________________
(૧) કર્તા કોણ ?
આપણું કર્તાપણું કેટલું ?
પ્રશ્નકર્તા : આપના જે સત્સંગીઓ છે તે થોડું-ઘણું કહે, તે પરથી મને અમુક પ્રશ્નો ઉદ્ભવ્યા. ને મેં કહ્યું, ‘લાવ, હું પણ જરા જાણું કે આ જગતની વાસ્તવિકતાઓ શું છે ? આપણે શાના માટે છીએ ? શું કરવાનું છે ?’
દાદાશ્રી : પ્રશ્નો તો ઊભાં થવા જોઈએ. પ્રશ્નો ઊભાં ના થાય તો માણસ સમજી શી રીતે શકે ? પ્રશ્નો બધા ઊભાં થાય, ને એનું સોલ્યુશને ય થવું જોઈએ.
હવે આ જગતની મૂળભૂત વાસ્તવિકતાઓ બધી જાણવી જોઈએ. એટલે આ જગત કોણે બનાવ્યું ? શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? આપણે શું છીએ ? આ જે આપણે કરીએ છીએ એ આપણે પોતે કરીએ છીએ કે કોઈ કરાવડાવે છે ? ઈટ હેપન્સ અગર તો આપણે કરીએ છીએ, એ બધું સમજવું પડે. એમ ને એમ ગપ્પે ગપ્પાં ચલાવીએ એને જીવન
૨
જ ના કહેવાય ને ?
આપ્તવાણી-૧૧
શેનો બિઝનેસ છે આપનો ?
પ્રશ્નકર્તા : સુપર માર્કેટ.
દાદાશ્રી : ઘરાક કોણ મોકલે છે' એ કહો મને ?
પ્રશ્નકર્તા : એની મેળે જ આવેને, એને વસ્તુ લેવી હોય એટલે.
દાદાશ્રી : એની મેળે આવતો હશે ? કોઈ કાયદાથી આવતા હશે
કે આ ગણ્યું છે આ દુનિયા ? એક વાળ પણ અહીંથી મારી ઉપરથી ઊડીને તમને અડે નહીં, એવી આ દુનિયા, એટલી બધી ન્યાયવાળી દુનિયા અને તમે ગપ્પુ માનો છો કે આ બધું આ એની મેળે બધું ચાલ્યા કરે છે ! આ સમજવા જેવી વાત નથી લાગતી તમને ? ઘરાક એની મેળે ના આવી શકે. જો એની મેળે આવતા હોયને તો આ લોકો છે તે પેપરોમાં જાહેરાતના ખર્ચાઓ કરે નહીં. જાહેરાતના ખર્ચા કરે આ લોકો ? તમે ખર્ચો કરો છો કે નથી કરતા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો એની મેળે આવે છે, તો વળી પછી ખર્ચો શું કરવા કરો છો ? તમે ચાર દહાડા અહીંથી દેશમાં જાવ, તો ચાલે ખરું કે ના ચાલે બધું ?
સમજવું તો પડશે ને ? કંઈ એમ ને એમ ગપ્પા ઓછાં ચાલવાના છે ? આ તો મારી ‘અક્રમ વિજ્ઞાન' નામની શોધખોળ છે. આ તો આખું સાયન્સ છે !
બીજું તમે કશું ચલાવેલું ખરું ? શું શું ચલાવેલું ? કહો. પ્રશ્નકર્તા : ઘર ચલાવેલું.
દાદાશ્રી : કેટલાં માઈલની સ્પીડે ચાલે ઘર ?
પ્રશ્નકર્તા : એ રોજનું રોજ ચાલે.