________________
આપ્તવાણી-૧૧
બનાવનાર નથી.
૩૧
પરપોટામાં પૂરે કોણ હવા ?!
ધોધ નીચે જજે. જ્યાં ધોધ પડે ને, ત્યાં પરપોટા જોજે. કોણે કર્યા ? પરપોટા થતા હશે ? કેવડા કેવડા થાય ?
તે ?
પ્રશ્નકર્તા : નાના થાય, મોટા થાય, મોટા-મોટા ય થાય.
દાદાશ્રી : અને ત્યાં પછી ડિઝાઈન સરખી કે એવી ?
પ્રશ્નકર્તા : હા. બધી અલગ અલગ ડિઝાઈન બધી.
દાદાશ્રી : ના, સાઈઝ અલગ અલગ. પણ એનો જે ગોળાકાર છે
પ્રશ્નકર્તા : હા, ગોળાકાર સરખો જ આવે બધામાં,
દાદાશ્રી : સરખો ને ! આ મિકેનિકલવાળાની જરા કંઈક ભૂલ હોય, પણ એમાં ભૂલ ના હોય. તમને સમજ પડીને ? તે આ પરપોટા ઊભા થાય છે બધા. આ તો હું જોઈને કહું છું. ધોધ કેવી રીતે પડે છે ? ને કેવી રીતે પરપોટા ઊભા થાય છે ? કોઈએ બનાવવાં પડે ? એટલે એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, એવું આ જગત છે. મેઘધનુષ્યતો રંગતારો કોણ ?
એવિડન્સ ભેગો થયો કે આમ દેખાયું, અહીં મેઘધનુષ્ય દેખાય પાછું, હે ય સાત રંગવાળું. દેખાય કે ના દેખાય ? ઘડી પહેલાં કશું ના દેખાતું હોય. સાત રંગ કોણે પૂર્યા ? અને કેમ પાંચ મિનિટ પહેલાં નહોતાં દેખાતા ને હમણે દેખાયા ? એમાંથી થોડું વાદળ ઓછું થયું એવું તેવું બધું એનું પ્રમાણ આવીને ઊભું રહ્યું કે તરત જ એ મેઘધનુષ્ય થયું. એનું નામ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ.
પ્રશ્નકર્તા : ઈટ ઈઝ એ ડિસ્કવરી ઓફ વન્ડરફૂલ નેચર !
૩૨
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : હા, એટલે આ વિજ્ઞાન છે માટે આ બધું ખુલ્લું કર્યું છે. યાત્રા બીજમાંથી ફળ સુધી !
આપણે બીજ પાડ્યું, તે પથ્થર ઉપર પાડ્યું હોય તો ? પ્રશ્નકર્તા : નહીં ઊગે.
દાદાશ્રી : હવે બીજમાં નહીં ઊગવાનો ગુણ, તેથી પથ્થર ઉપર પડ્યું. અને જો ઊગવાનો ગુણ તો છે, પણ જે નાનું થઈને કરમાઈ જવાનું હોય, તો એવી માટીમાં પડે. ઊગીને મોટું થવાનું હોય તો એવી માટીમાં પડે. કેવી માટીમાં પડ્યું છે, એના ઉપરથી આપણે જોઈ શકીએ, કે આનું શું પરિણામ આવશે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ આ બહાર જે દેખાય છે, એ સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અને સાયન્ટિફિક એટલે અંદર પણ લાવેલો છે એ.
બીજને પાણી મળે, સારી માટી મળે, સારી આવી જગ્યામાં પડ્યું, જો બીજમાં સારું થવાનું હોય, તો સારી જગ્યાએ પડે. વરસાદ જરૂરિયાત જેટલો પડે. નહીં તો વરસાદ ઝાપટેબંધ પડી જાય, એ મહીં મજા ના આવે, ઓછું પડી જાય તો ના ચાલે. સૂર્યનો તાપ પણ પ્રમાણસર જોઈએ. એટલે બહારના સંજોગો પણ ભેગા થાય. એને સંસ્કાર કહેવાય. અંદર તો લઈને આવ્યો છે, પણ બહારના સંજોગો ભેગા થાય એને આપણાં લોક સંસ્કાર કહે છે. એ સંસ્કાર ના હોય તો થાય નહીં. પ્રયોગ, પ્રયોગી તે પ્રયોગશાળા !
એક લેબોરેટરીમાં બેઠેલો સાયન્ટિસ્ટ પ્રયોગનાં બધાં જ સાધનો લઈને બેઠો હોય અને ક્યાંક પ્રયોગ કરતાં અચાનક એકાદ વાસણમાંથી ગેસ છૂટી જાય, ને પેલો માણસ મહીં ગૂંગળાવા માંડે અને બેભાન થઈ જાય. ત્યારે એ બધું જ ભૂલી જાય, સંપૂર્ણ ભાન ગુમાવે. પણ પછી જેમ જેમ એ ભાનમાં આવતો જાય તેમ તેમ તેનો પ્રકાશ વધે અને તેને વધારે ને વધારે સમજાતું જાય. શરૂઆતમાં એમ સમજાય કે આ બધું મારા જ હાથમાં છે, મારી જ સત્તામાં છે. પછી ભાન વધતું જાય તેમ સમજાય