________________
આપ્તવાણી-૧૧
૨૧
એ તો દરેક જીવમાં બેઠાં બેઠાં સંપૂર્ણ પ્રકાશ આપે છે. ‘તારે જે કરવું હોય તે કર. આ પ્રકાશ તને મારો ! ચોરી કરવી હોય તો ચોરી કરજે, અને તેની જવાબદારી તારી છે, જવાબદારી મારી નહિ. અને દાન કરું છું તેની જવાબદારી તારી, ફક્ત અમારો પ્રકાશ છે.’ ત્યારે ચોર શું કરે છે ? સાહેબ, પેલા પોલીસવાળાને પ્રકાશ ના આપશો.' ત્યારે ભગવાન કહે, ‘ના, અમારે એને ય પ્રકાશ આપવાનો અને તને ય પ્રકાશ આપવાનો.’ ભગવાન પ્રકાશ જ આપે છે. બીજું કશું આપતા નથી અને વગર કામના ભગવાનને ફજેત કર્યા આ લોકોએ !
અને જો તારે ભગવાન થવું હોય તો તું તારો અહંકાર છોડી દે. તો હું ને તું એક જ છીએ. આપણે જુદા જ નથી.’ ‘હું ચંદુભાઈ છું.’ એ ભાન તૂટી જાય, તો તો તમે પોતે જ ભગવાનની મહીં એક થઈ જાવ.
આ ભગવાનના પ્રકાશથી જ બધું ચાલ્યા કરે છે. ચોર ચોરી કરે છે તે ય વ્યાજબી કરે છે, દાનેશ્વરી દાન આપે છે તે ય વ્યાજબી કરે છે. ભગવાનને ત્યાં ગુનો નથી. અહીં લૌકિકમાં બધું ગુનો છે. અલૌકિકમાં ગુનો નથી. ચોર ચોરી કરે છે, તે ભગવાનની દ્રષ્ટિમાં ખોટું નથી. સમાજની દ્રષ્ટિમાં ખોટું છે. ભગવાનને ત્યાં તો ચોરી, ના-ચોરી કશું ય નથી. એ ય અજ્ઞાન જ છે. શાહુકારી કરતો હોય કે ચોરી કરતો હોય, પણ અજ્ઞાન એટલે અજ્ઞાન, અંધારું એટલે અંધારું. એ અંધારાના ગમે તેટલા ટુકડા કરીએ તો ય અજવાળારૂપ ના આવે એકું ય. એવું અજ્ઞાનના ટુકડા કરીએ તો તેમાં એકું ય અજવાળારૂપ આવે ખરું ? બધું અંધારું જ છે આ !
ગુતા વિતા તથી દંડ !
કોઈ કોઈનું બગાડી શકે એવી શક્તિ જ કોઈનામાં નથી, કોઈ એવો જન્મ્યો જ નથી. અને લોકો શું માને છે ? આ જ મારું બધું બગાડી રહ્યો છે. કોઈનામાં એવી શક્તિ જ નથી, તો પછી બગાડે શી રીતે ?
અને કો'ક બગાડે તો તો પછી આ જગત બીલકુલ કોમ્પ્લેક્ષ થઈ ગયું
કહેવાય. તો એક પણ માણસ અહીંથી મોક્ષે જઈ શકે જ નહીં. માટે કોઈ
૨૨
આપ્તવાણી-૧૧
પણ માણસ તમને દુઃખ દઈ શકે એમ છે જ નહીં. એની શક્તિ બહારની વાત છે.
ફક્ત નિયમ એવો હોય છે કે તમે અમુક ગુનો, ૩૧૮ કલમનો ગુનો કર્યો. ત્યારે કેટલાક એવા ભાવવાળા હોય છે કે બસ, આપણે ચોરી કરીને જ ખાવું છે. હવે બીજી માથાકૂટ મહેનત-બહેનત નથી કરવી, આ સરસ ધંધો છે’, એવી એને શ્રધ્ધા બેઠી. શ્રદ્ધા શેના આધારે બેઠી ? ત્યારે કહે છે, “એનો વ્યુ પોઈન્ટ આવ્યો છે.’ વ્યુ પોઈન્ટથી ભેગું થાય છે. વ્યુ પોઈન્ટ એટલે એને એમ જ લાગે છે કે ‘આ જ મારું શ્રેય છે આમાં. ચોરી કરીશ નહીં તો આપણા બધાં કુટુંબનું પૂરું કેવી રીતે થશે ?” હવે કહે છે શું ? આપણે એને પૂછીએ કે ‘ભઈ, આમ શું કરવા કરે છે ?” ત્યારે કહે, ‘મને ભગવાન પ્રેરણા કરે છે.’ પણ ભગવાન આમાં હાથ ઘાલતાં નથી. પેલાનું ‘વ્યુ પોઈન્ટ’ આવેલું છે. એનાં દ્રષ્ટિબિંદુમાં ‘સુખ આમાં છે' એવું બેઠું છે.
એટલે પેલાએ ચોરી કરવાનો બીઝનેસ જે નક્કી કર્યો છે અને તમને ૩૧૮ની કલમ લાગુ થાય, એવી ભૂલ થયેલી છે તમારે, તો તમારો પેલા ચોરની મારફત બધો દંડ થવો જોઈએ. હાસ્તોને, તમારો ગુનો ભગવાન જાતે આવીને નિકાલ કરી આપે ? ના. કોણે આ બીઝનેસ નક્કી કર્યો છે, ત્યાં જ જઈને તમને પકડાવવા જોઈએ. અને જો તમારે કલમ નથી, તો કોઈ કાપનાર નથી ! એ ગુનાની કલમ ના હોય તો એવું આખું મુંબઈ થયું હોય, તો તમને શું લાગમાં લે ? અને કલમ હોય તો આખા મુંબઈમાં એક જ પેલો હોય તો ય તમારે ભાગે આવી જાય. એટલે આ લોકો જે બધું કરે છે, એ એમને ‘વ્યુ પોઈન્ટ’ આવ્યું છે, એ પ્રમાણે ‘ડીસીઝન’ કર્યું છે કે ‘આપણે આમ જ કરવું છે.’ અને લોકોની કલમો ભેગી થઈ જાય. હિસાબ ભેગા કરી આપે છે, ટાઈમ-બાઈમ બધું સાથે. પાછું આડે દાડે ના કરી આપે, દશ-પંદર રૂપિયા હોય તે દા'ડે. પણ પીસ્તાળીસો ને એક હોય તે દા'ડે જ ભેગું કરી આપે ને તે જ ગજવું પેલાને દેખાડે કે ‘પેલું હં, કલમ પૂરી કરવાની છે.'
જગત એવું, સાવ ‘કોમ્પલેક્ષ’ થઈ જાય તો પછી થઈ રહ્યું ને, કોઈ