________________
આપ્તવાણી-૧૧
૩૫
પ્રશ્નકર્તા : અને એ બેમાં પાવરફુલ કઈ ?
દાદાશ્રી : આત્માની અનંત શક્તિ. વ્યવસ્થિત શક્તિ તો અમુક એનો જે એ હિસાબ હોય ત્યાં સુધી એ પતાવે, હિસાબની બહાર બીજે કશું કરી શકે નહીં.
પ્રશ્નકર્તા : આત્મા એના કાબૂમાં આવી જઈ શકે ને ? સ્વતંત્ર રહી ના શકેને ?
દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ બિલકુલ જડ શક્તિ છે. અને આત્મા એ ચેતન શક્તિ છે, બેઉ પોતપોતાની નિરાળી શક્તિઓ છે, એમાં કોઈ કોઈને લેવા-દેવા નથી. કશું જ નથી ભાંજગડ. આ જગતને ચલાવે છે જડ શક્તિ, વિસર્જન કરે છે જડ શક્તિ.
આ જગતને ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ચલાવે છે એ અમારી શોધખોળ છે આ. છેલ્લામાં છેલ્લી શોધખોળ ! આને કોઈ છેકો નહીં મારી શકે હવે ! અને ભગવાન ચલાવતો નથી. તમે ય ચલાવતા નથી. ભગવાન ચલાવે તો એમને કર્મ બંધાય. અને તમે ચલાવો છો એમ કહો છો તેની સાથે જ કર્મ બંધાય છે. કારણ કે તમે ચલાવતા નથી, ‘ઈટ હેપન્સ’ થઈ જ રહ્યું છે. થોડું ઘણું તમને અનુભવમાં આવેલું ‘ઈટ હેપન્સ’ ?
મહાભેદ છે ધર્મ અને વિજ્ઞાતમાં !
આ તો વિજ્ઞાન છે અને આ સંસારના બધા ધર્મ છે. ધર્મમાં વિજ્ઞાન હોય નહીં અને વિજ્ઞાનમાં ધર્મ ના હોય. ધર્મ શુભાશુભ હોય. આ ખોટું છોડો ને સારું કરો. ખોટું છોડો ને સારું કરો, પણ એ ધર્મ ! અધર્મને ધક્કા મારવા એનું નામ ધર્મ અને તે ધર્મ એટલે ભ્રાંતિ. સારું કરો તો ય ભ્રાંતિ. કર્તા પોતે થયો. ને જગતમાં કર્તા કોઈ છે નહીં. બધા કરો, કરો, કરો' કહે છે. તપ કરો, ધ્યાન કરો, યોગ કરો, બધું ક૨વાનું કહે છે. જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી ગૂંચવાડો છે, સંસાર છે.
હા, ‘ઈટ હેપન્સ’ જે સમજે તો સાચું, બાકી અક્ષરે ય સાચો નહીં
૩૬
આપ્તવાણી-૧૧
ને ખોટું ફાંફાં મારીએ !! બાકી બીજા બધા તો ‘કરો કરો’ કહે. અંગ્રેજોના શાસ્ત્રો ‘કરો, કરો’ કહે ! મુસ્લીમોના શાસ્ત્રો ‘કરો, કરો’ કહે, વેદાંતે ય ‘કરો, કરો’ કહે ને જૈનો ય ‘કરો, કરો’ કહે ! આ તો કોઈ જ્ઞાની એકલા જ હોય તે જ કહે, ‘આવું કરવાની જરુર નથી. કરી કરીને તો આ દશા થઈ તમારી !'
એટલે કંઈ પણ કરવાનું કહેવામાં આવે છે ત્યાં આગળ બંધનરહિત થવાનો માર્ગ જ નથી. આમ કરો કે તેમ કરો કે ફલાણું કરો. કરવાપણું એ જ ભ્રાંતિ છે. કરવાનું કહે છે, એ ભ્રાંતિને વધારનારું છે. અહંકાર ઓછો કરવાનો જે લોકો કહે છે, એ કંઈક સાચો માર્ગ છે. અહંકાર જેટલો ઓછો થાય એ રસ્તે કંઈક કરો, તો એ માર્ગ સાચો છે.
આ બધું રિલેટીવ છે અને રિલેટીવ એ બધું વિનાશી છે. એ જ્યાં કરવાનું કહે કે આમ કરો, તેમ કરો, ત્યાં આગળ મોક્ષમાર્ગ છે નહીં. જ્યાં કર્તાપણું નથી ત્યાં આગળ મોક્ષમાર્ગ છે. જેને મોક્ષ જોઈતો હોય તો આ કર્તાપણું ના જોઈએ અને કર્તાપણું હોય ત્યાં મોક્ષમાર્ગ નથી. એટલે જ્યાં કરવાપણાનો ઉપદેશ આપે છે કે ‘આવું કરો, આમ કરો, તેમ કરો, ફલાણું કરો' એવું કહે છે, ત્યારથી આપણે ના સમજીએ કે આ કરવાનું શીખવાડે છે. એટલે આપણે ત્યાં આગળ મોક્ષમાર્ગની વાત કોઈએ કરવી નહીં. મુક્તિની ય વાત કરવી નહીં.
શુભાશુભ ત્યાં લગી છે ભ્રાંતિ !
શુભ કરવું એ તો ભૌતિક સુખો જોઈતા હોય તો ખોટું નથી, પણ મોક્ષ જોઈતો હોય તો ખોટું છે. આ ક્યારે પાર આવે ? તારે જવું છે સ્ટેશને, ને તું પાછો ખેતીવાડી કરવા જઉં, અહીંથી ફોરેન જવાનું હોય અને ગામમાં ખેતરોમાં ખેતીવાડી કરી આવે, દાણા નાખી આવે તો ચાર મહિના તો રહેવું જ પડેને પાછું અહીં. એવું આમાં દાણા નાખ નાખ કર્યા કરે છે. પહેલાં નર્યું ઊંધાં-ચત્તાં કરતો હતો ત્યારે હવે કહે છે. ‘તમે શુભ કરો.' અલ્યા, અશુભમાંથી શુભમાં શું કામ ઘાલો છો ? અહીંથી ઉકેલ જ લાવી નાખોને ! કર્તાપદ જ ભ્રાંતિ છે, એ પછી ‘શુભ કરો કે