________________
આપ્તવાણી-૧૧
૫૩
ભાષામાં બહુ જ ઈમ્પોર્ટન્ટ એવિડન્સ છે, મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એન્ડ ધી બેસ્ટ એવિડન્સ છે.
દાદાશ્રી : એવું આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભગવાનની ભાષાનું મોટામાં મોટી ઈમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો આ છે.
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે બોલ્યા છીએ, એ બહુ મોટું વાક્ય બોલ્યા છીએ. જ્યારે એનો અર્થ સમજવાવાળા નીકળશે ત્યારે એ સમજાશે. એટલે ફોરેનના સાયન્ટિસ્ટને કહું છું કે કોણ આ જગત ચલાવે છે ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે આ લોકો સમજી જાય છે.
ફેર સંયોગો તે વ્યવસ્થિતમાં....
માણસ કાર્ય કરી શકતો જ નથી. પછી કોઈ કહે કે ‘આ શી રીતે પગે તેલ-બેલ ચોપડ્યું ?” ત્યારે કહે, “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી બધું ચાલ્યું.’ બધા એવિડન્સ ભેગા થાય અને કાર્ય થઈ ગયું. સંજોગો બધા મળી આવે. એમાં નેપકિન, તેલ મહીં સંજોગ કહેવાય.
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન થાય તે માટે કર્મ, કાળ, દેશ, કુટુંબ, જન્મસ્થાન એ બધા સંયોગોને લીધે ખરું કે ?
દાદાશ્રી : એ તો સંયોગ ભેગા થઈ જ જાય. થવાનું હોય ને, તે સંયોગ બધા ભેગા થઈ જાય. જ્યાં જુઓ ત્યાં, બધી વસ્તુઓનું નિમિત્ત સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે.
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કશામાં વાપરો છો ? પ્રશ્નકર્તા : હા, એટલે જ્યારે કોઈ વસ્તુ બને ત્યારે એમ લાગે કે આ બધા સંજોગોને લીધે આ બન્યું છે.
દાદાશ્રી : એક્ઝેક્ટ એમ જ છે. અને ના બન્યું તો સંજોગ ભેગા થયા નથી. દરેક બાબતમાં એ જ વસ્તુ છે. હવે નથી થતું ત્યારે ‘સંજોગો
આપ્તવાણી-૧૧
બાઝતા નથી' આવું હઉ કહે. એ ભલે સાયન્ટિફિક દ્રષ્ટિએ સમજાય, એવી રીતે નથી સમજતો. તો ય ગુજરાતીમાં બોલે છે કે મારા સંજોગો સારા નથી. એટલે આમ તો સમજે છે બધું.
૫૪
આ તો આપણા લોક નથી કહેતા કે મારા સંજોગો હમણાં સીધા નથી. અલ્યા મૂઆ, એવું શું બોલે છે ? તું શી રીતે જાણી ગયો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ? જ્ઞાન જાણતો નથી છતાં બોલે છે કે નહીં બોલતાં ?
પ્રશ્નકર્તા : બોલે છે.
દાદાશ્રી : તે મૂઆ, હું કરું છું કે સંજોગો કરે છે ? ત્યારે કહે, ‘એ તો સંજોગ સારાં હોય તો થાય ને.’
આ સંજોગો તો કેટલાં બધા, સો-બસ્સો ભેગા થાય છે, ત્યારે કાર્ય થાય છે. અત્યાર સુધી બહુ ધંધો સારો ચાલ્યો, પણ અત્યારે સંજોગો સારા નથી. સારા નથી, એ જ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પણ એ સંજોગોને ઓળખતો નથી બિચારો, પણ મોંઢે બોલે છે ખરો કે સંજોગો નથી પાંસરા. તે ઘડીએ એમ નથી કહેતો કે ભગવાન પાંસરો નથી.
આ તો એ ય ઊંડા ઊતરે તો સમજે એવા છે. કારણ કે આપણે કહીએ કે ભઈ આ છોડીનું કેમ લગ્ન કરતા નથી ? લાખોધિપતિ હોય, છોડી રૂપાળી હોય, ઉંમર લાયક હોય, પછી આપણે કહીએ, આ છોડીને બેસાડી દોને ! ત્યારે કે ભઈ હજુ સંજોગો બાઝતા નથી. સંજોગ બાઝતા નથી એવો શબ્દો બોલે છે. બાઝતા નથી, બાઝે એટલે વઢવઢા કરે સંજોગો ?(!)
પ્રશ્નકર્તા : ભેગા થતાં નથી. સંજોગ મળતા નથી.
દાદાશ્રી : એનું નામ જ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા ! હવે એ તો ‘સંજોગો બાઝતા નથી’ એવું એ ય બોલે પણ સમજણ નહીં, તેનું શું થાય ? તો ય પછી કહે છે, ‘ભગવાન કરે છે’.
પ્રશ્નકર્તા : એક વસ્તુ સમજાતી નથી કે આ સંયોગોનું ઉદ્ભવ