________________
છોકરાંનું દૂરબીન) જાત જાતની રંગબેરંગી ડિઝાઈનો કોણ ચિતરનાર ? કોણ મહીં પેઠું, કોનો આત્મા પેઠો ? એ તો બધી પુદ્ગલની કરામત !
દાદાશ્રી કહે છે, “આ જગતનો કોઈ કર્તા નથી અને ર્તા વગર અંગત થયું નથી.’ વિરોધાભાસી બન્ને વાક્યો હોવા છતાં તદન વૈજ્ઞાનિક રીતે સાચાં છે. કોઈ કર્તા નથી એટલે કોઈ સ્વતંત્ર કર્તા નથી. કર્તા છે એટલે નૈમિત્તિક કર્તા છે ! એકનો ધક્કો બીજાને વાગે ને બીજાનો ત્રીજાને વાગે ને એમ ચાલ્યા કરે..
ચંદુલાલ છું ને હું આ કરું છું’ એટલે જ્ઞાન બદલાય છે ને તેનાથી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન સ્વભાવમાં આવે તો પ્રકૃતિ લય પામે છે ! બન્નેના મિશ્રણને કારણે પ્રકૃતિ સંપૂર્ણ જ નથી પણ નિશ્રેતન-ચેતન છે. નિક્ષેતનચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન..
એટલે મૂળમાં આત્મા પ્રાપ્ત કરવો હોય તો બીજું કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. માત્ર આ ભ્રાંતિ જ કાઢવાની છે. અને એ ભ્રાંતિ કાઢવા જ્ઞાનીનું નિમિત્ત અનિવાર્ય છે !
અજ્ઞાનતાથી પ્રતિષ્ઠિત આત્મા ખડો થયો છે ‘દેહ હું છું, આનો ધણી હું છું, બાપ હું છું' વિ. વિ. પ્રતિષ્ઠા અન્યમાં પોતાની કરવાથી પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયો છે. મૂળ આત્મા તો ખાલી જ્ઞાન પ્રકાશ જ આપે છે, એ કંઈ જ કરતો નથી.
ચેતનની હાજરીમાં, એની સ્પર્શનાથી પુદ્ગલમાં પણ પાવર પૂરાય છે. જેને પાવર ચેતન દાદાશ્રીએ કહ્યું, એ પાવર ડિસ્ચાર્જ સ્વયં થાય છે. જેના આધારે ડિસ્ચાર્જ ક્રિયાઓ થતી ભાસે છે.
આત્મા કેવળ જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાનો કર્તા છે. જ્ઞાનક્રિયામાં હોય ત્યારે સ્વપરિણતિ ગણાય. ને કરે છે. અન્ય ને પોતે માને છે ‘હું કરું છું' એને પરપરિણતિ કહી. પરપરિણતિમાં શુભાશુભ ક્રિયા થાય. અને સ્વ-પરિણતિ શુદ્ધ જ્ઞાન-દર્શન ક્રિયા સહિત હોય !
સંયોગી પરમાણુઓનાં ગુણ એટલાં બધાં સુંદર છે કે જેવું ભગવાનનું જ્ઞાન થાય, તેવો અહીં આકાર થઈ જાય !
જરીક સાયનાઈડ મોમાં મને તો મારવા કોણ આવે છે ? ભગવાન? ના. સાયનાઈડની જ શક્તિ છે એ ! આ જડની ય કંઈ જેવીતેવી શક્તિ છે ! અનંત શક્તિ છે એનામાં, પરમાત્મા એમાં ફસાયા છે ! પુદ્ગલની કરામત તો અજાયબ છે !
પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને પુદ્ગલ બન્ને સામિપ્યભાવમાં આવવાથી જ્ઞાનમાં ‘વિભ્રમતા” ઊભી થાય છે. પુરુષ જ્ઞાનમય છે અને ‘આ બધું શું છે ને કોણ કરે છે તેમાં ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. કે ‘હું
(૮) ક્રમબદ્ધ પર્યાય ક્રમબદ્ધ પર્યાય એટલે શું ?
આ માટીનો ઘડો હોય, પુદ્ગલ દ્રવ્યનો, એ ક્રમે ક્રમે ઘસાતો જાય, ફૂટી જાય, ઠીકરાં ઘસતાં ઘસાતાં માટી થાય, એ ક્રમબદ્ધ પર્યાય છે. અને માટીમાંથી પાછો ઘડો ઘડાય તે ય ક્રમબદ્ધ પર્યાય છે. ઘડામાંથી એકદમ માટી ના થઈ જાય. એમાં અક્રમ ના થઈ શકે. એમ દરેક દ્રવ્ય ચેતન, જડ બધાંને જ ક્રમબદ્ધ પર્યાય લાગુ પડે છે આત્માના ય જેવા સંજોગો તેના પ્રમાણે પર્યાય ઉત્પન્ન થાય. એક મહેલ છે તે ક્રમે ક્રમે જર્જરિત થઈ તૂટી-ફૂટી માટી બની જાય છે નિયમથી જ. પણ અહંકારી એને સમું કરાવી રંગરોગાન કરી નવા જેવું પાછું બનાવી દે ! અહંકારી શું ના કરે? એ ક્રમબદ્ધ પર્યાયને તોડી નાખે !
ક્રમબદ્ધ પર્યાય જ્ઞાયક સ્વભાવ સન્મુખ થયા પછી જ લાગુ પડે છે અને જ્ઞાયક થયો તેને તેના લક્ષણો દેખાવા જોઈએ. જેવાં કે ઋજુતા, મૃદુતા, માર્દવતા, ક્ષમા, અનુકંપા વિ. વિ. સમકિતીનાં લક્ષણો પ્રગટવાં જોઈએ, નિયમથી જ ! જ્યાં સુધી અહંકાર છે, અજ્ઞાન છે ત્યાં સુધી એને માટે ક્રમબદ્ધ પર્યાય નથી. એનો અહંકાર કંઈનું કંઈ કરી નાખે ! - અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે, અંધકાર છે. પ્રકાશ અંધકારને જોઈ ના શકે. અજ્ઞાની અહંકારના માર્યા શું ના બાંધે ! તેથી તો તીર્થંકરોએ સમકિતીઓનાં જ ભાવિ ભવો કહ્યા છે. તે પણ પૂછે તેનાં જ ! બાકી મૌન રહ્યા છે ! અહંકાર શુંનું શું ય બાંધી દે. તેથી ક્રમબદ્ધ પર્યાય