________________
આપ્તવાણી-૧૧
૪૩
૪૪
આપ્તવાણી-૧૧
સરકમસ્ટેન્શિયલ એવિડન્સિસ છે આ. તમે અત્યારે મને ભેગા થયા, કોણે ભેગા કર્યા ?
પ્રશ્નકર્તા ઃ ભેગા કર્યા હોય કે ના કર્યા હોય. જે થાય છે તે, તો એ સ્વતંત્ર થયું, કારણ કે એ એની મેળે થાય છે. તો એમાં પાવર આવ્યો, એ ભગવાનથી મોટું થયું, એમ !
દાદાશ્રી : એ તો બહુ મોટી વસ્તુ છે. ભગવાન તો એથી જ મારા ખાય છે. એ ભગવાન તો મહીં કહે છે, “મને છોડાવો, છોડાવો’. ‘લે ને છૂટો ને !' કહીએ. પણ આ બધા સંજોગોમાં ભગવાન ફસાયા છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં ફસાયા છે. ખરી રીતે એ ય મોટું નથી. બધા અનંત શક્તિવાળા છે.
પ્રશ્નકર્તા : હા, બરાબર.
દાદાશ્રી : પણ ભગવાન સંજોગોમાં ફસાયા છે એને છૂટવું હોય તો છૂટાતું નથી.
એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધું. અને એ સિવાય જો તમે કોઈ કાર્ય કર્યું હોય, તો મને કરી બતાવો. પ્રશ્નકર્તા : એ જ છે ને, બીજું ક્યાંથી થાય ?
લોક કુદરતને જ કહે ભગવાત
પ્રશ્નકર્તા : કુદરત અને ભગવાન વચ્ચે ફેર શું ?
દાદાશ્રી : કુદરત ને ભગવાનમાં તો બહુ ફેર ! આપણા લોક તો કુદરતને ભગવાન કહે છે, હવે ખરેખર ભગવાન પરમાત્મા છે, જે ચેતન છે અને કુદરત ચેતન નથી. કુદરતમાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સંયોગ બધાં ભેગાં થાય છે.
પ્રશ્નકર્તા : તો કુદરતને ભગવાન જોડે કંઈ સંબંધ છે ?
દાદાશ્રી : કુદરતને ભગવાન જોડે કંઈ સંબંધ નથી અને કુદરતને ય કોઈની જોડે સંબંધ નથી.
પ્રશ્નકર્તા : કુદરત પ્રજ્ઞા છે કે અજ્ઞાન ?
દાદાશ્રી : કુદરત પ્રજ્ઞાએ નથી ને અજ્ઞાને ય નથી. કુદરત કોને કહેવામાં આવે ? 2H ને o ભેગા થાય અને પાણી થાય એનું નામ કુદરત. કુદરતને અજ્ઞાને ય ના હોય અને પ્રજ્ઞા યુ ના હોય..
પ્રશ્નકર્તા : કુદરત યોગ કરે છે ?
દાદાશ્રી : કુદરત યોગ-બોગ કરે એવી નથી. કુદરતને ભગવાન જોડે બિલકુલ સંબંધ નથી. એ તો કુદરતથી ભગવાન ફસાયા છે. એ છૂટવા માંગે છે. કુદરતને કશું લેવાદેવા નથી. ફસામણ કોને લાગે છે? ચેતનતા હોય તેને, તે બીજું કુદરતમાં ચેતનતા છે નહીં. ચેતન હોય તો ફસાય.
પ્રશ્નકર્તા : ભગવાન કુદરતથી ફસાયા છે, એવું તમે કહ્યુંને ?
દાદાશ્રી : કુદરતથી. કુદરતે ફસાવ્યા છે, એ ય જાણી-જોઈને ફસાવ્યા નથી, પોતે પઝલ ઊભું થઈ ગયું છે .
વ્યવસ્થિત શક્તિ એ જ ઈશ્વરી શક્તિ ?
એક શક્તિ છે કે જેના આધારે બિલકુલ એક પાંદડું પણ આવુંપાછું ના થાય, એવું કાયદેસર છે. એમાં ભગવાનની જરૂર નથી. આ વિશેષ શક્તિ કામ કરી રહી છે. એ શક્તિ જ આ બધું ચલાવી રહી છે.
પ્રશ્નકર્તા : એ કુદરતના તાબામાં છે ?
દાદાશ્રી : કુદરત એટલે, તમે શેને કહો છો કુદરત ? એવું છે ને, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થયા તે કુદરત કહેવાય. આ તમે બેઠા તે જગ્યા, આ ટાઈમ, બીજા કેટલાય સંજોગો ભેગા થાય ત્યારે તમારું કાર્ય થાય, કોઈના હાથમાં નથી આ !
માણસને બનાવવો પડતો નથી. બનાવનાર હોય તે પછી એનો ઉપરી ઠરે. અને તે બનાવનાર હોય, તો કુંભાર કહેવાય. હાસ્તોને ! ઘડા બનાવે છે તે ય કુંભાર ને માણસ બનાવે છે તે ય કુંભાર. એવો ભગવાન