________________
(૨)
વ્યવસ્થિત શક્તિઃ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ!
ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ !
આ તો નર્યું ગૂંચ છે જગત ! ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. ઈટસેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ ઓલ ! અને પઝલમાંથી પઝલ જ ઊભા થયાં કરવાનાં ! કોઈ કહે કે આ ચંદુભાઈએ મારું બગાડ્યું એટલે તમને પઝલ ઊભું થઈ જાય કે, મેં ક્યાં બગાડ્યું છે ? આ વગર કામનો મને આવું કહે છે ?’ એટલે પઝલ ઊભાં થયાં કરે કારણ કે આ જગત જ પોતે પઝલ છે. કોઈએ કર્યું નથી. જોખમદાર ખોળે તો કોઈ જોખમદાર જડે એવો નથી ! એવું સુંદર જગત છે !! અમે જાતે જોઈને કહીએ છીએ. અને વૈજ્ઞાનિક રીતે થયેલું છે. ઈટસેલ્ફ એટલે આમ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગી પૂરાવાઓ) ભેગા થાયને એટલે પઝલ ઊભું થઈ જાય.
તેમાંનું નાનું અમથું પઝલ તમને દેખાડું. હમણે છ વાગે આપણે
૪૨
આપ્તવાણી-૧૧
જોતા હોઈએને તો સૂર્યનારાયણ દેખાતા હોય. પણ થોડીવાર પછી વાદળ આવીને ઊભું રહ્યું. તે વાદળ એકદમ કાળું છે. એટલે સૂર્યનારાયણ દેખાતા બંધ થઈ ગયા અને કાળા વાદળમાંથી થોડીક વાદળી ઓછી થઈ ગઈ એટલે સરસ કુંડાળું પડે છે. એ કોણે બનાવ્યું ? આટલાં વાદળ હોય તો જ એ દેખાય. નહીં તો ઓછું હોય તો એ ના દેખાય. વધારે ગાઢું હોય તો ય એ ના દેખાય. માટે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આમાં કોઈને કશું કરવું પડે એમ નથી. એવું આ બધું ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ છે !
હવે આ જે પઝલ છે એ સોલ્વ કરવામાં આવે તો ફરી પઝલ ઊભાં ના થાય અને પઝલ ઊભાં ના થાય એટલે આપણને કોઈ જાતનું દુ:ખ ના આવે, નિરંતર સમાધિ રહે. પઝલથી જ બધું ગૂંચવાય છે.
ભગવાને કર્યું નથી. આ કોયડો જો ભગવાને કર્યો હોત ને તો એને બોલાવીને શાક કરીને ખાઈ જાત લોક કે મૂઆ બધા ય દુ:ખી. ફીફ્ટી પરસેન્ટ દુઃખ હોય ને ફીફ્ટી પરસેન્ટ સુખ હોય તો ચલાવી લેવાય આ દુનિયા ! પણ આ તો બધા ય દુ:ખી, સેન્ટ પરસેન્ટ દુ:ખી. માટે એને પકડીને બોલાવો. પણ એ તો આમાં હાથ ઘાલતા નથી. એટલે કોઈ નામ દેતું ય નથી.
અને આ પઝલ સોલ્વ કરે તેને પરમાત્માપદની ડીગ્રી મળે. તે અમે આ સોલ્વ કરીને બેઠા છીએ. તે પરમાત્માપદની ડીગ્રી લીધી. અને આ સાધુ-આચાર્યો, બાવા-બાવલી, મોટા મોટા સંત કહેવાય છે ને એ બધાય આ પઝલમાં ડીઝોલ્વ થઈ ગયા છે. અને લોકોની પાસેથી ધન ખંખેરે છે, માન લે છે, કીર્તિ લે છે, વ્યાપાર ચલાવે છે. એટલા માટે એમને મારે કહેવું પડે છે કે તમે પઝલમાં ડીઝોલ્વ થઈ ગયેલા છો ! તમે શું કરવા વગર કામનાં લોકોની પાછળ પડ્યા છો. હવે લોકોને છુટા કરો. કંઈક બિચારાઓને છુટા કરો. એમની પાસે કંઈ રહ્યું જ નથી.
છે માત્ર સાયન્ટિફિક સરક્મસ્ટેન્શિયલ એવિડન્સિસ !
ભગવાનને આમાં હાથ ઘાલવો નથી પડતો. ઓન્લી સાયન્ટિફિક