________________
આપ્તવાણી-૧૧
૨૯ આપણને ખબર ના પડે બુદ્ધિથી, કે કયા કયા સંયોગ ભેગા થાય. સંયોગી પૂરાવા એક નહીં, અનેક સંયોગો બધા ભેગા થઈને આ કાર્ય થાય છે.
ધીસ ઈઝ બટ નેચરલ. આ કોર્ટમાં, સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હોય છે જ, પણ સાયન્ટિફિક નથી હોતાં. ત્યાં તો આંખે દેખ્યાં એવાં, આંખે જોયાં, દેખ્યાં જોઈએ. અને આ આંખે ના દેખાય એવાં, વૈજ્ઞાનિક સંયોગો. જેમ 2H (બે હાઈડ્રોજન) અને (એક ઓક્સિજન) ભેગાં થઈ જાય છે ને પાણી થઈ જાય છે. એ વૈજ્ઞાનિક સંયોગથી થયું. એવું આ વૈજ્ઞાનિક સંયોગ છે આ બધાં.
પ્રશ્નકર્તા : અંતે તો સંયોગીક પુરાવા ઉપર જ આવીને વસ્તુ ?
દાદાશ્રી : પુરાવા કેવા પાછા તે ? સાયન્ટિફિક, વૈજ્ઞાનિક. કોર્ટમાં થાય છે એ સંયોગી પુરાવા એવા નહીં. આ વૈજ્ઞાનિક છે, અંડરગ્રાઉન્ડ. એટલે આપણને ખબર ના પડે.
શેના આધારે થયો સંયોગ ?!
આપ્તવાણી-૧૧ નીકળે. તમને એમ લાગે કે હું એમને ત્યાં ગયો. મને એમ લાગે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સે ભેગા થયા.
પ્રશ્નકર્તા : હું એમ માનું છું કે મળવાનું હશે એ નક્કી હશે એટલે મળાયું.
દાદાશ્રી : એ બરોબર છે. પણ કોણે આ ભેગાં કરી આપ્યા ? તમે અહીં આવો ને હું આમ ગયો હોઉં, એક મિનિટ જ પહેલાં. તમે ગમે એટલાં માથાકૂટો તો ય હું ભેગો ના થાઉં.
પ્રશ્નકર્તા : મેં મુંબઈમાં બહુ પ્રયત્ન કર્યો.
દાદાશ્રી : હા, એવિડન્સ છે, એ જે કેટલાંય સંજોગો ભેગા થાય છે ત્યારે તમે ને હું, બે ભેગા થઈએ. ટાઈમીંગ-બાઈમીંગ બધું, સ્થળક્ષેત્ર બધા ભેગા થાય ત્યારે વાતચીત નીકળે, એમાં ઇશ્વરને કશું કરવું નથી પડ્યું. ઇશ્વર તો જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી અને તમારે ય કશું કરવાનું નથી. તમે તો ડીસ્ચાર્જ સ્વરૂપ છો.
આ તમે ને હું ભેગાં થયાં, એ શેના આધારે છે તે નથી જાણતો. તેથી અહંકારથી માણસ એમ બોલે કે ‘હું ભેગો થયો’ ને પેલો કહેશે, ‘હું ભેગો થયો.” એ આખાં બધા એવિડન્સ દબાઈ જાય છે. શા આધારે તમે મને ભેગા થયા એ આધાર બધો સમજણ ના પડી, ઈગોઈઝમને લઈને ! અને અહંકાર સિવાય તપાસ કરવા જાય તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એટલે બધાં સંયોગો. એ દેખવામાં ય ના આવે, એવા સંજોગો ભેગા થાય ને આ કામ થાય. - ટૂંકમાં, વ્યવસ્થિતનો ભાવાર્થ શું કહે છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ! આ તમે જે જગ્યાએ બેઠાં છોને, એ કોઈ કારણ હશે ત્યારે જ આ જગ્યા મળી છે તમને ! આ જગ્યા, આ ટાઈમીંગ, મારું ભેગું થવું, આ બધાનું ભેગું થવું, આ વાત નીકળવી, બીજા સોએક કારણો ભેગા થાય ત્યારે આ કાર્ય થાય છે. શી રીતે બધું ચાલે છે, એ વિજ્ઞાન જગતને આપવાનું છે. સાયન્ટિસ્ટો એટલે સુધી સમજયા છે કે ભગવાન
તમે અહીં આવ્યા હશો કે કોઈ તેડી લાવ્યું અહીં ? પ્રશ્નકર્તા: આવવાની ઈચ્છા હતી તે આ ભાઈની જોડે અવાયું !
દાદાશ્રી : હમણે ઘડી પહેલાં તમે જાણતા હતા કે અહીં આગળ આપણે બધાં બેસીશું ને આવી રીતે વાતો કરીશું. તમે આ જગ્યાએ બેસશો, એવી ખબર હતી ? ત્યારે મને કંઈ ખબર હતી ? આ શેનાં આધારે ? શા આધારે તમે મને ભેગા થયા ? એનો આધાર પુરાવા જોઈએ કે ના જોઈએ ?!
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ત્યારે કેટલાં સંજોગ આ સાબુત તમને દેખાય એવા છે? કોણે ભેગા કર્યા એ ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ! તમને જેટલા દેખાય છે એટલા સ્થળ દેખાય છે. બીજા સૂક્ષ્મ બધાં બહુ એવિડન્સ હોય છે. અને આ સ્પેસ, ટાઈમ, આ બધું ભેગું થાય ત્યારે આ વાતચીત