________________
આપ્તવાણી-૧૧
સાચું સ્વરૂપ ભગવતતું ?
આપ્તવાણી-૧૧
૧૫ અને તે અનંત શક્તિ છે જે દુનિયાનો સર્વસ્વ નાશ કરી નાખે એવી તો શક્તિ ધરાવે છે. આ અણુમાં કેટલી બધી શક્તિ છે. ફક્ત પરમાણુમાં શક્તિ નથી. એક પરમાણુ, બે ભેગાં થાય, ત્રણ ભેગાં થાય, એ ભેગાં થયા પછી શક્તિ ઉત્પન્ન થાય છે. અને પરમાણુ અવિભાજય હોય, એ એના પીસીસ ના થાય. અણુના પીસીસ થાય. કેટલાય પરમાણુ ભેગાં થાય ત્યારે અણુ થાય.
આપણે જો ખરાં ભગવાન જાણવા હોય તો મહીં બેઠા છે તે છે, બાકી એ શક્તિને લોકો ભગવાન કહે છે. એ શક્તિ પણ ભગવાન જેવી વીતરાગ છે. પણ એમાં ચૈતન્ય નથી અને ચૈતન્યવાળા પ્રભુ તો આમાં જ મહીં બેઠેલા છે.
પ્રશ્નકર્તા : એ શક્તિમાં ચૈતન્ય ના હોય, તો એ શક્તિ ઓટોમેટીક કેવી રીતે કરે ?
દાદાશ્રી : એ બુદ્ધિમાં નથી સમજાય એવી વાત. એ અમે જોયેલું હોય અને જોઈને કહીએ છીએ. એ શક્તિ જ બધું જગત ચલાવે છે. ભગવાનને કશું જ ચલાવવાની જરૂર નથી. ભગવાનમાં ચૈતન્ય છે, પણ આ ચલાવવાની શક્તિ ભગવાનમાં નથી. આ ચલાવવાની શક્તિ એ મિકેનિકલ શક્તિ છે.
ભગવાન કોઈ ક્રિયાના અધિકારી નથી. ક્રિયા ભગવાન કરી શકે નહીં. ક્રિયાના જાણકાર ભગવાન છે. આ ક્રિયા બધી મિકેનિકલી થાય છે. આ મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. આ મહીં હવા પૂરોને તો આ મશીન ચાલે, નહીં તો હવા બંધ કરીએ તો ? અને મહીં પાણી, પેલું પેટ્રોલબેટ્રોલ પૂરવાનું બંધ કરીએ તો ?
પ્રશ્નકર્તા : ખલાસ થઈ જાય.
દાદાશ્રી : ખલાસ થઈ જાય. આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. ભગવાન મિકેનિકલ નથી. મિકેનિકલના જ્ઞાતા-દ્રષ્ટા એવા ભગવાન છે. ભગવાન તો અક્રિય છે, વીતરાગ છે. ‘ભગવાનને સક્રિય કહેવું” એ ભૂલ
પ્રશ્નકર્તા : તો પછી ભગવાન શું છે ?
દાદાશ્રી : ભગવાન પરમાનંદ સ્વરૂપી છે ! જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી ! એ જીવમાત્રને પ્રકાશ જ આપે છે, અજવાળું જ આપે છે. અજવાળામાં જીવ કામ કરે છે. અજવાળું પોતે જ આનંદ સ્વરૂપ છે ! પ્રકાશ પોતે જ આનંદ સ્વરૂપ છે. એટલા માટે અજવાળું અને આનંદ, બંને આપે છે. એટલે ભગવાન બીજું કશું આપતા ય નથી ને લેતા ય નથી. નિરાળા રહે, નિર્લેપ રહે અને દરેક જીવને હેલ્પ કર્યા કરે, એનું નામ ભગવાન.
ભગવાન તો શું કહે છે કે ‘તારે મોક્ષે જવું હોય તો મને સંભાર. અને જો તારે ભૌતિક સુખો જોઈતો હોય તો આ બધી ધાંધલમાં પડ, વ્યુ પોઈન્ટમાં પડ ને વાસ્તવિક જોઈતું હોય તો મને ઓળખ. મને ઓળખીને વાસ્તવિકમાં, ફેક્ટમાં આવે.’ એટલું જ ભગવાન કહે છે. બાકી ભગવાન તો બીજું કશું કોઈની ઉપર કૃપા વરસાવતા નથી. જેવું તમે બોલો, જેવું તમે નામ દો, એટલો પ્રકાશ તમને મળશે. ભગવાન પ્રકાશ સ્વરૂપ છે.
ભગવાન ક્યાં છે? આપને શું લાગે છે ?
પ્રશ્નકર્તા : આખા બ્રહ્માંડમાં છે.
દાદાશ્રી : ના, એવું નથી. જો બધે જ હોય તો કોણ કોને ઓળખે ? આ લાઈટ છે ને, તે આખી રૂમમાં એનું અજવાળું છે, પણ લાઈટ તો ત્યાં જ છે. એવી રીતે ભગવાન વિશ્વમાં અજવાળું કરે છે, પણ ભગવાન તો ભગવાનની જગ્યાએ છે !
ભગવાન ક્યાં હોય ? જ્યાં સુખ-દુ:ખનું વદન થતું હોય ત્યાં હોય. આ સુખ છે ને આ દુ:ખ છે એવું જ્ઞાન હોય ત્યાં ભગવાન હોય. બીજે ભગવાન ના હોય. જ્યાં સુખ-દુઃખની લાગણીઓ વર્તતી હોય ત્યાં ભગવાન બેઠેલા હોય.
ગોડ ઈઝ ઈન એવરી ક્રિયેચર વેધર વિઝિબલ ઓર ઈનવિઝિબલ.