________________
જ ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયાં ! આ વિશેષભાવમાં પોતે નથી તેને ‘હું છું” માને છે તે મૂળ “અહમ્ પોતાનું મૂળ સ્વરૂપને બદલે બીજામાં જ તન્મયાકાર થઈ જાય છે ને મૂળ સ્વરૂપનું ભાન ભૂલી જ જાય છે. પાછું જ્યારે પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન થાય, ત્યારે માંડે છે. સંસાર આથમવા !
‘કર્તા-ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જયાંય; વૃત્તિ વહી નીજ ભાવમાં, થયો અર્તા ત્યાં ય.” -શ્રીમદ્ રાજચંદ્ર
જ્યાં સુધી વિભાવમાં વર્તે છે ત્યાં સુધી કર્મનો કર્તા ને ભોક્તા છે. અને સ્વભાવમાં આવ્યો કે થઈ ગયો કાયમનો અકર્તા ! ‘હું ચંદુભાઈ છું' એ માન્યતા છે ત્યાં સુધી વિભાવ છે, કર્મ છે. ને ‘હું શુદ્ધાત્મા છું' એ નીજભાવમાં આવી ગયો પછી થઈ ગયો મુક્ત, કર્તા-ભોકતાપણાથી ! વિભાવ એટલે વિશેષ પરિણામ, એ ઊડી જાય એટલે જાય છૂટી અનંત કાળની ભટકામણમાંથી!
જગત સ્વભાવથી જ ચાલી રહ્યું છે. મૂળ તત્ત્વો તો સ્વભાવમાં જ છે નિરંતર. એ સદા મિલ્ચર સ્વરૂપે જ રહ્યાં છે. “કમ્પાઉન્ડ' (સંયોજન) સ્વરૂપે ક્યારે ય થયાં જ નથી. કમ્પાઉન્ડ થવાનો તેમનો ગુણધર્મ જ નથી. તેથી તો એ ગુણને ‘ટંકોત્કીર્ણવત્' તીર્થંકરોએ કહ્યો ! આ તો આત્મતત્ત્વ જે, પુરુષ છે, તે પુદ્ગલની નજીક આવવાથી પોતાને મૂળ સ્વભાવ કિંચિત્માત્ર પણ છોડ્યા સિવાય જે વ્યતિરેક ગુણ (ક્રોધ-માન-માયા-લોભ) ઉત્પન્ન થાય છે તે પ્રકૃતિ કહેવાય છે. પુદ્ગલના દબાણથી “આ શું ? આ બધું કોણે કર્યું?” પછી ‘મેં કર્યું’ એ ભાન ઉત્પન્ન થાય છે. જે વિશેષભાવ છે. અને તેનાથી પ્રકૃતિ એટલે વિશેષ કૃતિ ઊભી થઈ જાય છે !
જેવા ભાવ ઉત્પન્ન થાય તેના આધારે પ્રકૃતિ પૂતળું રચાયા કરે. જે પછી એના સહજ પ્રકૃતિ સ્વભાવમાં રહ્યા કરે. જે કે બાળપણ, યુવાની, પૈડપણ... પ્રકૃતિ ને પ્રાણ સાથે જાય. કારણ પ્રકૃતિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે, એ ના બદલાય.
(૭) આત્મા-વ્યવહારથી ર્તા વૈમિત્તિક કર્તા ‘આત્મા કર્તા છે, ભોક્તા છે” એમ જ્ઞાની લખે છે. પણ તે સાપેક્ષ
રીતે. અજ્ઞાનદશામાં આત્મા કર્મનો કર્તા છે અને જ્ઞાનદશામાં અકર્તા છે ! તીર્થકરોએ આ સ્યાદ્વાદ કહ્યું, ત્યારે લોક એને એકાંતિક લઈ ગયા કે આત્મા કર્તા જ છે. ખરેખર નિશ્ચયથી આત્મા અકર્તા છે અને વ્યવહારથી, અહંકાર સ્વરૂપ થયા પછી એ કર્તા બને છે ! આટલી વાત નહીં સમજાવાથી ઘણો મોટો ગેરસમજનો મેરૂ ઊભો થઈ ગયો છે ! “કર્યા વગર તો થાય જ નહીં ને ? મારે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી” નું રટણ આ ગેરસમજણે જ ઊભી કરેલી નથી લાગતી ? ચોપડવાની પી ગયા ?!! આત્મા પોતે સૂક્ષ્મતમ છે. અને આ બધી જ ક્રિયાઓ સ્થૂળતમ છે. સ્થૂળ ક્રિયાઓ સૂક્ષ્મતમ વસ્તુથી શી રીતે થાય ?
ઉપવાસ કર્યા’, અરે, આત્મા ખાતો નથી તો ઉપવાસ અને શેના ? મેં ખાધું', અલ્યા, આવડો મોટો લાડવો આત્માના કયા ભાગમાં સમાય? આ ખાધું, પીધું, કર્યું કોણે ? શરીરે. તે મુદ્દગલ કર્તા છે, આત્મા નહીં. એટલે પૂજ્યશ્રીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ફોડ પાડયો છે કે ‘આત્મા વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી અકર્તા છે.” “પુદ્ગલ વ્યવહારથી અકર્તા છે. અને નિશ્ચયથી કર્તા છે. આ રહસ્ય સમજવા જેવું છે !
વેદાંતીઓ આત્માને અક્રીય માને છે.
કરે છે પુદ્ગલ ને માને છે ‘હું કરું છું’, એ આંટી જ ભગવાનની માયા છે !
આત્મા નિશ્ચયથી સ્વભાવનો કર્તા છે. વ્યવહારથી કર્મનો કર્તા છે. જેમ કોઈને આપણો ધક્કો વાગ્યો તો વ્યવહારથી “આપણે ધક્કો માર્યો” એમ કહેવું પડે ત્યાં એમ ના કહેવાય કે “હું આત્મા છું ને અકર્તા છું !” વ્યવહારથી કર્તા ને પાછો નૈમિત્તિક કર્તા. હોલ એન્ડ સોલ કર્તાપણું તો કોઈ વસ્તુનું નથી આ વિશ્વમાં ! વ્યવહારથી કર્તા એટલે ડામેટિકલી કર્તા છે, ખરેખર નથી ! વ્યવહાર માત્ર રિલેટીવ છે ! રિયલ નથી. વ્યવહારમાં પુદ્ગલ કર્તા વ્યવસ્થિતની પ્રેરણાથી બને છે. આત્મજ્ઞાન પછી જ આ રહસ્ય સમજાય.
ઘડીકમાં ધોળે દહાડે અંધારું અંધારું થઈ જાય તે કોણે કર્યું ? ધૂમ્મસે. એ પુદ્ગલની કરામત છે, આત્માની નહીં. કેલીડોસ્કોપમાં (નાનાં
32