________________
આપ્તવાણી-૧૧
મોક્ષે જ ના જઈ શકે !
ને ?
૨૩
પ્રશ્નકર્તા : ‘કોમ્પ્લેક્ષ’ થઈ જાય તો બીજા અટકાવી શકે એવું થયું
દાદાશ્રી : કોમ્પ્લેક્ષ થઈ જાય તો બીજાની ડખલ છે, એમ કહેવાય. પણ કોઈની ડખલ નથી. આ વર્લ્ડમાં કોઈની ડખલ થઈ જાય છે તે તમે ડખો કરેલો છે તેથી. નહીં તો તમે ડખો ના કરો તો ડખલ નથી, સ્વતંત્ર છો બિલકુલ.
મોક્ષ અને ઉપરી છે વિરોધાભાસ !
આપણે બધા મોટા પુરુષોને ભેગા કરીએ અને એમને કહીએ કે કર્તા અને મોક્ષ બે વિરોધાભાસ છે, ખરું કે નહીં ? તો કેટલાકને સમજાય કે ના સમજાય ? ‘આનો ઈશ્વર કર્તા છે અને મોક્ષ છે', એમ બોલવું જોખમ છે. કારણ કે કર્તા એ કાયમને માટે ઉપરી જ રહે અને ઉપરી થાય તો આપણો મોક્ષ હોય નહીં. આપણે એનો ગુણ ક્યારેય ભૂલાય
નહીં.
‘મોક્ષ અને ભગવાન આ જગતનો કર્તા' એ બે વિરોધાભાસ છે, સંપૂર્ણ વિરોધાભાસ છે.
એ છે મહાગુતો !
બીજી શક્તિના આધીન ચાલે છે આ બધું, ઈશ્વરે ય નથી કર્તા, નથી તમે આના કર્તા. ‘આના કર્તા તમે છો’ એવું માનો છો, તે જ છે તે બીજ છે આવતા ભવનું. સમજવું જ પડશેને એક દા’ડો ? જે પોતાનો ગુનો ઈશ્વર પર નહિ નાખી દેતાં પોતાના ઉપર લેશે તેને કુદરત માફ કરશે. ભગવાન કે જે કંઈ જ કરતાં નથી, તેને ભગવાન કરે છે, તેમ કહેનારને બહુ મોટી જોખમદારી છે !
પ્રશ્નકર્તા : એ બરોબર છે, પણ કુતૂહલ છે, પ્રશ્ન થયાં કરે. આ બધું સર્જનાર કોણ ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : હકીકતમાં છે જ નહીં ત્યાં, એને માટે આખી રાત જાગીએ, ભૂતનો વહેમ પડે તો આખી રાત ઊંઘ ના આવે.
પ્રશ્નકર્તા : આ બધું નજર સામે દેખાય છેને ?
દાદાશ્રી : એ તો નજર સામે દેખાય. પણ આટલી જ માંણ મારવાની દવા હોય ને એ પી ગયો, તો પછી એની શું અસર થાય ? પ્રશ્નકર્તા : મરી જાય.
૨૪
દાદાશ્રી : ભગવાનને કંઈ મારવા આવવું પડે છે ? તો ભગવાનને મારવા આવવું નથી પડતું, તો ભગવાનને જન્મ આપવા ય આવવું નથી પડતું. જો ભગવાન હોત તો બન્ને બાજુ સાચવત, ભગવાને જો જન્મ આપ્યો હોત ને તો મારવા ય આવત.
પ્રશ્નકર્તા : ભગવાન ‘એ કરે છે’ એવું હું નથી કહેતો. પણ સર્જનાર
કોણ ?
દાદાશ્રી : નો બડી (કોઈ નહીં). તમે પોતે જ છો, જે છો તે. કોઈ છે જ નહીં. તમારી જવાબદારી તમારી ઉપર છે. વિજ્ઞાન જાણો ને છૂટા થઈ જાવ. તમે વિજ્ઞાન જાણો તો તમે પરમાત્મા છો અને વિજ્ઞાન નહીં જાણો તો તમે રાત-દહાડો, જાતજાતનાં અવતારમાં ભટક, ભટક, ભટક કરશો. અનંત જાતની અવસ્થાઓ ઉત્પન્ન થશે, ઈગોઈઝમથી.
પ્રશ્નકર્તા : સવાલ છે કે એ વિજ્ઞાનને કોઈ ચલાવનાર હશે ને ? દાદાશ્રી : ના, વિજ્ઞાન એટલે શું ? “બે વસ્તુ ભેગી થઈને એનું રૂપાંતર થવું’ એ વિજ્ઞાન.
પ્રશ્નકર્તા : એ સાયન્સ પહેલાં ક્યાં હતું ? સાયન્સ તો અત્યારે આવ્યું.
દાદાશ્રી : ના, પહેલેથી સાયન્સ જ છે; આ જગત જ સાયન્સ છે. ભગવાન આ સાયન્સમાં જ રહ્યા છે. ભગવાન સાયન્સને જોયા જ કરે છે કે આ કેવી રીતે સાયન્સનો પ્રયોગ થઈ રહ્યો છે. ભગવાન આમાં હાથ