________________
નિયતિ એ તો અનાદિનો પ્રવાહ છે. નિયતિ એકધારી હોય એ
બદલાય નહીં. વ્યવસ્થિત તો બદલાય, આ નિયતિ કુદરતી છે જ અનાદિ અનંત છે ! એમાં ફેરફાર ના થાય. જેમ અવસ્થા બદલાય તેમ તેમ પોતાને જેવું જ્ઞાન કે સમજણ પડી તે મુજબ અવસ્થામાં અવસ્થિત થાય તે પ્રમાણે તેનું વ્યવસ્થિત આવે. જ્ઞાન બદલાતું જાય તેમ વ્યવસ્થિત બદલાતું જાય. જ્યારે નિયતિ સમધારણ એક સરખી જ વહ્યા કરે.
નિગોદમાંથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયમાં તે અંતે મનુષ્યમાં ને તેમાં ય હિન્દુસ્તાનમાં આવે છે. આમ સહજપણે, સ્વાભાવિકપણે તે નિયતિ જ મોક્ષ તરફ આગળ લઈ જાય છે. પણ હિન્દુસ્તાનનો મનુષ્ય થયો એટલે કર્તાપણાનો અહંકાર ઊભો થયો. એટલે નવું જ ભાવિભાવ ચાર્જ કરે છે. જેના પરિણામે ચારગતિઓમાં જાય છે. એટલે ત્યાં પછી
નિયતિ કહેવાતું નથી. એટલે પછી વ્યવસ્થિત કહેવું પડયુ દાદાશ્રીને ! નિયતિ એટલે એની મેળે કુદરત જ ઠેઠ મોક્ષે લઈ જાય. પણ મનુષ્યમાં આવે એટલે એની તૈયત ફરે ને ઊંધી-ચત્તી થાય ત્યાં પછી નિયતિ શું કરે ? મનુષ્યમાં ગૃહિત મિથ્યાત્વ મળે છે તેના આધારે બીજાનું જોઈ જોઈને ડખો કરવાનું શીખે છે !
કેટલાક માને છે કે પુરુષાર્થ છે તે નિયતિ દ્વારા નક્કી થયેલો છે. એ વાત સાચી છે પણ ક્યાં સુધી ? અહંકારની વચ્ચે ફાચર ના વાગે ત્યાં સુધી. મનુષ્યમાં આવ્યો એટલે અહંકારની ફાચર વાગવાની શરૂ થઈ જાય. મનુષ્ય સિવાય બીજી બધી ગતિવાળા નિયતિમાં જ છે. કારણ ત્યાં કર્તાપણું નથી. માત્ર ડિસ્ચાર્જ એકલું જ છે. મનુષ્યમાં ચાર્જ-ડિસ્ચાર્જ બન્ને છે. અહંકાર નિયતિના વિરૂદ્ધ હોવાથી ગમે તે ચાર્જ કરી નાખે છે. અહંકાર ના હોય તો ચાર્જ ના થાય ને નિયતિ જ એને મોક્ષે લઈ જાય. દા. ત. અમદાવાદથી કર્ણાવતી ટ્રેન મુંબઈ જાય છે. એ એનો પ્રવાહ ઠેઠ મુંબઈ લઈ જાય. શરૂઆતમાં પરોઢ હોવાથી ઊંઘે છે એટલે કે અહંકાર પણ ઊંઘે છે પણ જેવું ચહલપહલ શરૂ થઈ, વડોદરા આવ્યું ને સૂરત આવ્યું એટલે પેલો નવી જ જાતનું કરવા માંડે છે ! વચ્ચે મૂઓ ઊતરી પડે ને ચેવડો, ખમણ ને ઘારી ખાવા બેસી જાય ! ને ટ્રેન ઊપડી જાય ! એ ટ્રેનમાં બેસી રહે ચૂપચાપ ડખો કર્યા વગર તો ટ્રેન એને સડસડાટ
38
મુંબઈ પહોંચાડી દે ! નિયતિ એટલે ડિસાઈડેડ પણ અહંકાર એને ઊડાડી મૂકે.
અહંકારથી ત્રણ વસ્તુ રહે. સ્વભાવ, પુરુષાર્થ અને પ્રારબ્ધ. આ ત્રણને લીધે કાળ મૂકેલો, નહીં તો નિયતિનો પ્રવાહ તો આપોઆપ ચાલ્યા જ કરે. પછી રહ્યું જ નહીં ને કશું ય !
પાંચ સમવાય કારણોમાં વ્યવસ્થિત ક્યાં સમાય ? ક્યાંય નહીં. કારણ બન્ને જુદાં જ છે. પાંચ સમવાય કારણોમાં પુરુષાર્થ છે, જે નવાં કર્મો બાંધે છે, એ એને આ પ્રવાહમાં નડે છે, કર્તાપણું ઊભું થાય છે ને ડખો કરે છે. એ ના થાય તો નિરંતર આ પૂર્વકર્મ અર્થાત્ પ્રારબ્ધ છે, કરીને વ્યવહારમાં ડખો અટકે છે ને નવાં કર્મો બંધાતાં નથી. પ્રારબ્ધ છે તે પુરુષાર્થના આધારે ફરે પણ નિયતિ ન ફરે કદિ, નિયતિ અને ક્રમબદ્ધ પર્યાયમાં પણ બહુ ફેર છે. નિયતિ એ પ્રવાહ છે. સમસરણ માર્ગનો, જ્યારે ક્રમબદ્ધ પર્યાય વસ્તુના પર્યાયો ક્રમે ક્રમે ફરતા હોય છે એમ કહેવા
માંગે છે.
આમાં વ્યવસ્થિત શું છે ? સ્કૂલમાં જાય. વાંચે ને પછી નાપાસ થાય કે પાસ થાય તે વ્યવસ્થિત. પહેલેથી વાંચ્યા વગર વ્યવસ્થિત છે એમ ના કહેવાય. આમ નિયતિવાદથી વ્યવસ્થિત વેગળું પડે છે.
ક્રમબદ્ધ પર્યાય એટલે પુદ્ગલ એનું જે ક્રમબદ્ધ થયું છે તે ક્રમબદ્ધના આધારે ચાલે અને આત્મા ય ક્રમબદ્ધ પર્યાયમાં છે ! પુદ્ગલના ક્રમબદ્ધ પર્યાય છે એમાં નિયતિને લેવા દેવા નથી. નિયતિ તો બન્ને ભેગાં થાય પછી સ્પર્શે છે ! શુદ્ધ ચેતન કે શુદ્ધ જડ પરમાણુ કે તેમનાં પર્યાયોને નિયતિ સ્પર્શતું નથી, વિભાવિક દશામાં આવ્યા પછી જ નિયતિ એમને સ્પર્શે છે !
સંસાર એટલે સમસરણ માર્ગ ! એ પ્રવાહની જેમ પ્રવહ્યા જ કરે છે નિરંતર. જીવો એ પ્રવાહમાં વહેતા હોય છે, ગયા અવતારમાં અગિયારમાં માઈલમાં હોય ત્યાં ડુંગરા દેખાય ને તેમાં તન્મયાકાર થઈ આવું જ જોઈએ એમ ત્યાં પ્રતિતિ બેઠી, શ્રધ્ધા બેઠી. પછી બારમા માઈલમાં આવ્યાં ને ત્યાં કેરીની વાડીઓ દીઠી. પણ પ્રતિતિ અગિયારમાં
39