________________
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : એ પ્રેરણા કરે છે ને તે એ દયા કરવાની ય પ્રેરણા કરે છે; દાન આપવાની ય પ્રેરણા કરે છે અને ચોરી કરવાની ય પ્રેરણા કરે છે, તો ભગવાન આવાં ના હોય. તમને કેવું લાગે છે ? જો ભગવાન પ્રેરણા કરનારા હોય તો એક જ પ્રકારની પ્રેરણા હોય કે જે આપણાં સેફસાઈડની જ હોય. પણ આ તો ઘડીકમાં ચોરી કરવાનું કહે, ઘડીકમાં આને ગાળ ભાંડવાની કહે, તો આવી પ્રેરણા કોણ આપે છે ?
પ્રશ્નકર્તા : આ જુદી જુદી પ્રેરણા કોણ કરે છે ?
દાદાશ્રી : તેથી તો જગતને આ જડ્યું નહિ, ને જગત આખું માથાફોડ કરીને મરી ગયું છે. હિમાલયમાં ય બાવાઓ ત્યાં ને ત્યાં જ ગુફાઓમાં પડી રહે છે, પણ તેમને કશું જડે કરે નહિ, આ જડે એવી વસ્તુ નથી. આની સ્કૂલ ના હોય કે આનો પ્રોફેસરે ય ના હોય ! ત્યારે કહે, મહીં બેઠા બેઠા શું કરે છે ? પ્રેરણા કરે છે ? આ ચોરને પૂછીએ કે ‘અલ્યા ભઈ. શા હારું ચોરી કરે છે ? આ ખોટા ગુના કરવાનું સારું, કહેવાય ?” ત્યારે કહે, “ભગવાન મને પ્રેરણા કરે છે.’ મૂઆ, ભગવાન પ્રેરણા કરે તો ભગવાન ગુનેગાર, તારે શું કરવા ભોગવવું પડે ? જે પ્રેરણા કરે તે ગુનેગાર ખરાં કે નહિ ? કરે એ ગુનેગાર કે પ્રેરણા કરે તે?
અલૌક્કિ દ્રષ્ટિમાં ભગવાનનું કર્તુત્વ !
૧૨
આપ્તવાણી-૧૧ તે મારો જ છોકરો લઈ લીધો’ કહે છે. છોકરો આપણો અને મરી ગયો ત્યારે “ચલાવનારે એને માર્યો ?” બાપ થતી વખતે એ પોતે સ્વતંત્ર અને મરી ગયો, ત્યારે “ભગવાને માર્યો'(!) જો હિન્દુસ્તાનના લોકો, શું ઊપકારી(!) માને, ઊપકારીને ભૂલતા નથી !! છોકરાં આપણા ગણાય ને કરે ભગવાન બધું. ભગવાન કરે તો તમારે શું કરવાનું હોય તે ? કાં તો તમે કરતા હો તો એણે ના કરવાનું હોય. બેઉમાંથી એક જણ કરે કે બેઉ ભેગું કરે સહિયારું ? તમને કેમ લાગે છે ? વિચારવા જેવું છે ને ? વિચાર્યા વગર ચાલતું હશે ? બે સહિયારું કરે નહિ અને જો એ કરતા હોય તો આપણે કશી ભાંજગડ કરવાની જરૂર નથી. જેમ બાપ કરતો હોય તો છોકરો કોઈ જાતની ચિંતા રાખે છે ? કોઈ જાતનું કંઈ કરે છે ? અને છોકરી કરતો હોય તો બાપે ય ઘેડો બેસી રહે છે ને ! નથી બેસી રહેતો ?! એટલે આમાં તમે કરો છો કે ભગવાન કરે છે ?
પ્રશ્નકર્તા : આપણે જ કરવાનું ને.
દાદાશ્રી : તો પછી એને શું કરવા ડખલ કરો છો ? બિચારાને સૂઈ રહેવા દોને, આપણે શી ભાંજગડ તે વગર કામની ! જેને પોતાનાથી ના થતું હોય તો એને સોંપી દેવું અને આપણે સૂઈ રહેવું કે ભઈ, હું તો પૈણ્યો અને ફસાયો. હવે તારે ચલાવવું હોય તો ચલાય.
પ્રશ્નકર્તા ઃ એવું કહે છે ને ‘ભગવાનની મરજી વગર એક પાંદડું હલતું નથી” એ વાત સાચીને ?
દાદાશ્રી : ‘ભગવાનની મરજી' એ ખોટી વાત નથી, પણ વ્યુ પોઈન્ટ છે. એ ફેક્ટ વસ્તુ નથી. ભગવાનને મરજી હોય નહિ. ભગવાન જો મરજીવાળો હોય, અને મનુષ્ય મરજીવાળો હોય તો બેઉ સરખા જ કહેવાય. એટલે ભગવાન મરજીવાળા ના હોય પણ આ લોક માને છે.
ખરેખર છે ગોડ ક્રિયેટર ?
હવે અલૌકિક જો જાણવું હોય તો આ જગત ભગવાને બનાવ્યું નથી. છતાં લોકો આરોપ આપે છે કે “ભગવાને બનાવ્યું છે.’ ‘ભગવાને આમ કર્યું ને તેમ કર્યું, આ બધી ભ્રાંતિ છે. આ બધું ભગવાન કરતા હોય, તો તમારે શું કરવાનું ?
આ લોકો તો જો ભગવાનને ઘડીવારે ય જંપીને બેસવા ના દીધા, રાધા જોડે ય જંપીને બેસવા ના દીધા. વારે ઘડીએ ‘ભગવાને આમ કર્યું, ભગવાને આમ કર્યું', કહેશે અને છોકરાનો જન્મ થયો ત્યારે પેંડા વહેંચી કરીને, “મારો છોકરો, મારો છોકરો, હું બાપ થયો, હું બાપ થયો’ કર્યા કરે ! અને એ એકનો એક છોકરો મરી ગયો, ત્યારે ભગવાને લઈ લીધો” કહેશે ! આવડી આવડી ગાળો હઉ દે. “અરે, રડ્યાને કોઈની જરૂર હતી,
‘ભગવાન ક્રિયેટર છે' એ લૌકિક વાત છે અને લૌકિકમાં સારું છે અત્યાર સુધી તમે લૌકિક જાણ્યું છે બધું. એ જો અલૌકિક જાણો તો આ હિસાબનો જવાબ આવે. નહીં તો કોઈ હિસાબનો જવાબ જ ના આવે,