________________
આપ્તવાણી-૧૧ કુંભાર નથી.
પ્રશ્નકર્તા : જે લોકો એમ કહે છે કે ભગવાને સૃષ્ટિ બનાવી છે એ લોકો એવું નથી કહેતા કે ભગવાને મનુષ્યને બનાવ્યો છે. એ તો એમ જ કહે છે કે ભગવાન તો મનુષ્ય રૂપે જ આવેલાં છે, જીવરૂપે આવેલાં છે. એ કંઈ જેવો આ કુંભાર ઘડા કરે છે, એવી રીતે કંઈ ભગવાને આ બધું ઘડ્યું નથી.
૪૫
દાદાશ્રી : હા, પણ કોણે બનાવ્યું એને ? જીવ તે કોણે બનાવ્યો ? પ્રશ્નકર્તા : જીવરૂપે પોતે જ આવ્યા છે ભગવાન, એમ માને છે. દાદાશ્રી : ના, ના. આ ભરહાડમાં કોણ પેસે ? એ વૈજ્ઞાનિક વાત નથી એ બધી. એ વાત તો બધી, અર્થ વગરની વાતો છે. વૈજ્ઞાનિક વાત તો ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિની પાછળ, ઈશ્વરી સંકેત તો ખરો ને ? દાદાશ્રી : ના, ઈશ્વર તો આમાં હાથ ઘાલે જ નહીંને ! પ્રશ્નકર્તા ઃ ઈશ્વર, ઈશ્વરી શક્તિ અને વ્યવસ્થિત જુદું છે એ સમજવામાં મુંઝવણ પડે છે.
દાદાશ્રી : એવું છે ને, ઈશ્વર તો તદન જુદા જ છે. લેવાદેવા જ નથી. આત્મા એ જ ઈશ્વર છે. વ્યવસ્થિત શક્તિ બધું કરી રહી છે એમાં ચેતન જ નથી. વ્યવસ્થિત શક્તિને જગત ઈશ્વર માને છે. કેટલાક કુદરત કહે છે, કેટલાક એમ કહે છે, કોઈ શક્તિ ચલાવે છે. આવી જાતજાતની બધી અફવાઓ છે. કેટલાક કહે છે, ભગવાન ચલાવે છે. પણ આ
વ્યવસ્થિત શક્તિ ચલાવનારી છે. એની પાછળ ભગવાનનો હાથે ય નથી ને કશું લેવા દેવા ય નથી. જો હાથ હોત તો જોખમદાર એ કહેવાત. ભગવાન કંઈ જોખમમાં આવે એવા જ નથી, બહુ પાકા, અસલ પાકા. એ જોખમમાં ના આવે.
વિષ મારે કે ભગવાન ?
એ જ સમજવાનું છે ને આ શી રીતે ચાલે છે. ત્યાં બુદ્ધિ પહોંચે
૪૬
આપ્તવાણી-૧૧
એવું નથી. જ્ઞાનથી જ સમજાય એવું છે. અમે એ જ્ઞાનથી જોઈને કહીએ છીએ.
લોકોને એમ લાગે છે કે કોઈના કર્યા વગર કેવી રીતે થાય ? થાય કેવી રીતે ? એવું લાગે ને ? હવે અહીંયા આગળ આ ભાઈને દારૂ પાઈએ, ઝાલીને અડધી શીશી. તો શું થાય ? ભગવાનને ગાંડા કરવા આવવું પડે ? કે એની મેળે ગાંડા થઈ જાય ? થઈ જાય કે ના થઈ જાય ? અને કોઈકને આટલું પોઈઝન આપી દઈએ તો ? ભગવાનને મારવો પડે કે ? ભગવાને આવવું પડે, મારવા હારું ? તો કોણ મારે ? એ પોઈઝન જ મારી નાખશે. ભગવાન તો કશું કરવા ય નથી આવતાં, જન્મ આપવા ય નથી આવતાં, મારવા ય નથી આવવું પડતું. નાનું છોકરું ગર્ભમાં હોય છે ત્યારથી એની હરેક ક્રિયા ચાલ્યા કરે છે ને ? કશી અડચણ પડે છે ? નહીં ! બધું એની મેળે જ, આ બધું પદ્ધતિસર ચાલ્યા કરે છે.
મનુષ્યો બુદ્ધિશાળી એટલે છોકરાંને સાચવે, પણ આ ગાયો-ભેંસો ક્યાં બુદ્ધિશાળી છે ? ચકલા-ચકલી ક્યાં બુદ્ધિશાળી છે ? બહારથી દાણા લાવીને ચકલીઓ ખવડાય ખવડાય કરે છે. હવે એમને ક્યાં આબરૂ જવાની છે ? એમની કંઈ આબરૂ જવાની છે, એ ના જ ખવડાવે તો ? એવી વ્યવસ્થિત ગોઠવણી છે, તે એને ખવડાવ્યે જ છૂટકો. આકર્ષણ જ એવું મૂકેલું. આ ટાંણી અને લોહચુંબકમાં વચ્ચે ભગવાનની જરૂર ખરી ? આ લોહચુંબક હાલે, ટાંકણીઓ હાલે, એવું જોયેલું કે નહીં તમે ? તેમાં ભગવાનની જરૂર પડે છે વચ્ચે ?
પ્રશ્નકર્તા : તો એનું નામ આપણે ઈશ્વર આપીએ તો વાંધો શો ?
દાદાશ્રી : ના, ઈશ્વર હોય, ઈશ્વર નામ અપાય નહીં. એવું છે ને, વૈજ્ઞાનિક રીતે જાણવું જોઈએ. ઈશ્વર ગુનેગાર છે જ નહીં. ઈશ્વર ગુનેગાર ના હોય ને અમથો આપણે શું કરવા એમાં ઘાલીએ !
એ છે મૂળ કારણ વ્યવસ્થિતતું !
પ્રશ્નકર્તા : આ જે વ્યવસ્થિત શક્તિ છે. એ બધું સારું પણ કરાવે છે. ખોટું પણ કરાવે છે. અને કુદરતને ત્યાં તો કોઈ દોષિત છે જ નહીં