________________
આપ્તવાણી-૧૧
હાજરીથી જ આ બધું ચાલ્યા કરે છે.
૧૯
ભગવાને આ જગત ચલાવવામાં કશું જ કર્યું નથી. એ તો ખાલી
નિમિત્ત છે. એમની ખાલી હાજરી જ છે. ભગવાનની હાજરીને લઈને
આ સાયન્સ બધું ચાલી રહ્યું છે ! એ છે તો આ બધું છે. એ ના હોય તો આ બધું બંધ થઈ જાય, એમની હાજરીથી ચાલે છે. બહાર જે ચલાવે છે, તે બુદ્ધિ ત્યાં કામ કરે એવી નથી. જ્ઞાનીનું જ્ઞાન જ કામ કરે એવું છે. બુદ્ધિ ત્યાં આગળ બહેરી થઈ જાય છે અને શંકા ઉપજાવે છે લોકોને.
આ ઉપર કોઈ બાપો ય નથી, એમ કહેવાનો ભાવાર્થ શું છે, કે વાસ્તવિકતા જાણવી હોય તો આમ ઉપર નથી. નહીં તો આ લોકોએ કહ્યું છે, ઉપર બાપો છે. પણ કોઈ બાપોય ઉપર નથી એ હું જોઈ આવ્યો, જાતે જોઈ આવેલો અને હોત તો મને ઉઠાડી લેતને હમણે એ. ‘જો મારું ખેદાન-મેદાન કરવા નીકળ્યો છે’, ઉઠાવી લે કે ના ઉઠાવી લે ? કોઈ બાપો ય નથી, બધું જોઈને બોલું છું આ, તમારો ભય છોડવા માટે. ઉપર બાપો તો શેના માટે ઘાલ્યો છે, કે અજ્ઞાન જીવોને ભડક ઘાલવા માટે બાપો મેલ્યો છે.
ભગવાનને આવું કહેવાથી, ભગવાનને કર્તા માનવાથી શું થયું કે ‘ભગવાન શું છે ?’ એ સમજ્યા નહીં, એનો લાભ ના મળ્યો આ લોકોને. ‘ભગવાન અકર્તા છે અને પોતાની પાસે જ છે', એ લાભ એમણે ખોઈ નાખ્યો. આ તેથી અમે ભાર મૂકીએ છીએ કે ‘ના, એવું નથી. તું સીધો ચાલ.’ પેલું કર્તાપદમાં જ બધું ઐશ્વર્ય એમનું પેસી ગયું. જે માન્યું કર્તાપદ તેનો આપણને ગુનો લાગુ થાય છે કે એમને કુંભાર બનાવો છો ? કઈ જાતના લોકો ! એનું કીર્તન આવું કરવાનું હોય ?
કરે' તે ત કદિ પરમાત્મા !
એટલે કંઈ પણ ‘હું કરું છું' એ ભાન, એ આત્મા ક્યારેય પણ પ્રાપ્ત ના કરાવે. જ્યાં સુધી તમે કરો છો, ત્યાં સુધી ભ્રાંતિમાં છો. જ્યાં સુધી જગતમાં કંઈ પણ તમે કરો છો, એવું ભાન છે ત્યાં સુધી એકે અંશ
૨૦
આપ્તવાણી-૧૧
પણ આત્માનો ચાખ્યો નથી. લોકો આકુળ-વ્યાકુળ રહેતા હશે કે નહિ ? નિરંતર આકુળ-વ્યાકુળ, કારણ કે કર્તાપદ છે. ‘હું કરું છું ને તે કરે છે ને તેઓ કરે છે’, એ જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી ભ્રાંતિ છે. ને ત્યાં સુધી આકુળતા-વ્યાકુળતા જ છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત શું કહે છે ? ‘હું કરતો નથી, તે કરતા નથી, ને તેઓ ય કરતા નથી.’ કોણ કરે છે ? આ બધું પરસત્તાના હાથમાં છે. પરસત્તા કરે છે. હવે આપણે સામા માણસને તમે કરો છો એમ કહીએને, તો આપણને ભ્રાંતિ હજુ ગઈ નથી.
જ્યાં કરું, ત્યાં પરમાત્મા નહીં ને જ્યાં પરમાત્મા, ત્યાં કરું નહીં. હા, જ્યાં સુધી ‘હું કરું છું’ એકલું નહીં, ‘તે કરે છે, તેઓ કરે છે', આ ત્રણ શબ્દો હોય, ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થયા નથી. મારા મનમાં એમ થયું કે ‘હું કરતો નથી’ પણ કો'ક કરે છે એમ માનેને, તો ય ભ્રાંતિ ! કોઈ કરતું જ નથી, ખરેખર. ‘કોઈ આ કરે છે’ તેમ કહેવું તે ગુનો છે. ‘કોઈ આ નથી કરતો’ તે કહેવું પણ ગુનો છે. અને ‘હું કરું છું’ તેમ બોલવું તે ય ગુનો છે. ઉદયકર્મ કરાવે છે ને કહે છે કે ‘આણે આમ કર્યું.’ આ તો કરે છે કો’ક અને કહે છે મેં કર્યું.’ કારણ કે એ જાણી જોઈને નથી કહેતો, એવું એને ભાસે છે કે ‘હું જ કરું છું.’ આ બીજું કોઈ દેખાતું નથી. દાદાએ જ પ્યાલો ફોડ્યો. અલ્યા મૂઆ, મેં તો ઠેઠ સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. મેં ક્યાં ફોડ્યો છે ? ત્યારે કહે, “બીજું કોઈ હતું જ નહીં પણ ! તમે જ ફોડ્યો.' હવે આ બધું શી રીતે બિલિફ જડે ?
પ્રશ્નકર્તા : આપણને ‘હેલ્પ’ થાય, એમાં ભગવાનનો પક્ષપાત
ખરો ?
દાદાશ્રી : મદદ ભગવાન પોતે કરતાં નથી. આ કુદરતી રચના છે બધી, કારણ કે જીવમાત્ર સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કુદરત એના હેલ્પમાં જ હોય. પોતે કહેશે કે ‘મારે ચોરી કરવી છે.’ તો ચંદ્ર, તારા, બધું હાજર હોય. ભગવાન તો આમાં ખાલી ‘લાઈટ’ આપવાનું જ કામ કરે છે. આમાં મૂળ ચોરી કરવાનો ભાવ પોતાનો છે. કુદરત તેને તેની પુછ્ય ખર્ચાવીને હેલ્પ કરે છે, એટલે કે એને બધા સંયોગો ભેગા કરી આપે છે. ભગવાન આમાં ફક્ત ‘લાઈટ’ જ આપ્યા કરે છે.