________________
આપ્તવાણી-૧૧
૩૩ કે આ તો કોઈક ભગવાનની સત્તામાં છે, મારા હાથમાં નથી. એથી આગળ જ્યારે વધુ ભાનમાં આવે ત્યારે તેને એમ લાગે કે આ બધું તો ભ્રાંતિસ્વરૂપ છે ! ભગવાનની ય સત્તામાં નથી અને મારી ય સત્તામાં નથી. પછી છેલ્લે જયારે સંપૂર્ણ ભાનમાં આવે ત્યારે “સંયોગો જ કર્તા છે', એવું ભાન થાય અને ત્યારે જ એને સંયોગોથી મુક્તિસુખ વર્તાય ! આમ ભાનમાં જ ફેરફાર થયા કરે છે. પ્રયોગી જો સંયોગોમાં સંયોગી થઈ ગયો, એકાકાર થઈ ગયો તો તે ભયંકર બેભાનપણું કહેવાય અને જ્યારે ‘સંયોગ જુદા અને હું જુદો’ એવું જો ભાન થાય ત્યારે મુક્તિ ચાખવા મળે.
પ્રશ્નકર્તા ઃ આ મુક્તિ, એ પણ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સને આધારે જ ને ?
દાદાશ્રી : હા. બધું જ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે જ. એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધાર વગર તો કોઈ ચીજ નથી. આ જન્મે ય એના આધારે, મરણે ય એના આધારે, આ શાદી ય એના આધારે, બધું એના આધારે છે. મુક્તિ એના આધારે છે.
એ મુક્તિ થવાની હોય તો મને ભેગા થાય. હું તો નિમિત્ત છું. તેથી અમે નિમિત્ત બોલીએને ! ત્યારે લોકો કહે છે, “આપ સાહેબ નિમિત્ત કહેવાઓ ?” મેં કહ્યું, “મારે મારી જાતને નિમિત્ત માનવાનું. પણ તમારે મને નિમિત્ત નહીં માનવાનું. તમે જો નિમિત્ત માનો તો તમને પરિણામ નહીં પામે. તમારે દાદા ભગવાનને સર્વસ્વ માનવાનું. શાથી ? કે આપણે તે રૂપ થવું છે.'
ભગવાન છે તો જ છે “વ્યવસ્થિત' !
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા, તે કારણ વગરનું કારણ જ ને. એ છે તો જ આ બધું ઊભું થયું છે. એ જો હાજર ના હોત તો ના થાત. ભગવાનની હાજરી ગઈ એટલે વ્યવસ્થિત શક્તિ ખલાસ થઈ જાય !
પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’નું કારણ શું ?
દાદાશ્રી : એવું છે ને, ભગવાન ખાસ કારણ છે, તેના કરતાં વ્યવસ્થિત’ પહેલું કારણ છે. એટલે કોઈને ય આપણે “કેમ કર્યું એવું કંઈ કહેવાય નહીં અને ભગવાન છે તો જ ‘વ્યવસ્થિત’ આવું થયેલું છે. ભગવાન ના હોત તો વ્યવસ્થિત જુદી જાતનું હોય.
પ્રશ્નકર્તા ઃ સર્જન જે કરે છે આ કુદરત બધું, એ કુદરતને ભગવાન કેમ ના કહી ?
દાદાશ્રી : આ વ્યવસ્થિતને જ ભગવાન કહે છે લોકો બધાં. અમે જેને વ્યવસ્થિત કહીએ છીએ, તેને એ લોકો ભગવાન કહે છે.
પ્રશ્નકર્તા : પણ, એમની સમજણમાં ને આપની સમજણમાં એક સામ્ય છે કે એ એમ કહે છે કે ભગવાન કરાવે છે, આપ કહો છો કે વ્યવસ્થિત કરાવે છે. એટલે એ ‘વ્યવસ્થિત'ને ભગવાન માને છે. એટલે એ દ્રષ્ટિએ તો એ લોકો સાચા છે ને ?
દાદાશ્રી : એ એવું વ્યવસ્થિતને ભગવાન માને છે પણ વ્યવસ્થિત શક્તિ એ ભગવાન છે નહીં. નહીં તો ત્યાં સુધી સાચા ભગવાન નહીં જડે. એ તો જીવતા ભગવાનને ભગવાન માને અને વ્યવસ્થિતને વ્યવસ્થિત માને તો ઉકેલ આવી જાય.
શક્તિ, જડ-ચેતન તણી ભિન્ન, નહિ એક !
બાકી ભગવાન ના હોત તો થાત જ નહીં. ભગવાનની હાજરી છે તો આ થાય છે.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે કહેવાય છે કે ઈશ્વર એ જ “કોઝલેસ કોઝ' છે, “કારણ વગરનું કારણ’ છે.
પ્રશ્નકર્તા : “આત્માની શક્તિ અને વ્યવસ્થિત શક્તિ’ બન્ને એક કે જુદી જુદી ?
દાદાશ્રી : ના. જુદી જુદી.