________________
આપ્તવાણી-૧૧
અશુભ કરો' એ બેઉ ભ્રાંતિ છે. એક સોનાની બેડી ને એક લોખંડની બેડી ! જ્યાં કંઈપણ કરવાનું છે ત્યાં સંસાર છે.
૩૭
દેહાધ્યાસ જાય ત્યાર પછી ‘હું શુદ્ધાત્મા છું’ બોલાય, દેહાધ્યાસ ના ગયો હોય ત્યાં બોલાય નહીં. દેહાધ્યાસ એટલે ‘હું ચંદુભાઈ છું.’ આ દેહ તે ‘હું છું’ અને કર્તા ‘હું છું’ આ ભાન એ દેહાધ્યાસ કહેવાય. એટલે એ સૂક્ષ્મજ્ઞાનને પામે નહિ એ લોકો. દેહાધ્યાસ છૂટે નહિ ત્યાં સુધી કર્તાપણું છૂટે નહિ. કર્તાપણું છૂટે નહિ ત્યાં સુધી ભોક્તાપણું છૂટે નહિ. સંસાર ચાલ્યા જ કરે.
‘જ્ઞાની પુરુષ' તો બહુ લખ્યું છે શાસ્ત્રમાં, સહુ સહુની સમજણ પ્રમાણે ગ્રહણ કરેને. કર્તાપદ ગયું નહીં, કર્તાભાવ ગયો નહીં, કર્તાપદનું ભાન ગયું નથી. હા, એટલે ભોક્તાપદનું ભાન છે. એટલે કષાય ઊભા રહ્યા છે. ભોક્તાપદનું ભાન ના હોય તો કષાય જતાં રહે.
શાસ્ત્રમાં લખ્યું છે કે ‘ક્રોધ ના કરો, લોભ ના કરો, હિંસા ના કરો, આમ ના કરો.' તે આ પાછા લોક કરવા જાય છે. ‘એ ય લોભ કરશો નહિ.’ અલ્યા, શાથી એવું કરે છે ? ત્યારે કહે, ‘મહીં શાસ્ત્રમાં લખ્યું છે તે.’ મેં કહ્યું, શાસ્ત્રમાં તો જ્ઞાન લખ્યું છે. જ્ઞાન કરવાનું ના હોય. આખું જગતે ય એ ભૂલ્યું છે. આ હું એકલો જ ફોડ પાડું છું કે જ્ઞાન કરવાનું ના હોય, જ્ઞાન સમજવાનું હોય. અને વર્તન તો એની મેળે જ આવે. તો આ તો જ્ઞાન પ્રમાણે જ કરવા જાય છે. મારી વાત સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા, જ્ઞાન સમજે એટલે વર્તનમાં આવી જ જાય.
દાદાશ્રી : તમારે છેલ્લે સ્ટેશને જવાનું હોય તો કરવાનું ના હોય કશું ય. તમારે બીજે સ્ટેશને જવું છે, વચલા સ્ટેશને જવું છે ને ?! કારણ કે જ્યાં કરવાનું હોય ત્યાં તો છેલ્લું સ્ટેશન હોય જ નહીં ને ! જ્યાં કરવાનું હોય ત્યાં ભ્રાંતિ વધતી જાય ઊલટી. કર્તાપણું એ જ ભ્રાંતિ છે. તો પછી । તો પાછું ઉમેરાયું કર્તાપણું કે ‘આ કરો ને તે કરો ને ફલાણું કરો ને આમ કરો.' કર્તાપદ એ ભ્રાંતિ, નહીં ?
૩૮
આપ્તવાણી-૧૧
જગત ભાષામાં ભાગ ભ્રાંતિતો !
આત્મા અને પુદ્ગલ બે જુદા હતા, નહીં ? ત્યારે કહે, જુદા જ હતા. પણ ‘આ મેં કર્યું’ કહે, એનો ભ્રાંતિરસ ઉત્પન્ન થયો ને તે બેની વચ્ચે સાંધામાં પડ્યો, એ એવો ચીકણો કે ઊખડે નહીં. ‘આ મેં કર્યું અને આ મારું’, એનો ભ્રાંતિરસ પડ્યા જ કરે, મહીં આખો દહાડો ય પડ્યા કરે, પછી શી રીતે ઊખડે તે !
પ્રશ્નકર્તા : તો કરવાનું ના હોય તો પાપ-પુણ્ય બંધાય જ નહીં ?
દાદાશ્રી : પાપ-પુણ્ય એ છે તે એક ભ્રાંતિજન્ય અહંકાર છે. પોતાનું સ્વરૂપ અહંકારથી વિમુક્ત છે. અનાદિથી મુક્ત છે પોતાનું સ્વરૂપ અને તે પોતાનું સ્વરૂપ પરમાત્મા જ છે, જો ભાન થાય તો. ના ભાન થાય તો જીવાત્મા છે. એનો એ જ જીવ છે તે શિવ છે, ફક્ત દ્રષ્ટિફેરથી છે આ બધું !
કોઈ માણસને આંખ આમ થઈ ગઈ હોય તો બે લાઈટ દેખાય. પછી આપણે કહીએ કે છેવટે આ બે લાઈટ નથી, એક જ છે !’ ત્યારે એક દેખાય.
પ્રશ્નકર્તા : તો બધા જીવને એક સાથે એક સરખી કેમ ભ્રાંતિ થાય
છે ?
દાદાશ્રી : ભ્રાંતિમાં જ છે જગત આખું. આખું જગત ક્રોધ-માનમાયા-લોભને આધીન છે, એટલે પ્રકૃતિવશ છે અગર તો કષાયોને વશ છે. પોતાના સ્વાધીન છે જ નહીં, ભગવાનને ય આધીન નથી.
પ્રશ્નકર્તા : ક્રિયા જો ભ્રાંતિ હોય, તો પાપ-પુણ્ય થયું કેવી રીતે અને પછી પાપ-પુણ્ય ભોગવે છે કઈ રીતે ?
દાદાશ્રી : ભ્રાંતિથી પાપ-પુણ્ય થાય છે અને ભ્રાંતિથી ભોગવે છે. પ્રશ્નકર્તા : ભ્રાંતિનો ભાગ કયો, જગત ભાષામાં ?