ વ્યવસ્થિતનું ટૂંકું નામ કહે તો સંજોગો જ ને ?
દાદાશ્રી : સંજોગો ફળ આપે એ. ઉદય આવે ત્યારે સંજોગો ફળ આપવાને માટે તૈયાર થયા હોય તે. અને વ્યવસ્થિતનો અર્થ શું ? કે પછી હવે એને તારે બહુ જોવાની-ગણવાની જરૂર નથી. એની મેળે ફળ આપ્યા જ કરશે. તમે જુઓ, શું થઈ રહ્યું છે તે !
પ્રશ્નકર્તા : વિજ્ઞાન એ કુદરત જ છે ને ! કુદરતને વિજ્ઞાનનો એક જ મેળ છે.
દાદાશ્રી : ‘કુદરતને જાણવી’ એનું નામ વિજ્ઞાન અને ‘કુદરતને ના જાણવી’ એનું નામ અજ્ઞાન. કુદરતને જાણવી જોઈએ. કુદરત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' એ હું જોઈને કહું છું.
પ્રશ્નકર્તા તો કુદરત અને વિજ્ઞાન અને કેટલાં સંકળાયેલા છે એક બીજા સાથે ?
દાદાશ્રી : નેચર શું છે ને કેવી રીતે ચાલે-કરે છે ? થાય છે કેવી રીતે ? નાશ કેવી રીતે છે ? એ બધાનું વર્ણન સાયન્સ કરે છે.
પ્રશ્નકર્તા : આટલી સહજ રીતે વસ્તુ મૂકી દીધી કે આનું વર્ણન આ કરે છે, બસ પતી ગયું !
દાદાશ્રી : બસ, બીજું શું ત્યારે.
પ્રશ્નકર્તા ઃ સહેજ લાંબુ કરોને એમ. એવું અમે વાંચેલું ને સાંભળેલું કે સત્ય બહુ સાદું હોય છે, પણ અમે માનતા હોતા.
દાદાશ્રી : એવું છે ને કે આ આનું વર્ણન કરે છે 2H + એટલે પાણી થઇ જશે. એવી રીતે, આ નેચર અને આ વિજ્ઞાન.
કુદરત એનું નામ કે જે વિરોધાભાસી બિલકુલ હોય નહીં. 2H અને 0, બે ભેગા થાય, બીજા અમુક સંજોગો ભેગા થાય એટલે એનું