________________
માઈલમાં બેઠેલી તેનું ફળ બારમામાં મળે ને બારમામાં પાછું નવી અવસ્થા જોઈને નવી પ્રતિતિ બેસે ને આમ સંઘર્ષ ચાલ્યા જ કરે. હવે
આ પ્રતિતિ આગળ જાગૃતિ રહે તો નવું ચાર્જ ફેરફાર કરે અથવા નવું ચાર્જ ના કરે. ત્યાં પોતે તન્મયાકાર ના થાય, અભિપ્રાય ના આપે, છોડી દે, તો માન્યતાઓથી છૂટાય.
નદીના પ્રવાહમાં અસંખ્ય પથરાઓ સામસામા ટકરાય છે. અને એમાં વિરલા જ શાલિગ્રામ બને છે. સમકિત પામી મોક્ષે જાય છે !!! આમાં કોઈનો શું પુરુષાર્થ ? એની પાછળ વ્યવસ્થિતનો નિયમ છે. કોઈની સ્વતંત્ર સત્તા એના પર નથી. ‘વ્યવસ્થિત' એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ !
ભગવાન મહાવીરના શિષ્યે નિયતિવાદ ઊંધી રીતે પકડેલો કે જે બનનાર છે તે ફરનાર નથી ને ફરનાર છે તે બનનાર નથી.' આનાથી પોતે ખૂબ ઊંધો ચાલ્યો, ખુદ ભગવાનના સામાવડિયો તીર્થંકર બનીને
બેઠો !
ભગવાન મહાવીરે પાંચ સમુચ્ચય કારણો ભેગાં થાય ત્યારે કાર્ય બને છે, એમ કહ્યું. અને એ કેવી રીતે ભાગ ભજવે છે તેનો પૂજ્ય દાદાશ્રીએ સાદો દાખલો આપી સુંદર રીતે સમજાવી દીધું છે ! નિયતિ, કાળ, સ્વભાવ, પ્રારબ્ધ અને પુરુષાર્થ. આ પાંચેવ, કેરીનો દાખલો આપતાં
કહે છે કે કેરી ક્યાં મળે ? આંબાના ઝાડનો ‘સ્વભાવ’ છે કે કેરી આપવાનો. તે ત્યાં મળે. લીમડો ના આપે કેરી, તે ત્યાં ન મળે. એટલે આંબાનો ‘સ્વભાવ’ કેરી આપવાનો છે એ નક્કી થઈ ગયું. પછી આંબા પાસે જઈને કેરી માંગીએ દિવાળી પર તો મળે ? ના. ‘કાળ’ એનો પાકે ત્યારે જૂન મહિનામાં જ મળે ! હવે આંબાને ભરચક મોર આવ્યો હોય ને વાવાઝોડું આવે ને બધો મોર ખરી પડે તે ‘નિયતિ’. એટલે કેરી બેસે નહિ. જૂનમાં કેરી લેવા જઈએ તો ના મળે. કેમ ? તો કહે કે નિયતિ આડી આવી. નિયતિ બરોબર, રેગ્યુલર હોય, સ્વભાવ રેગ્યુલર હોય, કાળ રેગ્યુલર હોય અને પુરુષાર્થ કરવા માંડ્યો કેરીઓ માટે, પણ કેરી હાથમાં જ ના આવે ! કેમ ? તો કહે કે “પ્રારબ્ધ’ નથી. એટલામાં જ
40
એક જણ દોડતો દોડતો આવ્યો ને લાકડી લઈને તોડી આપે છે, ને કેરી ભેગી થઈ ! આમ પાંચેવ સમવાય કારણો ભેગાં થાય ત્યારે કેરી મળવાનું કાર્ય થયું !
આપણામાં કહે છે ને કે આ વેપારીને માથે બહુ મોટું દેવું થયું છે પણ એની તૈયત બગડી છે. તે નહીં વાળે. નૈયત એટલે દાનત. તે રૈયત ઉપરથી નિયતિ થાય. નૈયત એટલે ભાવિભાવ. ત્યાં રૈયત ચોખ્ખી હોય કે મારે પૈસા આપવા જ છે તો પૈસા અપાઈ જાય. એવો નિયમ છે ! જેની તૈયત સારી તેને બરકત સારી બડી મળે ! નીતિ કરતાં ય રૈયત બહુ ઊંચી વસ્તુ છે ! અને રૈયત બગડી કે એનું નિયતિ બગડે. નિયતિ હંમેશા ભાવિભાવ રૂપે હોય, ભૂતભાવ રૂપે ના હોય.
અક્રમ જ્ઞાનથી સીધી નિયતિમાં જતો રહે છે. પછી વળાંક ના આવે. પછી રૈયત બગડે જ નહીંને જ્ઞાને લીધે ! પુરુષાર્થથી નિયતિ ખસેડાય ? ના. નોર્મલ પુરુષાર્થ જોઈએ જ અને કાળ પાકે ત્યારે ફળ આવે.
પાંચ સમવાય કારણો અહંકાર હોય ત્યાં સુધી. અહંકાર ગયા પછી વ્યવસ્થિત કહેવાય. અહંકાર હોય તે જોઈ શકે કે આ કામ કેમ થતું નથી ? પાંચમાંથી કયું કારણ ખૂટે છે ? પૂર્વકર્મ ! અગર તો કાળ ! માટે પાંચ સમુચ્ચય કારણો તાળો મેળવવા માટે મદદરૂપ થાય છે.
આત્મા સ્વભાવથી અક્રીય છે અને કેવી રીતે કાર્યો થાય છે એ સમજવા પાંચ સમવાય કારણો શાસ્ત્રમાં મૂકાયાં છે.
સર્જન નિયતિ કરાવે ને વિસર્જન વ્યવસ્થિત કરાવે. પાંચ સમવાય કારણો હોય. તેમાં પુરુષાર્થ કર્મ બંધાવે છે. જ્યારે ‘વ્યવસ્થિત’માં કર્મ બંધાતુ નથી, પણ એ કર્મફળ દાતા છે. પાંચ સમવાયમાં કર્તા-ભોક્તા બન્ને છે. જ્યારે વ્યવસ્થિત માં માત્ર ભોક્તાપદ છે. કર્તાપદ સ્હેજ પણ નથી.
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ માં બધાં જ નિયમો આવી જાય. નિયતિ પણ સમાઈ જાય વ્યવસ્થિતમાં.
41