________________
આપ્તવાણી-૧૧
રકમ જ ખોટી છે ત્યાં આગળ.
૧૩
ભગવાન મહાવીરે કહ્યું કે ‘ભઈ, ભગવાન વગર તો દુનિયા છે જ નહિ. ભગવાન જ છે બધું. પણ તે ભગવાન સૃષ્ટિનો કર્તા નથી.’ ભગવાનની ડિક્ષનરીમાં ‘હું કરું છું', ‘તું કરું છું’ અને ‘તેઓ કરે છે’, તે હતું જ નહીં. એની સાથે બહુ ઝઘડા ચાલ્યા. લોકોને તો બુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી બુદ્ધિ શું કહે છે કે ‘કર્યા વગર કેવી રીતે થાય આ બધું ?” તે આ મુશ્કેલી છે ને ?! પણ તે ભગવાન મહાવીરને છૂટકો જ નહિ બોલ્યા વગર. કારણ કે જો સત્ય ના બોલે તો પેલા મૂંઝાય.
‘ભગવાન આમાં હાથ ઘાલતા જ નથી.’ એવું આ જગત છે, એ જ સાયન્સ છે. ફક્ત ભગવાનની રિલેટીવ શક્તિ વપરાય છે. રિલેટીવ એટલે હાજરીની શક્તિ. ભગવાનની ખાલી હાજરી જ છે. એ હાજરીની શક્તિથી આ જગત ઊભું રહ્યું છે.
અને ભગવાને ય ખરી રીતે બંધાયા નથી. ખરેખર રિયલી રીતે બંધાયેલા નથી, પણ આ રિલેટીવની રીતે આ હકીકતમાં આવ્યા છે. છતાં પોતાની જાતને પોતે બંધનરૂપ જાણતા નથી. બંધનરૂપ જાણે તો તો પછી ભગવાન જ ના કહેવાય ને ! એ તો આમાં વીતરાગ જ રહી શકે છે. આ જ સાયન્સ જાણવાનું છે.
ભગવાન તે અંદર રહ્યા રહ્યા જોયા જ કરે છે. ‘આ બધી લીલા કેવી રીતે ચાલ્યા કરે છે' તે જોયા જ કરે છે.
અમુક બાબતો ‘હું ચલાવું છું' ને અમુક બાબતો મારી શક્તિ બહારની ‘ભગવાન ચલાવે છે', એવું લોકો જાણે છે. પણ ભગવાન આમાં કંઈ કશું કરતાં જ નથી. ભગવાન તો, કંઈ ના કરે એનું નામ ભગવાન. અને કરે તો બંધાય, એ બંધનમાં આવે.
ભગવાન તો ભગવાત જ છે !
‘ભગવાન આમાં હાથ ઘાલતા જ નથી', પણ આ ભ્રાંતિ ઉકેલાઈ નથી. લોકોથી ભ્રાંતિ ઓળખી શકાતી નથી, એનું કારણ છે. એ એમ જ
૧૪
આપ્તવાણી-૧૧
જાણે છે કે ભગવાન સિવાય બીજી કઈ શક્તિ આ કરી શકે ? પણ આ બીજી શક્તિ છે અને એ તો એટલી બધી મોટી છે કે ભગવાનને હઉ ફસાવ્યા છે. આ તો પોતાની સંડાસ જવાની ય શક્તિ નથી. જીવવાની ય શક્તિ નથી ને મરવાની ય શક્તિ નથી. જો મરવાની શક્તિ હોય ને તો મરત જ નહિ પણ એવી કોઈ શક્તિ જ નથી.
પ્રશ્નકર્તા : એ શક્તિ કોની પાસે છે ?
દાદાશ્રી : એ શક્તિ જ આ હું તમને બતાવું છું ને એ શક્તિથી જ આ જગત ચાલી રહ્યું છે.
પ્રશ્નકર્તા : એ શક્તિને અમે ભગવાન કહીએ છીએ.
દાદાશ્રી : તમે નહીં, પણ આખું જગત એ શક્તિને ભગવાન કહે છે. પણ તે લૌકિક વાત છે એટલે જે શક્તિ ભગવાન નથી તેને ભગવાન કહે છે ! કારણ કે કરે છે માટે. પણ તે ભગવાનને પહોંચતું નથી, અને મૂળ ભગવાનની વિરાધના થાય છે. મૂળ ભગવાનને નહીં ઓળખવાથી આ જે નથી ભગવાન એને ભગવાન માનવામાં આવે છે. એટલી જ ભાંજગડ છે આ બધી. એટલે ભગવાનને ભગવાન માનો અને બીજી શક્તિને શક્તિ માનો તો આનો ફોડ પડશે, નહીં તો ફોડ કેવી રીતે પડશે તે?
પ્રશ્નકર્તા : જ્ઞાનીઓ કેમ એને ‘ભગવાન’ નથી કહેતાં ?
દાદાશ્રી : એ શાને માટે કહે ? શક્તિને ભગવાન શા માટે
કહીએ ? આપણે આ ઈન્જીન ચાલતું હોય, ધમ્મ, ધમ્મ, ધમ્મ...' તે એને ભગવાન કહીએ ને બેસી રહીએ તો મૂરખ બનીએ. એ મશીન શું કહે છે ? તારું બનાવ્યો, હું બન્યો. આ જડ શક્તિ તો આપણે બનાવેલું બનેલું છે. એને ભગવાન કહેવાય શી રીતે ? ભગવાન તો ભગવાન છે, ક્યારે ય પણ ‘ના ભગવાન’ ના થાય, એનું નામ ભગવાન કહેવાય. બ્રહ્માંડતી બે મહાશક્તિઓ !
ભગવાનની શક્તિ ચેતન શક્તિ છે. આ બીજી તો જડ શક્તિ છે