________________
ખરેખર એકલું ક્રમબદ્ધ પર્યાય નથી. પણ ઊંધું ય ચાલે. ૧, ૨, ૩.... ૯૯, ૧OO એ સવળું ને ઊંધું ચાલે ત્યારે ૯૬, ૯૫, ૯૪, ... પણ થાય.
નૈસર્ગિક મિથ્યાત્વ હોય ત્યાં સુધી ક્રમબદ્ધ પર્યાય ચાલે. પણ ગૃહિ૦ મિથ્યાત્વ લાગે પછી એ નથી. પછી તે આડુંઅવળું ચાલે. ઘડીકમાં ઉત્તરમાં તો ઘડીકમાં દક્ષિણમાં કે પૂર્વમાં ! અને ગૃહિ૦ મિથ્યાત્વ છે જ બધાંને.
અહંકારરહિત દશાવાળા માટે જ છે. માટે આત્મજ્ઞાન વિના નથી નિવેડો.
ક્રમબદ્ધ પર્યાયની ગમે તેટલી મોટી મોટી વાતો કરનારા પંડિતોને પૂછીએ કે રસ્તામાં બંધ આંખે ચાલો છો ? ત્યાં ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે એક્સિડંટ થવાનો નથી, માટે શો વાંધો ?
મહાવીર ભગવાનને કેટલાકે “પોતાનો મોક્ષ ક્યા ભવે થશે” એવું પૂછેલું, તો તેમના કહેલાં. હવે ભગવાનને પ્રત્યક્ષ જે મળ્યો ત્યાંથી જ તેની દ્રષ્ટિ બદલાઈ જાય. તેથી સમ્યક્ દ્રષ્ટિવાળાનાં જ ભવો ભગવાને કહ્યાં અને તે ય ભગવાનની વાણી આખી ય પૂર્વ પ્રયોજીત હતી. ભગવાન માટે 100 % નિયતિવાદ હતું, અજ્ઞાની માટે ના કહેવાય એવું.
ક્રમબદ્ધ પર્યાય એકલાને જ માન્ય કરીને ચાલે તો તે તીર્થકરોની વાતને છેદ ઊડાડે છે. ભગવાને કહ્યું છે, પાંચ સમવાય કારણો ભેગાં થઈને કાર્ય બને છે એટલે પુરુષાર્થ, કાળ, પ્રારબ્ધ, સ્વભાવ, નિયતિ. આ બધું ને ક્રમબદ્ધ પર્યાય અવિનાભાવિ હોય જ. અવિનાભાવિ એટલે એકબીજા વગર ના હોય, સાથે જ હોય.
‘વ્યવસ્થિત અને ક્રમબદ્ધ પર્યાય વચ્ચે શું ફેર ? ક્રમબદ્ધ પર્યાય એટલે યુગલ એનાં ક્રમબદ્ધ પર્યાયને જ ભજવાનું છે. દા. ત. કોઈ દારૂ પીતો હોય તેના ક્રમબદ્ધ પર્યાય શું ? એ દારૂ છોડવાના પર્યાયને ભજશે કાં તો વધુ પીવાના પર્યાયને ભજશે. ગરગડી વીંટી તે ઉકલશે. અને વ્યવસ્થિત એટલે ગયા અવતારમાં પોતે મનના વિચારોમાં ભળ્યો એટલે કે એમાં અવસ્થિત થયો એ અવસ્થિત કોમ્યુટરમાં જાય છે ને તેનું ‘વ્યવસ્થિત’ થઈ ને આવે છે. વ્યવસ્થિત એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સનું રિઝલ્ટ છે. ‘વ્યવસ્થિત'નું જ્ઞાન સમજે કે બીજે જ દા'ડેથી ભવિષ્યની ચિંતા ટેન્શન બંધ થઈ જાય છે ! જ્યારે ક્રમબદ્ધ પર્યાયથી ચિંતા બંધ થાય નહીં ને ગૂંચવાડો રહે ! વ્યવસ્થિત તો વૈજ્ઞાનિક વસ્તુ
ક્રમબદ્ધ પર્યાય દરેક દ્રવ્યને લાગુ પડે છે. સ્વભાવિક વસ્તુને જ અને વ્યવસ્થિત શક્તિ એ તો પૌગલિક શક્તિ છે.
ક્રમબદ્ધ પર્યાય ખૂબ ઝીણવટથી સમજાય તો જ એનો કંઈક ઉપયોગ થાય. એનું યથાર્થ વર્ણન તો જ્ઞાની પુરુષ જ કરી શકે. જ્ઞાની પુરુષો પોતે ડુંગર ઉપર રહીને ડુંગરનું વર્ણન કરે, વચ્ચેનું ય કરે અને બધાંનું વર્ણન કરે, અનેક દાખલાઓ સહિત. ત્યારે એ જ્ઞાન તમને ગેડમાં આવે ને ક્રિયાકારી થાય !
(૯) પાંચ સમવાય કારણો - નિયતિ...
તીર્થકરોએ કહ્યું છે કે કોઈ પણ કાર્ય થાય તેમાં ‘પાંચ સમવાય (એટલે સમુચ્ચય, ફેડરલ) કારણો’ કારણભૂત છે. એ સિવાય કાર્ય રૂપકમાં ના આવે. પૂજ્યશ્રી એ પાંચ સમવાયની વિગતો અને વ્યવસ્થિત સાથેનું તેમનું સ્પષ્ટીકરણ અત્રે પ્રશ્નોત્તરીરૂપે સુંદર કર્યું છે. પાંચ સમવાય કારણો કાર્ય ક્યાં અટકે છે કે કેવી રીતે થયું, તેનો તાળો મેળવવા માટે સમજવાનાં હોય છે.
‘વ્યવસ્થિત અને નિયતિમાં શું ફેર ? વ્યવસ્થિત એ પરિણામ છે કેટલાં બધાં કોઝીઝ ભેગાં થયા પછીનું. અને નિયતિ એ તો બધાંમાંનું એક જ કારણ છે. પાંચ સમવાય કારણોમાં સ્વભાવ, પુરુષાર્થ, પ્રારબ્ધ, નિયતિ અને કાળ. પાંચ સમવાય એ કારણો છે અને વ્યવસ્થિત તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના પરિણામને કહેવાય છે. રિઝલ્ટ આપનારી શક્તિ એ વ્યવસ્થિત છે. એટલે બન્નેમાં ખૂબ ફરક છે !
એકલું ક્રમબદ્ધ પર્યાય હોય તો તો તીર્થંકરનાં આપેલાં પાંચ સમવાય કારણો ઊડી જાય છે ને નિયતિ જ રહી પછી ! પુરુષાર્થ ઊડી જ ગયો ! બીજા બધાંની જરૂર જ શી રહી પછી ? પછી શાસ્ત્રો ય ઊડી જાય !
36
37