________________
આપ્તવાણી-૧૧ આ વર્લ્ડમાં એક પણ માણસ પોતે કરતો હોય તો એનું ધાર્યું જ કરે. પણ એ ધાર્યું એક સેકન્ડ થાય નહીં. આ તો કરે છે બીજો અને પોતે ઈગોઈઝમ કરે છે, ‘હું કરું છું... બસ. એટલું જ છે અને તે ભમરડા કહ્યા છે મેં. આખા વર્લ્ડના મનુષ્યોને ભમરડા કહ્યા છે.
ખરી રીતે આ કશું ય કરતો નથી, ‘ઈટ હેપન્સ’ થઈ રહ્યું છે. તમે શું ઊંધતાં હોય તે ઘડીએ આ રાત પસાર નહીં થતી હોય ?
પ્રશ્નકર્તા : હા, થાય. દાદાશ્રી : તો સવારે સાત ના વાગે ?
આપ્તવાણી-૧૧ બીજી વસ્તુ છે અને આપણે કરીએ છીએ' એવું કહીએ છીએ, એટલે આપણને બંધન થાય છે. એ કર્તાપણું છૂટી જાયને એટલે આપણે છૂટી જઈએ.
પ્રશ્નકર્તા ઃ આપણે ખાલી નિમિત્ત છીએ, ઉપરવાળો ચલાવે છે બધું એનામાં શ્રદ્ધા છે મને.
પ્રશ્નકર્તા : વાગે.
દાદાશ્રી : લોકો ચા-પાણી ના પીવે ? પીવે જ. બધું થઈ રહ્યું છે આ અને મનમાં કહે છે, ‘હું કરું છું.' એ ભ્રાંતિથી ભાસે છે એને, એવું લાગે છે કે “હું જ કરું છું.” મારા સિવાય બીજું કોઈ દેખાતું નથી. શી રીતે દેખાય તને ! તારી પાસે દ્રષ્ટિ જ નથી ત્યાં આગળ ! અને તે આંખોની ય દ્રષ્ટિ ક્યાં છે ? બળ્યા, ચશ્મા લઈ આવે છે અને દાબડા ઘાલે છે. શરમ નથી આવતી તને ! શરમ આવવી જોઈએ કે દાબડા પહેરવા પડ્યા !
ઉપરવાળાની કૃપા કે પછી...
દાદાશ્રી : એ ઉપરવાળો ? એ ક્યારે નવરો પડે છે પાછો ? એ સારી શ્રદ્ધા છે. એ ઉપરવાળા ઉપર શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. ‘જરા ય ડગે નહીં’ એવી હોવી જોઈએ. કઢી ખારી થઈ ગયેલી હોય, તો બૈરીનું નામ નહીં દેતાં, ઉપરવાળાનું નામ દઈએ તો સારું. તે વખતે તો કકળાટ માંડે કે આ કટું ખારું થઈ ગયું ને આમ થઈ ગયું. અલ્યા ભઈ, ઉપરવાળાએ કર્યું, એમ જ રાખને !
પ્રશ્નકર્તા : એ તો પછી અંધશ્રદ્ધા કહેવાય.
દાદાશ્રી : હા, હા, પણ તું તો કઢી ખારી થઈ હોય તો ના બોલુંને એમને ? તારે તો ઉપરવાળા ઉપર શ્રદ્ધા છેને બધી ?
પ્રશ્નકર્તા ઃ અંધશ્રદ્ધા નહીં. એ તો ખારી થઈ હોય એને ખારી, જેણે કરી હોય એને જ કહેવાયને, ખારી થઈ હોય એ.
દાદાશ્રી : ઓત્તારી ! એ ય કરે ને આ ય કરે. બે જણ કરે તો તું શું કરું ? ભગવાન એક બાજુ કરી આપે ને એક બાજુ “આ કઢી ખારી તેં કરી', કહે છે. એવું છે ને, વિરોધાભાસ કામનું નહીં ! તારો ય દોષ થતો હશે ને કોઈક દહાડો ?
પ્રશ્નકર્તા : આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, એમાં એવું જ માનીએ છીએને કે ‘હું કરું છું' એમ.
દાદાશ્રી : એ માનીએ છીએ એટલું જ, બાકી સંડાસ જવાની શક્તિ નથી આ મનુષ્યોમાં. એટલે આ માને છે એટલું જ, તેની જ ભ્રાંતિ છે ને તેથી આ ભટકે છે. એટલે પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે પોતાને સમજાઈ જાય કે આ હું કર્તા ન હતો. ‘કર્તા કોણ હતો ?” એ જ્ઞાની પુરુષ દેખાડી દે. જો ભગવાન કર્તા હોય તો ભગવાનને બંધન થાય. તમે કરો તો તમને બંધન થાય. માટે કર્તા ભગવાને ય નથી ને તમે ય નથી. કર્તા
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે ઘડીએ એ શું કરે તારાં વાઈફ ? તને માફી આપી દે ને ?
પ્રશ્નકર્તા: આપવી જ પડે ને, ક્યાં જાય ? દાદાશ્રી : અને તું ય માફી આપી દઉં છું ને ?