________________
(૧૦) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ દૂધમાં દહીં નાખે કે તરત દહીં ના થાય. કૉઝ પડ્યું કહેવાય. પછી દૂધ જામી જાય અમુક ટાઈમ પછી, ત્યારે દહીં કહેવાય. એટલે દરેક કારણને કાર્યમાં રૂપાંતરિત થવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ માંગે છે. બહારવટિયા લૂંટે તો અમુક જ જગ્યાએ લૂંટે. કેરી ક્યારે પાકે ? એનો કાળ પાકે ત્યારે !
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ભેગાં થઈ કાર્ય કઈ રીતે થાય છે તે સમજાવતાં પૂજયશ્રી કહે છે, વાળ કપાવવાનો મને વિચાર આવ્યો તે ભાવ” થયો કહેવાય. પછી એક દિવસ નક્કી કરે કે આજે કપાવવા જવું જ છે, એમ કરીને દુકાને જાય. ત્યાં પાટીયું વાંચે, “મંગળવારે દુકાન બંધ'! તે ‘ક્ષેત્ર' ભેગું ના થયું એટલે પાછા આવવું પડે. બીજે દા'ડે જઈએ તો દુકાન ખુલ્લી હોય ને ‘આવો, આવો, બેસો, બેસો’ કહે. દસ મિનિટ થોભો, વાળંદ ચા પીવા ગયો છે. ભાવ મળ્યો, ક્ષેત્ર મળ્યું, પણ ‘દ્રવ્ય” ભેગું ના થયું. થોડીવારમાં વાળંદ આવે ને દ્રવ્ય ય ભેગું થઈ ગયું. પછી આપણો ક્યુમાં ત્રીજો નંબર લાગે ત્યારે પટાપટ કપાવા માંડે વાળ ! એટલે થઈ ગયો ભેગો છેલ્લો ‘કાળ” !
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આ ચારેયમાં પહેલો ભાવ હોવો જોઈએ. પરણવાનો ભાવ તો અઢાર વર્ષનો થાય ત્યારથી આવવા માંડે. ‘ભાવ” થાય પછી આગળ વધાય. પછી છોકરી ભેગી થાય, ‘દ્રવ્ય” ભેગું થાય, પસંદ પડે, બધું થાય પણ તો ય તરત ને તરત ત્યાં ને ત્યાં ઓછું પૈણી જવાય ? વળી લગ્નની વાડી મળે, ‘ક્ષેત્ર’ બધું મળે, મૂહુર્ત મળે તે ‘ટાઈમ’ લગ્ન થાય !
આત્મજ્ઞાનીમાં અને બીજામાં ફેર કેટલો ? જ્ઞાની પુરુષ દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવથી નિરંતર અપ્રતિબદ્ધપણે વિચરતા હોય. એટલે એમને ચારેવમાંથી કોઈ બાંધી ના શકે ! આ પ્રતિબદ્ધ કરે છે કોણ ? ચારેવા માંથી એકું ય નહીં. માત્ર પોતાની રોંગ બિલીફો જ પ્રતિબદ્ધ કરે છે !
દ્રવ્ય-ક્ષેત્ર-કાળના આધારે ભાવ ઉત્પન્ન થાય, એ ડિસ્ચાર્જ ભાવ છે. એ ભાવ પછી એક પછી એક જગ્યાએ ડિસ્ચાર્જ થતાં થતાં અંતે
ખલાસ થઈ જાય. પછી એ ચારેવથી અપ્રતિબદ્ધતા વર્તે ! ગમે તેવું સારી ખાવાની ચીજ આવે તો ખાય, પછી તેનાથી બંધાય નહીં. ફરી એમને સાંભરે નહીં ! એ દ્રવ્યથી અપ્રતિબદ્ધતા. ગમે ત્યારે ગમે ત્યાંથી ઊઠાડી ને ગમે ત્યાં બેસાડે તો ય ભાવ ના બગડે, તે ક્ષેત્રથી અપ્રતિબદ્ધ ! કોઈ સંયોગને ચોંટવાનું નહીં. સંયોગો ભેગા થવાના પણ એમાં તન્મયાકાર નહીં થવાનું, એને જોયા કરવાના. ભાવથી બંધન નથી કશું. નિરંતર અપ્રતિબદ્ધપણું, ત્યાં સંપૂર્ણ જ્ઞાન પ્રકાશમાન હોય ! ત્યાં નિરંતર મુક્ત હાસ્ય હોય.
(૧૧) જ્ઞાતી ન કરે, છતાં ચાહે સો કરે !!!(?).
જ્ઞાની પાસે આવવું એ ય વ્યવસ્થિતને આધીન કહેવાય ? હા. સિલ્લકમાં પુણ્યાનુબંધી પુણ્ય અને પોતાનો જબરજસ્ત ભાવ કે આત્મજ્ઞાન જોઈએ જ છે! આ ભેગું થાય ત્યારે જ્ઞાની પુરુષ મળે ! જ્ઞાન મળતાં સુધી વ્યવસ્થિત. જ્ઞાન મળ્યા પછી પુરુષ થાય અને પુરુષ થયા પછી સ્વપુરુષાર્થ જાગે છે. પુરુષાર્થ વ્યવસ્થિતને આધીન ના કહેવાય. પુરુષાર્થ તો સ્વતંત્ર છે ! જ્યારે જ્ઞાન લીધું ત્યારથી દેહ છૂટે ત્યાં સુધી દેહ સાથેનું બધું વ્યવસ્થિત છે. આગળના દેહ સાથેનું વ્યવસ્થિત ના કહેવાય. ‘વ્યવસ્થિત' આ દેહ સાથેનું પૂરું થઈ જાય, પણ “જ્ઞાન” આવતે ભવ જોડે આવે.
પૂજ્યશ્રી એ “વ્યવસ્થિત’ માટે તો ત્યાં સુધી કહી દીધું કે અમને જ્ઞાન” ૧૯૫૮માં થયું એ ય વ્યવસ્થિતના આધારે અને અમે તમને ‘જ્ઞાન' આપીએ તે ય ‘વ્યવસ્થિત'ની સત્તાના આધારે ! જ્ઞાન આપવાની ય સત્તા ‘અમારી” નથી. ‘વ્યવસ્થિત'ની સત્તાની પર તમે નથી, અમે નથી, અને કોઈ પણ નથી. ખુદ કૃષ્ણ ભગવાન કે મહાવીર ભગવાન પણ ન હતા. અને આ દેહ, વાણી કે વિચાર પર પણ અમારી માલિકી નથી. પોતાની સત્તા માત્ર જોવું, જાણવું, પરમાનંદમાં રહેવું ને ધીમે રહીને આ સપડાયેલા પઝલમાંથી નીકળી જવું. અંદરથી તો પોતે સંપૂર્ણ-સવાંગપણે સદા મુક્ત જ હોય. અને આ પદની પ્રાપ્તિ બધાં ય ને કરવાની જ છેને અંતે તો !
- જય સચ્ચિદાનંદ
42