________________
૪૮
આપ્તવાણી-૧૧ જ થાય ને ? પાપ અને પુણ્યનો ઉદય એ વ્યવસ્થિત જ થાય ?
દાદાશ્રી : આ પાપ અને પુણ્ય છે, એ વ્યવસ્થિતનું ય મૂળ કારણ, રૂટ કોઝ, અને પાપ અને પુણ્ય ના હોય તો વ્યવસ્થિત ખલાસ થઈ ગયું, એ મોક્ષે જાય.
મત, વચન, કાયા તે માયા, વ્યવસ્થિતાધીત !
આપ્તવાણી-૧૧ તો પછી ખોટું કામ કરે તો ય એને માટે દોષિત કેવી રીતે કહેવાય ? તો પછી નર્ક અને સ્વર્ગ કેમ રહ્યું ?
દાદાશ્રી : નર્ક અને સ્વર્ગ એ તો જે કામ કરનારાં છે ને, ખોટું કામ કરનારાં એ કહે છે કે, “હું કરું છું અને સારું કામ કરનારાં ય કહે છે, ‘હું કરું છું'. એમને ‘વ્યવસ્થિત’ કરે છે એ ભાન ના હોય.
પ્રશ્નકર્તા : જાણી-બુઝીને ખોટું કરે તો એ ખોટું ને ?
દાદાશ્રી : આ જાણીબુઝીને જ બધાં કરે છે જગતમાં. કારણ કે કરનાર કોઈ છે જ નહીં. એ એમ જ જાણે છે કે “હું જ કરું છું'. એટલે નફો કમાય, ત્યારે કહેશે કે “કમાયો. અને ખોટ ગઈ, ત્યારે કહે છે કે, ‘ભગવાને ઘાલી'આવું વિરોધાભાસી બોલે છે. આવું બધું ઊંધું-છતું બોલ બોલ કરે છે. ભગવાને ઘાલી કહેશે. નહીં તો કહેશે અમારો ભાગિયો ખરાબ છે. નહીં તો મારા છોકરાની વહુ મોરપગી આવી છે. તેને લીધે મને આ બધી દશા બેઠી છે. આવા ખોટા આરોપ ચાલ્યા કરે છે. તેનાં પછી કર્મ બંધાય છે ને ચાર ગતિમાં દંડ ભોગવવા ભટકવું પડે
કોઈ કર્તા છે જ નહીં. ભગવાને ય કર્તા નથી. મનુષ્યોએ કર્તા નથી. ‘વ્યવસ્થિત’ નામની શક્તિ કામ કર્યા કરે છે અને નિરંતર જગતને વ્યવસ્થિત જ કર્યા કરે છે. પણ “જ્ઞાન” વગર એને વ્યવસ્થિત સમજાય નહીં.
આ બધું વ્યવસ્થિત ચલાવે છે. આ તો આરોપિત ભાવ છે કે હું કરું છું.’ આ વ્યવહાર આખો પરાશ્રિત છે. પુણ્ય અને પાપના આધીન છે. પુણ્ય હોય તો આપણા ધાર્યા પ્રમાણે પાસા પડે એટલે આપણા મનમાં એમ થાય કે ‘હું કરું છું. અને જ્યારે પાપ આવે ત્યારે પછી ધાર્યા પ્રમાણે ના થાય. એટલે પાછું ઉપાધિ થઈ જાય. પછી ‘ભગવાન મને દુઃખ દે છે” કહેશે. નહીં તો બોલે “માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ'. એટલે આ બધું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત છે બધું. તો પછી કર્મોનો ઉદય, એ વ્યવસ્થિત
એટલે વ્યવસ્થિત શક્તિ તને સમજાશે ક્યારે ? પણ તને ના સમજાય, એનું શું કારણ ? આપણે આમ બેઠાં હોય ને, આમ આંખ થઈ, તો એક ને બદલે બે દેખાતું થઈ જાય. હવે, એ બે દેખાતું હોય ને હું કહું કે એક છે, તો તમારા માન્યામાં આવે નહીં. તે હવે હું તને કહું કે તું હાથ છોડી દઈશ તો પછી તારા માન્યામાં આવે. હાથ છોડી દેવું તારા હાથમાં છે નહીં. એટલે એ તારે જ્ઞાન છે તે મનમાં રાખવું પડે કે ‘હાથ છોડશે ત્યારે એક જ છે. આ તો બે દેખાય છે મારા હાથને લીધે.’ તે આ વ્યવસ્થિત શક્તિ એવી છે કે તને સમજાશે નહીં. કારણકે મન-વચનકાયા ને આખી બધી માયા છે એ બધી વ્યવસ્થિતના તાબે છે. અને તું
જ્યારે ‘શુદ્ધાત્મા’ થઉં ત્યારે એ તને સમજાશે. અત્યારે તને સમજવું હોય તો યાદ રાખવું જોઈએ કે મનમાં વિચાર આવ્યો તો વ્યવસ્થિત મોકલે છે. આ પ્રેરણા થાય છે તે વ્યવસ્થિત કરે છે. આ બધી ક્રિયા વ્યવસ્થિત કરાવે છે, એવું જો તને સમજાય, એવું તને જ્ઞાનમાં રહે તો કામનું. વ્યવસ્થિત, સમજ પડીને ? નહીં તો ‘હું કરું છું અને વ્યવસ્થિતને માનવું, એ બે સાથે ના બને.
પ્રશ્નકર્તા : એટલે પોતાનું કર્તાપણું અને વ્યવસ્થિત, બે સાથે ના રહી શકે ?
દાદાશ્રી : ના રહી શકે, કારણકે વ્યવસ્થિતનું જ કર્તાપણું છે. અને વ્યવસ્થિત એ બધું શું છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. વ્યવસ્થિતનો અર્થ તને શું સમજાયો ?
પ્રશ્નકર્તા : જગત ‘સાયન્ટિફિક લૉ થી ચાલે છે, એમ ?