________________
આપ્તવાણી-૧૧
૨૭
અહીં લાકડાં ના હોયને તો આપણને બૂમ પાડે, ખીચડી તો બધી મૂકી દીધી, પણ લાકડાં નથી. હવે શી રીતે કરશો ? તે તમે કરતાં હતાં ને ? કરી આપો ને ! એક દહાડો લાકડાં વગર નહીં કરી આપો ? તે
કહે કે ‘ના થાય.’ તો ત્યારે મેં કહ્યું, “તમે શું કર્યું ?” એટલે આ ભ્રામક ભાવથી બધું આ જગતનો કર્તાભાવ છે. એની મેળે જ સંજોગો બાઝે છે ને ત્યારે થાય છે. ત્યારે પાછો કહે છે, ‘મેં કર્યું ને’, નહીં તો કહેશે ‘ભગવાન જ કરે છે ને !’ ત્યારે કહે, ‘ના, ખરેખર તો પોતે ય કર્તા નથી ને ભગવાને ય કર્તા નથી. સાયન્ટિફિક સરકમટેન્શિયલ એવિડન્સ કરે છે.’ સંજોગો, હાથ-પગનો સંજોગ, દાળ-ચોખાનો સંજોગ, ચૂલાનો સંજોગ, આપણો ભાવ સંજોગ, બધા સંજોગ ભેગા થઈને કાર્ય કરે છે, એવું આપણે કહેવા માંગીએ છીએ. સંજોગો કરે છે, એને જ અમે વ્યવસ્થિત કહીએ છીએ.
આ તો ‘વ્યવસ્થિત’ ઉઠાડે છે અને ‘વ્યવસ્થિત’ સુવાડે છે. બધું ‘વ્યવસ્થિત’ જ કરાવે છે. પણ આ પોતાને સમજાતું નથી. બધાં સંજોગો ભેગાં થાય ત્યારે ખીચડી થાય. આમા ચૂલો એમ ના કહે કે ‘મેં કરી’, તપેલું એમ ના કહે કે ‘મેં કરી’, પણ આ મનુષ્ય એકલો જ બોલી ઊઠે કે ‘મેં કરી’. કારણ કે બીજી બધી વસ્તુઓમાં અહંકાર નહીંને ? અને આ મનુષ્ય એકલામાં જ અહંકાર, એટલે માની બેસે કે મેં જ કરી ! મેં કરી થયું કે પોતે કર્તા થઈ ગયો. અને કર્તા થયો તેનું તેને નિયમથી જ ભોક્તા થવું પડે. અને જ્યાં સાચું જ્ઞાન હાજર થાય કે આ તો બધાં જ સંજોગો ભેગા થવાથી ખીચડી બની, મેં એકલાએ જ નથી કરી, તો તે કર્તા નથી થતો ને તેનું પછી ભોક્તાપણું પણ તેને આવતું નથી.
આક્ષેપો ભગવાત પર ...
આ તો પુણ્યના આધારે પોતાના ધાર્યા પ્રમાણે થાય ત્યારે ‘મેં કર્યું’ કહે. લાખ રૂપિયા કમાય તો કહેશે, ‘હું કમાયો’ ને ખોટ જાય ત્યારે ભગવાને ઘાલી કહે ! નહિ તો કહે કે “મારા ગ્રહો રાશી છે.’ એ બધું ખોટું છે. પોતાને નુકસાન થયું કે ભગવાનનું નામ દે. આ તો ભગવાનની પર આરોપ કહેવાય છે. ‘ક્યા આધારે આ બધું જગત ચાલી રહ્યું છે'
૮
આપ્તવાણી-૧૧
એ સમજ ના પડી, તેથી લોકોએ ભગવાનના માથે ઘાલ્યું ! ભગવાને સંસારમાં હાથ ઘાલ્યો જ નથી. આ તો નથી હાથ ઘાલ્યો તો ય આટલાં બધા આરોપ લોકોએ એનાં પર આપ્યા છે. તો હાથ ઘાલ્યો હોત તો શું નું શું બોલત એનાં માટે ? પણ ભગવાને બિલકુલ હાથ જ નથી ઘાલ્યો. તો ય પણ આ લોકો ફાવે એવું બોલે છે.
જગત ચાલે,
સાયંન્ટિફિક સરક્મટેન્શિયલ એવિડન્સથી !
પ્રશ્નકર્તા : આપણે આ જગતને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એવું કહીએ છીએ, તો એમાં ‘સાયન્ટિફિક' એટલે તો કોઝ એન્ડ ઈફેકટ એમાં આવે. પણ ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' એ પૂરું હજુ બરાબર સમજાતું નથી.
દાદાશ્રી : આ જેમ આ વકીલો શું કહે છે કે આંખે દેખ્યો
એવિડન્સ. આંખે દેખાય એવા એવિડન્સ કહે છે. નહીં કહેતાં ? આઈ વિટનેસ' કહે છે ને ? તે શેનો પુરાવો કાઢે છે ?
પ્રશ્નકર્તા : જે જોયું હોય તેનો.
દાદાશ્રી : આ જોયું હોય તેનો આ બધો પુરાવો કાઢે છે જોયા ઉપરથી, શું શું જોયું હતું, કેવી રીતે જોયું હતું, એ આંખે દેખાતાં પુરાવા. અને આ આંખે ના દેખાય એવા પુરાવા એટલે સાયન્ટિફિક, વૈજ્ઞાનિક. એમાં પૂર્વભવે જે કરેલો ભાવ તે સંયોગ, બીજા જોડે કેટલાંય સંયોગ ભેગાં થયાં, ટાઈમ-સ્પેસ બધું ય, અત્યારે જે બેઠાં છોને એ સ્પેસ પણ નક્કી હોય ત્યારે આ વાતચીત થાય, નહીં તો થાય નહીં. કોઈ કહેશે કે હું અમુક ટાઈમે આમ કરીશ. એ કશું ચાલે નહીં. એટલે ટાઈમ, સ્પેસ, બીજા ગયા અવતારના ભાવ, મારો સંજોગ, બીજા બધાં કેટલાં સંજોગો ભેગાં થાય ત્યારે આ કાર્ય થયું !
એટલે આ જગત વૈજ્ઞાનિક સંયોગથી જ ચાલ્યા કરે છે. જેમ આંખે દેખ્યા એવિડન્સ કહે છે, એવું આ વૈજ્ઞાનિક, ગુહ્ય સંજોગો જે છતાં થાય,