________________
પર
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
પ૧ હવે ઊંઘવા ફરતો હોય, ઘણાં પ્રયત્ન કર્યા, ઊંઘ ના આવતી હોય પણ એક સંજોગ કમી હોય ને એટલે ના આવતી હોય, પણ એ સંજોગ ભેગો થાય તો એની મેળે ઊંઘી ગયા હોય તો પોતાને ય ખબર ન પડે. એ બધા સંજોગો ભેગાં થાય એટલે કાર્ય થઈ જાય એ વ્યવસ્થિત. એટલે કાર્ય થઈ ગયા પછી બન્યું એ વ્યવસ્થિત કર્યું કહેવાય. કાર્ય થતાં પહેલાં વ્યવસ્થિત ના કહેવું.
એટલે એ જ તું આ બધું કરીને આવ્યો છું. હવે તેથી હું તને જ્ઞાન આપું એટલે કહું છું, તું સૂઈ જા હવે. હવે તારે ફક્ત દહીંની જરૂર છે, એ દહીં થઈ જશે. એટલે હું વ્યવસ્થિત શક્તિ કહી દઉં. આ પરિણામ રહ્યું પછી, ડીસ્ચાર્જ રહ્યું. ચાર્જ બંધ થઈ ગયું અને ડીસ્ચાર્જ એટલે શું કે દહીં ખાવા મળશે. આનાં બધાં આગળનાં સાધનો થઈ ગયાં છે એટલે હવે એની મેળે થયા કરશે. એટલે અહંકાર કરવો નહીં પડે, એની મેળે જ થશે.
થયેલું છે.
પ્રશ્નકર્તા : એને ‘રેગ્યુલર’ એ શબ્દ ના કહેવાય ?
દાદાશ્રી : એ તો રેગ્યુલર’ છે જ. એ તો અમે લખેલું છે કે આ જગતનું ‘રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ,’ વર્લ્ડને, નિરંતર રેગ્યુલેશનમાં જ રાખે છે. પણ એ હેલ્પીંગ નથી કરતું લોકોને. લોકોને તો આ ‘વ્યવસ્થિત’ શબ્દ હેલ્પીંગ’ કરે. કારણ કે સમજાય ‘વ્યવસ્થિત’ અને તરત બોલે ‘વ્યવસ્થિત’ છે. એમ કરીને તરત જ ઠંડક થઈ જાય. પછી ઊછાળા ના મારે, ‘વ્યવસ્થિત' કહેતાંની સાથે.
પ્રશ્નકર્તા: આપે લખ્યું છે કે “આ જગતનો કોઈ બાપો ય રચનાર નથી’ તો એ સમજાવો.
દાદાશ્રી : હા, મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બાપો ય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. આ કુદરતી રચના છે એટલે શું, ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જ છે, તેને આધારે આ બધું થઈ રહ્યું છે.
આ તો બધું સહેજાસહેજ ચાલે છે. જગત આપણે ચલાવતાં નથી. સૂર્યનારાયણે ય ચલાવતાં નથી ને ભગવાને ય ચલાવતાં નથી. જો ભગવાન ચલાવે ને તો ભગવાન થાકી જાય. આ તો બધી નેચરલ એડજસ્ટમેન્ટ છે ખાલી ! નેચરે ય ચલાવતી નથી. ખાલી નેચરલ એડજસ્ટમેન્ટ જ છે !
કોઈ માણસને આવડી દાઢી કરવાની ઈચ્છા થઈ, કોઈ એના મિત્રને જોયો દાઢીવાળો, એટલે એના મનમાં ઈચ્છા થઈ કે મારે દાઢી કેળવવી. તો તેને ચિંતા કરવાની જરૂર છે કે એની મેળે થશે? વ્યવસ્થિત જ છે. એની મેળે વ્યવસ્થિત કર્યા જ કરશે. એનું નામ વ્યવસ્થિત. અને આ સંજોગો ભેગા થઈને એ થયા જ કરે. એટલે આ જ્ઞાન આપ્યા પછી વ્યવસ્થિત. હમણે વ્યવસ્થિત ના કહેવાય. હમણે વ્યવસ્થિત કહો તો દુરૂપયોગ થાય.
ખરેખર નથી કોઈ એક ચલાવતાર !
આ નીકળ્યું મહાત વાક્ય !
પ્રશ્નકર્તા : દાદાએ ‘રિયલ’ શબ્દ આત્મા માટે કહ્યો, ‘રિલેટીવ પ્રકૃતિ માટે કહ્યો. તો ‘વ્યવસ્થિત’ માટે કોઈ અંગ્રેજી શબ્દ ના આવ્યો, આપનાં ટેપરેકોર્ડરમાંથી ?
દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ એટલે ઇંગ્લીશમાં એને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ કહું છું ને. વ્યવસ્થિતનું વર્ણન કહો, જે કહો, તે એ જ છે. વિગત એ જ છે. પણ ‘વ્યવસ્થિત’ છે તે અવસ્થિત ઉપરથી
પ્રશ્નકર્તા : એ અલ્ટીમેટલી તો આ બધું કહો છો આપ તે બિલીફ જ છેને ?
દાદાશ્રી : જો ગ્રામ્પીંગ પાવર હોય તો સમજી શકે એવી વસ્તુ છે. એ બિલીફ નથી.
પ્રશ્નકર્તા : જે સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને, એ કાયદાની