________________
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હમણે મહીં ગભરામણ થઈને પડી જાય, આને શું ઠેકાણું ? ભમરડો ! આ ભમરડો તો પડી જતાં વાર શું લાગે ?!
ઊંધે, એ ય પરસત્તામાં !
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : પણ દેહે કયું કામ કર્યું ? પ્રશ્નકર્તા : અભ્યાસ કરે છે, ખાય છે, પીવે છે.
દાદાશ્રી : તે કો'ક દહાડો આપણે બોલીએને પાછા, ‘ખાવું છે પણ ખવાતું નથી.” ત્યારે કોણ ખાતું'તું ?
પ્રશ્નકર્તા : દેહ.
દાદાશ્રી : પણ “ખાવું છે છતાં ખવાતું નથી’, એનું શું કારણ ? પહેલાં ખાતો'તો ત્યારે દેહ ખાતો'તો, હવે નથી ખવાતું તે કોણ નથી ખાતું ? એની ખાવાની શક્તિ હતી તે ક્યાં ગઈ ? ‘હું ખાઉં છું તે મારી શક્તિથી ખાઉં છું’ એમ કહે છે. તો પછી ‘નથી ખવાતું' એ કોણ કહે છે એવું ?
કંઈ પણ કર્યા વિના રહેવાય ?
પ્રશ્નકર્તા: આપણે એવું નક્કી કરીએ કે આપણે કશું નથી કરવું, કંઈ જ નથી કરવું, તો એવું થાય ?
દાદાશ્રી : એક દહાડો એવું કરો જોઈએ ! એક દહાડો કશું નથી કરવું, એવું રહો તો એક હજાર પાઉન્ડ આપીએ. અરે, એક કલાક એવું કરે તો ય એક હજાર પાઉન્ડ આપું. કઈ શક્તિનાં આધીન માણસ એ કરી શકે ? એક મિનિટ પણ, એક સેકન્ડ પણ બેસી ન રહે. તમારા હાથમાં સત્તા કઈ ? એ કહો મને, ચાલો. કંઈ પણ કરવાની તમારામાં સત્તા છે ?
પ્રશ્નકર્તા : છે અને નથી.
દાદાશ્રી : ના, એવું ‘છે-નથી’ ના હોય. કાં તો તમારી સત્તા હોવી જોઈએ. કાં તો બીજાની સત્તા હોવી જોઈએ. તો ઊંઘવાની સત્તા છે ? ઊઠવાની સત્તા છે ? ચાલવાની સત્તા છે ? આ બેસવાની સત્તા છે તમારી ? તમારી કોઈ પણ સત્તા હોય તો મને કહી આપો !
પ્રશ્નકર્તા અત્યારે બેઠા છીએ એટલે બેસવાની સત્તા છે જ ને !
એવું છે ને, રાત્રે કહે છે, ‘આપણે દશ વાગ્યે ઊંઘી જવાનું, પછી છ વાગ્યે ઊઠવાનું.’ આમ બોલે છે ખરો, અને પછી આપણે ત્યાં આગળ જઈએ પલંગ આગળ, આમ મહીં માથે ઓઢી અને શું નું શું ય છે તે યોજના ઘડતા હોય. આપણે કહીએ, ‘કાકા દશ થઈ ગયાં, કેમ ઊંઘી જતા નથી ?” કારણ કે માણસને તે ઘડીએ વિચાર આવે ને દશ વાગે, કે “આ ફલાણાને પચાસ હજાર રૂપિયા આપ્યાં, તેનું આજ ખાતું પડાવવાનું તો રહી ગયું.” તે પછી ઊંઘ આવે ખરી ? જો ઊંઘ પોતાના હાથમાં નથી. પોતે પછી ઊંઘવાનો પ્રયત્ન કરે છે, છતાં ય ઊંઘ નથી આવતી, એ બને કે ના બને એવું ? મારે ઘણું ઊંઘવું હતું પણ ઊંઘાતું જ નથી ને !
ઊંઘ ના આવે ને પાસા આખી રાત ફર્યા ને ત્યારે ખબર પડે કે આજે મારામાં ઊંઘવાની શક્તિ નથી ! ત્યારે ઊઠવાની શક્તિ છે ? ત્યારે કહે, ‘ઘડિયાળ મૂકવું પડે, બે વાગે ઊઠવું હોય તો !' મોટા ઊઠવાની શક્તિવાળા આવ્યા !! આ ઊઠુંને એટલે હું આમ કરી નાખીશ. મૂઆ, ઊઠાતું તો છે નહીં અને શું જોઈને બોલ બોલ કરે છે, વગર કામનો ટેડ ટેડ કર્યા કરે છે અમથું !
આ તો તમારી સત્તામાં નથી એ. ઊંઘ આવી ગઈને, એ પરસત્તાથી આવે છે. અને તમને એમ લાગે છે, ‘હું કરું છું’ એટલું જ. ઊઠવાનું પરસત્તા જ ઊઠાડે છે. કર્મનો ઉદય પૂરો થાય છે એટલે જાગી જાય છે ને પોતે માને છે કે ‘હું કરું છું !”
પોતાનું ધાર્યું થાય કેટલું ?
પ્રશ્નકર્તા : પણ આપણે પછી કરીએ છીએ તો ખરાં જ ને ! આ બધી ક્રિયાઓ તો થાય છે જ ને !
દાદાશ્રી : ના, આપણે જો કર્તા હોય છે, તો આપણું ધાર્યું થાય.