________________
૪૦
આપ્તવાણી-૧૧ કરવાનું, બસ.
પણ એને ખરેખર પોતે કર્તા નથી, ‘રોંગ બિલીફો’ બેસી ગઈ છે. કર્તા તો એક ક્ષણવાર “પોતે થયો જ નથી ! હવે એ “રોંગ માન્યતા’ કાઢી નાખે પછી એ જતું રહે.
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : જે પોતે ન હોય, પોતે ન હોવા છતાં ‘હું છું’ એમ માનવામાં આવે એ એક અને પોતે ન કરતાં હોવા છતાં ‘હું કરું છું', એ બે. પોતે ભોગવતા ન હોય છતાં ‘હું ભોગવું છું” એ ત્રણ. એવી કેટલીક ભ્રાંતિની ભાષા ! | ચંદુભાઈ છું એ પહેલી ભ્રાંતિ, “મેં ઓપરેશન કર્યું બીજી ભ્રાંતિ, “આ મેં ભોગવ્યું” એ ત્રીજી ભ્રાંતિ, ‘આ બાઈનો ધણી થઉં, આનો આમ થઉં, તેમ થઉં’ બધી ભ્રાંતિ.
વાત કરેકટ છે કે પોતે કર્તા હોવા છતાં અકર્તા છે. બાય ‘રિલેટીવ બુ પોઈન્ટ’ ‘એ કર્તા છે. આમ પાછો “રીયલ વ્યુ પોઈન્ટ’થી અકર્તા છે. પણ “એને લેપ લાગવાનું કારણ એટલું જ છે કે બે દ્રષ્ટિથી જોતો નથી. એક જ દ્રષ્ટિ કરી નાખે છે કે “હું કર્તા જ છું.’ ભ્રાંતિ કરી નાખે છે કે હું જેમ છે તેમ કર્તા છું. અકર્તાપદ ભૂલી જાય છે. તે ‘હું કર્તા છું' એમ માને છે, એટલે લાગે છે. આ બન્ને વ્યુ પોઈન્ટથી જુએ એને લેપ લાગે નહીં. જેમ છે તેમ જુએ અને તેમ માને અને તેમ વર્તે તો લેપ લાગે નહીં. આ જગત આખું ‘હું કર્તા છું’ એક જ પદ માને છે, એ જ ભ્રાંતિ છે.
પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી. દાદાશ્રી : ના કરવા જેવું ય નથી રહેતું. પ્રશ્નકર્તા : ના કરવા જેવું તો કરતાં જ નથી.
દાદાશ્રી : અને કરવા જેવું ય નથી રહ્યું, ને ના કરવા જેવું ય નથી રહેતું.
પ્રશ્નકર્તા : તો શું કરવાનું ? દાદાશ્રી : જાણવા જેવું છે જગત ! પ્રશ્નકર્તા : જાણવું કઈ રીતે ? દાદાશ્રી : “અત્યારે શું બની રહ્યું છે? એ જોયા કરવાનું ને જાણ્યા