________________
પ0
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી ચાલે છે. અને તે પાછું રેગ્યુલર, આખું રેગ્યુલરલી ચાલે છે. એટલે આ બધું ભેગું થાય ને, તે વ્યવસ્થિત કાર્ય કરી રહ્યું છે જગતમાં.
રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ !
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : એવું છે ને રેગ્યુલેટર એટલે રેગ્યુલેશનમાં રાખે છે !
આ વ્યવસ્થિત શક્તિ જ બધું રેગ્યુલેશન રાખે છે. તે એને ‘જ્ઞાન’ ના આપ્યું એટલે એને ‘રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ’ કહું છું.
શું એને જ કહેવાય આધશક્તિ ?!
પ્રશ્નકર્તા : પછી આપણે જે શક્તિને વ્યવસ્થિત શક્તિ કહીએ છીએ, તેને હિન્દુસ્તાનમાં શાસ્ત્રો આદ્યશક્તિ કહે છે. આદ્ય પુરુષો પણ ભગવાન શક્તિ તરીકે માને છે અને તે નિરાકાર છે એમ પણ માને છે, છતાં શક્તિનો કોઈ આકાર લેવો હોય તો તે લઈ શકે છે. તો આપણે જે શક્તિને વ્યવસ્થિત માનીએ છીએ તેણે કોઈ વખત કોઈ આકાર લીધો
અને સૂર્ય-ચંદ્ર, બધું વ્યવસ્થિત જ રાખે છે અનાદિકાળથી. માણસોબાણસોને બધાને વ્યવસ્થિત રાખે છે. પાંચમો આરો આવે છે, તે પાંચમા આરામાં જવા જ ના દે મોક્ષે, એનું નામ વ્યવસ્થિત. ચોથા આરામાં જવા દે એનું નામ વ્યવસ્થિત. બિલકુલ વીતરાગ કામ કરે છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે વેલ ઓર્ગેનાઈઝડ (સારી ગોઠવણ) કહેવાય. સારી રીતે ઓર્ગેનાઈઝડ કરેલું ?
દાદાશ્રી : હા. વેલ તો ખરું જ ને ! પણ વેલ ઓર્ગેનાઈઝડ એટલે આનું ઓર્ગેનાઈઝેશન કોઈએ કર્યું નથી. કર્તાપદ કોઈ છે જ નહીં.
પ્રશ્નકર્તા : આપણે, વ્યવસ્થિતને કર્તા કહીએ છીએ ને ?
દાદાશ્રી : ના, કર્તાપદ ન હોય, એ તો આપણે કર્તા કહીએ છીએ, પણ આ પદ નથી. કર્તા છે પણ પદ નથી એ. કર્તાપદ તો ‘લોકો’ થાય છે. વ્યવસ્થિત તો આપણું કોમ્યુટર જેવું છે. એમાં કર્તાપદ ક્યાં ? કોમ્યુટરને શું કર્તાપદ છે એમાં ?
પ્રશ્નકર્તા : તમે કહો છો ને ‘રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ !” એ જરા સમજાવો.
દાદાશ્રી : આ તો એનું એ જ વ્યવસ્થિત છે બધું. આ તો સામા માણસને સમજાવા માટે છે. એને હજી જ્ઞાન આપ્યું નથી, એટલે વ્યવસ્થિત શી રીતે સમજણ પડે બિચારાને !
પ્રશ્નકર્તા : અમારે અહીં વાત થઈ રેગ્યુલેટરની, હું એમ કહું છું, રેગ્યુલેટર એટલે હોકાયંત્રની માફક અને આ ભાઈ શું કે છે કે, “રેગ્યુલેટર એટલે નિયમક'.
દાદાશ્રી : ના. આ કોઈ આકાર લે એવી વસ્તુ જ નથી આ તો ! આ તો વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અને આ તો આપણે એ કંઈક થાય, કંઈક એવી ખબર આવી કે આપણા શહેર ઉપર પ્લેનમાંથી બોંબ નાખવાનો છે તો તરત તમે ખાવા બેઠા હો તો ‘વ્યવસ્થિત છે' કહીને જમી લેશો. આ વ્યવસ્થિત તમને હાજર રહે.
પ્રશ્નકર્તા : આપણે વ્યવસ્થિત શક્તિ એ શક્તિ શબ્દ વાપરીએ, તો પછી એ એનો અર્થ કેવી રીતે નીકળે ? બધા શક્તિની પૂજા કરવા માંડશે.
દાદાશ્રી : આ તો વ્યવહારથી શક્તિ કહેવાય છે, નિશ્ચયથી નહીં. ‘વ્યવસ્થિત શક્તિ' એટલે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' એવી રીતનું કહ્યું છે ને.
પ્રશ્નકર્તા : તો આ વ્યવસ્થિત શક્તિ આપણને કેમ દેખાતી નથી?
દાદાશ્રી : દેખાય જ ને ! કેમ દેખાય નહીં એને ? એ તો અનુભવ કરો તો બધું ય થઈ જાય.
વ્યવસ્થિત છે એ દેખાય ક્યારે ? દ્રષ્ટિ ચોખ્ખી થઈ જાય પછી. નહીં તો દ્રષ્ટિ મેલી હોય તો ના દેખાય.