________________
આપ્તવાણી-૧૧
ઘાલતા જ નથી. ‘પોતે કર્તા છે એ માનવાથી જગત ઊભું રહ્યું છે. ને ‘ર્તા કોણ છે', એ જાણે તો છૂટે. ભગવાન કર્તા નથી ને લોકો ય કર્તા નથી. કર્તા તો બીજી શક્તિ છે જે કામ કરી રહી છે.
વિજ્ઞાન સમજે તો ઉકેલ !
૨૬
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : એ જ વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ એટલે બીજા જે સંજોગોની જરૂર છે, એ સંજોગો બધા ભેગા થઈને બધું થઈ રહ્યું છે.
કેવી રીતે બન્યું દહીં ?!
પ્રશ્નકર્તા : પછી આ કઈ શક્તિથી જગત ચાલે છે ?
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સંયોગીક પુરાવાઓ ભેગા થઈને કાર્ય થાય છે. નહીં તો કાર્ય થાય નહીં. એ સંજોગો ભેગા કરનારી એક શક્તિ છે જે વ્યવસ્થિત નામની શક્તિ છે. એ બધાં સંયોગો ભેગા કરી આપે.
પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત શક્તિ એ ભગવાનની શક્તિ છે ?
દાદાશ્રી : ના, ના. વ્યવસ્થિત શક્તિ ભગવાનની શક્તિ હોય તો તો ભગવાન જ કહેવાય ને ? એ ભગવાનની શક્તિ ન્હોય. ભગવાને ય એ શક્તિના તાબામાં ને ! જો કૃષ્ણ ભગવાનને તીર વાગ્યું તે કેટલી બધી પાણીની તૃષા છૂટી, પણ પાણી આવતાં પહેલાં દેહ છૂટી ગયો.
પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત ઉપર કોઈનો ય કાબૂ નહીં ?
દાદાશ્રી : કોઈનો ય કાબૂ નહીં. આ તો બધા જે કાબૂ બોલે છે તે એ તો લોકોને ભમાવે છે. “હમ ઐસા કર દેગે ને ઐસા કર દેગે” એ તો લોકોને ભમાવવાની વાતો છે. તે લોકો ય બિચારા બાળા-ભોળા છે
દહીં બનાવવા માટે શું શું કામ કરવું પડતું હશે ? તપાસ નથી કરી, નહીં ? આ જે દૂધ ઉભું કરીને આપણે એમાં ચમચો દહીં નાખીને હલાવી અને પછી સૂઈ ગયાં તો પછી દહીંને શું શું કામ કરવું પડતું હશે? ને દૂધને શું શું કામ કરવું પડતું હશે ? એ બન્નેને શું કામ કરવું પડતું હશે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કહેવાય છે. તેમાં દૂધને કંઈ કરવું પડ્યું નથી, દહીંને કશું કરવું પડ્યું નથી. અને અક્કલવાળો તો બાર વાગે ઊઠે ને, તે જોવા જાય કે દહીં જામ્યું હશે કે નહીં ? હલાવે તે સવારમાં ડખો પીવે. અક્કલવાળો જોવા જાય કે નહીં ? અરે, ભઈ સૂઈ જાને, જ્ઞાની પુરુષ કહે છે. તારે ફક્ત દૂધ ગરમ કરી અને પદ્ધતિસર દહીં નાખી અને પછી હલાવીને પછી સૂઈ જવાનું. તે જ આ વ્યવસ્થિત શક્તિ .
પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત શક્તિ અને આત્માનો ભ્રામક કર્તાભાવ” એ સમજાવો.
દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિએ કશું કરવાનું ના હોય. એની મેળે બધા સંજોગો ભેગા થઈ જાય. જેમ આ ખીચડી કરતી વખતે કેટલા સંજોગો ભેગા થાય છે ? લાકડા સળગાવ્યા પછી લાકડી ઓલવાઈ જાય, તો ચાલે ?
પ્રશ્નકર્તા : ના ચાલે.
દાદાશ્રી : ખીચડી પૂરી થતાં સુધી બધું જ જોઈએને ? એ બધા સંજોગો રહે, ત્યાર પછી બેન કહે, “હેંડો જમવા ઊઠો, મેં ખીચડી બનાવી દીધી.” ઓહોહો ! એમ કહે કે ‘બનાવી દીધી ?!' લાકડાએ બનાવી, પાણીએ બનાવી, દાળ-ચોખાએ બનાવી કે કોણે બનાવી ? એ કહેતાં નથી ને ‘મેં જ બનાવી’ કહે છે, તે આ ભ્રામક ભાવ છે.
તે ફસાય છે.
પ્રશ્નકર્તા : દાદા, તમે જે કહો છો વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, “એ કેવી રીતે ચલાવે છે” એ સમજાવો.
દાદાશ્રી : આપણે આ દૂધ હોય ને, તે મણ દૂધ હોય, એની મહીં આટલું દહીં આપણે નાનું, સારું દહીં. પછી હલાવી અને પછી મૂકી દઈએ. પછી કઈ શક્તિ એને દહીં બનાવતી હશે ?!
પ્રશ્નકર્તા : કુદરત.