________________
આપ્તવાણી-૧૧
૩૪૧
દાદાશ્રી : અરે, આખું ય તુંબડું ત્યાં જાય. એટલે જ્ઞાની પાસેથી સમજી લે તો સારું.
પ્રશ્નકર્તા : જ્ઞાની માટે પણ સંજોગ આવે જ ને. એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને અનુલક્ષીને આવે ને ?
દાદાશ્રી : સંજોગોને આધારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે. સંજોગો પેલા ગોઠવાયેલા હોય.
જો આ સરસમાં સરસ પેલી કાજુ છે, બદામ છે, પણ અમે અમે ફાકો નથી મારતા ? જો આ મન બંધાયેલું છે ત્યાં અમે કહીએ કે, ‘લ્યો હવે' એક ફાકો મારીએ.
પ્રશ્નકર્તા : અહીંયા મન બંધાયેલું છે.
દાદાશ્રી : તે આખું બધું ના લે. એક જ ચમચો લે, એટલે આ બંધાયેલું ખરું, પણ એને ના કહીએ તો કશું નહીં, અસર ના હોય. કોઈ કહે નહીં ખાવાનું, તો છો રહ્યું. અમે અમારા મનને આવું તેવું આપીએ ને, તે એક ચમચો આપીએ, વધારે નહીં. એને ખુશ રાખીએ.
પ્રશ્નકર્તા : જ્ઞાની પણ મનને છેતરે ?
દાદાશ્રી : મનને ખુશ રાખવાનું. ત્યાગીઓ શું કરે ? અડવા ના દે. એટલે પેલું મન રિસાય પછી !
પ્રશ્નકર્તા : જ્ઞાની મનને ખુશ રાખવાનું કહે, એ બરાબર પણ બીજાએ પણ એમ જ કરવું જોઈએ ?
દાદાશ્રી : ના. બીજાનું કામ નહીં આમાં. અમને તો લફરું ના હોય.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીને તો મન વશમાં હોય.
દાદાશ્રી : તદન.
પ્રશ્નકર્તા : હા. તો પછી એને ખુશ રાખવાની શું જરૂર ?
૩૪૨
દાદાશ્રી : ખુશ રાખવું પડે.
પ્રશ્નકર્તા : તો મહાત્માઓએ કેમ ખુશ ના રાખવું જોઈએ ? એનું કારણ શું ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : મહાત્માઓનું ગજુ નહીં. મહાત્મા બંધાઈ જાય. પ્રતિબદ્ધ
થઈ જાય.
પ્રશ્નકર્તા : તો મહાત્માએ કેમ વર્તવું ?
દાદાશ્રી : સમભાવે નિકાલ કરવો.
પ્રશ્નકર્તા : આ કેરી બહુ ભાવે છે, અંજીર મૂકયા હોય અને કેરી મૂકી હોય તો અંજીર ના લે. પણ કેરી લે.
દાદાશ્રી : ઈન્ટરેસ્ટ છે એને !
પ્રશ્નકર્તા : ઈન્ટરેસ્ટ છે. તો પણ બંધાયેલા છે ને. એની સાથે પ્રતિબદ્ધ થયેલા છે ને ?
દાદાશ્રી : છતાં એ પૂર્વભવનું છે. આજે ડિસ્ચાર્જ છે.
એટલે શાસ્ત્રકારોએ એવું લખેલું કે ઉદયકર્મને આધીન, ઉદયાધીન ! શાસ્ત્રકારોએ એવું લખ્યું કે જ્ઞાની ગાળો દે, મારે તો ય જ્ઞાનીની શંકા ના કરશો. જ્ઞાની જ્ઞાનમાં જ છે. તમને એમ લાગે કે બીજી જગ્યાએ છે ?
પ્રશ્નકર્તા : ના. અમને નથી લાગતું. આ તો પૂછીએ છીએ. દાદાશ્રી : આ તો અમે દાખલો આપીએ છીએ.
પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પ્રતિબદ્ધ થવાય છે એ કોણ પ્રતિબદ્ધ થાય છે ?
દાદાશ્રી : એનો સ્વભાવ. દ્રવ્યનો સ્વભાવ બંધાય છે. એ જે દ્રવ્ય છે તે, તેના સ્વભાવ બાંધે છે.
પ્રશ્નકર્તા : એ કોને બાંધે છે ?