________________
આપ્તવાણી-૧૧
૩
દાદાશ્રી : હા, પણ કેટલા ? આ સ્ટીમરો દસ-બાર માઈલની સ્પીડે ચાલે છે. તમારું ઘર કેટલા માઈલની સ્પીડે ચાલે છે ?
પ્રશ્નકર્તા : એ ત્યાંનું ત્યાં જ રહ્યું છે.
દાદાશ્રી : તો પછી ચાલ્યું શું કહો છો તે ? તમે બીજું કશું કરેલું ? પ્રશ્નકર્તા : આ કન્સ્ટ્રક્શન કર્યું ને !
દાદાશ્રી : એ તો પેલા કોન્ટ્રાકટર કહે, મેં કર્યું'તું. પછી એમના મોટાં મોટાં આસિસ્ટન્ટ હતા, એમને પૂછ્યું. ત્યારે કહે, ‘અમે કરેલું.’ આ તો પછી મુકાદમોને પૂછ્યું, ત્યારે કહે, ‘અમે કરેલું.’ મજૂરોને પૂછીએ, ત્યારે કહે, ‘અમે કરેલું.’ અલ્યા મૂઆ, આ સાચું કોણ છે આમાંથી ? ઈન્જીનિયરને પૂછ્યું ત્યારે કહે, ‘મેં કરેલું.’ અને ચીફ ઈન્જીનિયર કહે, ‘મેં જ કરેલું આ બધું’. ગવર્નમેન્ટ કહે, ‘અમે કર્યું.’ આમાં કોણ સાચું
તે ?!
પ્રશ્નકર્તા : બધાનો ય સાથ મળીને થાયને !
દાદાશ્રી : તો પછી કરનાર કોણ ? ‘મેં કર્યું’ એવું કહેવાય કેમ કરીને આપણાંથી ?
પ્રશ્નકર્તા : પણ આપોઆપ તો ન થાયને ? બધાએ પરિશ્રમ તો કરવો જ રહ્યો ને ?
દાદાશ્રી : હા, એ બરોબર છે. પણ આપણે જે એમ કહીએ છીએ કે મેં આમ કર્યું ને તેમ કર્યું.' એ સાચી વાત છે ?
પ્રશ્નકર્તા : કહે છે તો ખરાં અને ન કરે તો કેવી રીતનાં થાય ? દાદાશ્રી : નહીં, પણ મારું કહેવાનું, પોતે નથી કરતો કશું ય. તમે કરો છો કે થઈ જાય છે ?
પ્રશ્નકર્તા : થઈ જાય છે.
દાદાશ્રી : એ તો થઈ જાય છે. તો પછી હવે તમે કરો છો શું ?
એ મને કહો.
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : એ રીતે તો હું કંઈ કરતો નથી.
દાદાશ્રી : જો કર્તા નથી એવું જાણો છો, તો પછી શા માટે અમથા ઈગોઈઝમને ચઢાય ચઢાય કરો છો ? મેં આમ કર્યું ને તેમ કર્યું ને...... કર્તા નથી એવું જાણો છો તમે ?
મત-વચત-કાયા, પરાધીત !
પ્રશ્નકર્તા : જે થઈ રહ્યું છે તે બહારનું થઈ રહ્યું છે અને જે કરવાનું છે તે અંદરનું કરવાનું છે. અંદરનું કરી શકતા હોય તો તે કરવાનું છે.
દાદાશ્રી : એ હાથમાં છે ? ઊધરસ એની મેળે આવે છે કે આપણે ખાવી પડે છે ?
પ્રશ્નકર્તા : એ તો ક્યારે આવે એ આપણે કહી શકતાં નથી. ક્યારે હાંફ ચઢે એ પણ કહી શકતાં નથી.
દાદાશ્રી : માટે શરીરના કાર્ય બધા આપણા હાથમાં છે નહીં. એમ કહી દોને ! ત્યારે વાણીનાં કાર્ય ક્યાં આપણા હાથમાં છે, તે કહો. પ્રશ્નકર્તા : વાણી આપણા હાથમાં કેવી રીતે ?
દાદાશ્રી : એટલે છે તે દેહનું કરવાપણું છૂટી ગયું, હવે વાણીનું કરવાપણું છૂટી ગયું. હવે મનમાં તમારે કરવું પડે છે કે એની મેળે મન કૂદાકૂદ કરે છે ?
પ્રશ્નકર્તા : એ તો એની મેળે વિચારો આવે છે.
દાદાશ્રી : તમારામાં શું કરવાની શક્તિ છે, એ મને એકું ય દેખાડશો ? એક પણ શક્તિ એવી દેખાડશો કે તમારી પોતાની સ્વતંત્ર શક્તિ છે ?
પ્રશ્નકર્તા : એટલે આ દેહ કરે છે. આત્મા કંઈ કરતો નથી.