________________
૧૦
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : આપી દઈએ.
દાદાશ્રી : હા, હવે આમ ને આમ માફી આપવી, એનાં કરતાં બધું ભગવાન કરે છે, એવું તું નક્કી કરી નાખ ને. એટલે બધી આ ભાંજગડ ના રહે.
ચલાવતારો જ ભગવાન ? કે ..
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા, ભગવાનની કૃપા ના હોય તો હાલી ના શકે ને ! ભગવાનની કૃપાથી જ તમારું ચાલે છે, એટલું જ જો તમે સમજો તો બહુ થઈ ગયું. પણ કોઈક જગ્યાએ કોઈ તમને કહે કે ચંદુભાઈ તમે શું ધોળવાના છો ? ત્યારે તમે કહો કે, આટલું આટલું ધોળાઈ નાંખ્યું ને આમ કર્યું છે ! તે વખતે પાછો પારો ચઢી જાય. એ અહમ્ કાળિયા નાગ જેવો છે, તરત ઊભો થઈ જાય ! થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : એટલે તે વખતે જાગૃતિ રાખવી કે ભગવાનની કૃપાથી જ બધું ચાલે છે. મારાથી કશું થાય એવું નથી. હું તો મહેનત કરી જાણું. બાકી ‘ભગવાનની કૃપાથી જ થાય એવું છે', એમ કહીએ. તમે પ્રયત્નના અધિકારી અને ભગવાનની કૃપાથી બધું ચાલ્યા કરે.
હવે જો ભગવાનની કૃપાથી જ આ બધાનું જો ચાલતું હોય તો કેટલાક લોકોની ઉપર આવી કૃપા કેમ છે ? કેટલાક લોકો આખો દહાડો મહેનત કરે છે ને ખાવાનું મળતું નથી. તો તો આ ભગવાન પક્ષપાતી છે ? તમને શું લાગે છે ?
પ્રશ્નકર્તા : એ ચલાવનારી જે શક્તિ છે, તે જ ભગવાન છે ?
દાદાશ્રી : ના. ભગવાન તો ભગવાન જ છે. અનંત શક્તિના ધારક છે, પણ બીજી શક્તિના પાસમાં આવેલા છે. આમાં બીજી શક્તિને દુ:ખ થશે જ નહિ. કારણ કે એનામાં ચેતન નથી અને ભગવાન ચેતન સ્વરૂપ છે. એટલે નહિ સમજવાથી આ બધી મુશ્કેલી છે.
આ તો એ શક્તિને ભગવાન કહે છે, ત્યાં સુધી સાચા ભગવાન લોકોને જડતાં નથી. એટલે પછી સાચા ભગવાનની ભક્તિ કરવાની લોકોને રહી જાય છે. સાચાને ઓળખે તો તો કામ થઈ જાય. આપણી અંદર, દરેક જીવની અંદર બેઠા છે તે જ સાચા ભગવાન છે.
ભગવાન એ કર્તા નથી, છતાં કર્તા જો માનવું હોય તો એની રીત કહી છે. કારણ કે એક કાયદો નથી, જુદા જુદા કાયદા છે આવાં. તે જેને જેટલી ડીગ્રી આવી હોય તેટલી ડીગ્રી તેણે માન્ય કરવી. બધી રીતે ભગવાનને કર્તા માનવો હોય તો પોતે હરેક જવાબદારી ભગવાનને માથે રાખવી. ખોટું થયું તો ય ભગવાન, સારું થયું તો ય ભગવાન, પોતાનું કર્તાપણું આગળ નહીં ધરવું જોઈએ. અને ‘કોઈએ મને નુકસાન કર્યું” એવું બોલાય જ નહીં. કારણ કે ભગવાન જ કરે છે. પછી કો'કનું નામ દઈએ એનો શો અર્થ ? એવું બધું કાયદામાં રહો છો ?
આમાં ભગવાનની કૃપા કે ...
પ્રશ્નકર્તા : ભગવાન પક્ષપાતી નથી.
દાદાશ્રી : પક્ષપાતી નથીને ! ત્યારે પેલાં લોકોને બિચારાને, જન્મથી જ જો ગરીબાઈ અને આખો દહાડો મહેનત કરે, તો ય ખાવાનું પૂરું મળતું નથી. તો એનું કારણ શું હશે ? ભગવાનની કૃપા ત્યાં કેમ નહીં ? ને અહીં આગળ કેમ હશે ?
કોણ કરનાર પ્રેરણા ?
પ્રશ્નકર્તા : તો પછી મને અંદરથી જે પ્રેરણા થાય છે, એ શું છે? દાદાશ્રી : પ્રેરણા આત્મા નથી કરતો.
પ્રશ્નકર્તા : હું એ જ જાણવા માગું છું કે એ વસ્તુ શું છે કે જે મને પ્રેરણા કરે છે ! એ ભગવાનનો ભાગ છે કે અંદરની વાત છે ?
પ્રશ્નકર્તા : મારાથી તો પાંદડું પણ હાલી ના શકે, જો ભગવાનની કૃપા ના હોય તો.