________________
આપ્તવાણી-૧૧
૩૪૩ દાદાશ્રી : મનને. આ આઈસ્ક્રીમ ખાય એટલે મન બંધાય કે આઈસ્કીમ બંધાય એની જોડે? મન જોડે આઈસ્કીમ બંધાય કે આઈસ્ક્રીમ જોડે મન બંધાય ?
પ્રશ્નકર્તા : મન બંધાય.
દાદાશ્રી : આઈસ્કીમવાળા તો નહીં !!
પ્રશ્નકર્તા: આપ નિરંતર મનથી મુક્ત રહો છો, મનથી જુદા રહો છો, એટલે અપ્રતિબદ્ધ દશા કહી ?
દાદાશ્રી : અમારું મન બંધાય જ નહીં. ટેસ્ટેડ. હીરા દેખાડો પણ બંધાય નહીં. પ્રતિબદ્ધ થાય તો પ્રતિક્રમણ કરવું.
એ ત્રણના આધારે છે ગત ભાવ !
३४४
આપ્તવાણી-૧૧ ‘અહીં.” ત્યારે કહે, ‘ત્યાં. રસોઈમાં આ’. ત્યારે કહે, ‘એ ચાલશે.” તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, ક્ષેત્ર બદલાય, દ્રવ્ય બદલાય, ભાવનું પ્રતિબદ્ધપણું ના પામે. ભાવ ખરો, પ્રતિબદ્ધપણું ના પામે.
દ્રવ્ય એટલે એમ માની ને, કોઈ ઊંચામાં ઊંચી જાતની કોઈ એવી મીઠાઈ હોય કે આમ જોતાં જ પાણી મોઢામાં આવે, એ એમ મૂકી તો બધાનાં મનમાં એમ થાય કે, આ ફરી લાવવાં જેવી છે ને ફરી ખાવાં જેવી છે, આ બાંધે એને. જ્ઞાની બોલે ખરાં કે આ સારી છે, ફરી ખાવી છે. પણ બાંધે નહીં. ખાય-પીવે પણ એ પછી, સરસમાં સરસ પેલી વસ્તુ આપી અને તે પાછાં પોતે ખાવા માંડયા, પછી એકદમ કોઈ લઈ લે તો પ્રતિબદ્ધપણું ના હોવું જોઈએ. વસ્તુ એને પ્રતિબદ્ધ કરે એટલે શું ? વસ્તુ એને બાંધે. બાંધે તેને યાદ આવે. અને જયાં સુધી યાદ આવે છે ત્યાં સુધી સંસાર !
હા, કોઈ પણ જગ્યાએ આપણે બધા ગયા. હાશ, અલ્યા ભાઈ, અહીં તો બહુ સરસ ૮-૧૦ દા'ડા રહો. તે વસ્તુએ એનો બાંધ્યો. પિયરમાં જાય ત્યારે પિયરમાં બંધાય. સાસરીમાં જાય તો સાસરીનું બંધાય. હવે જ્ઞાની પુરૂષ, એ બંધાય નહીં. અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરૂષ જેને કોઈ વસ્તુ પ્રતિબદ્ધ કરનારી છે નહીં. વસ્તુ એટલે સંયોગ, દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી ને ભાવથી એ પોતે બંધાય નહીં.
ત રહે બદ્ધતા ક્યાંય સમકિતીઓએ !
પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પ્રમાણે, ઘણી વખતે એક જ વ્યક્તિ હોય, અમુક જગ્યાએ જુદું વર્તન હોય, પણ ક્ષેત્ર જુદું થઈ જાય તો એ વ્યક્તિ જાણે, બદલાઈ ગઈ હોય એવું લાગે.
દાદાશ્રી : હા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળનાં આધારે ભાવ ઉત્પન્ન થાય. પહેલું ક્ષેત્ર બદલાય પછી દ્રવ્ય બદલાય પછી કાળ બદલાયો કે ભાવ બદલાઈ જાય. ‘આ’ જ્ઞાન પછી એ ભાવ, ગતભાવ છે, ડિસ્ચાર્જ ભાવ છે. એટલે એ ભાવ ત્યાં આગળ ડિસ્ચાર્જ થઈ ગયો, એ ભાવ ફરી આવવાનું તમને કંઈ કારણ રહ્યું નહીં. પછી બીજી જગ્યાએ, ત્યાં બીજી રીતે ડિસ્ચાર્જ થાય, ત્રીજી જગ્યાએ ત્યાં ત્રીજું ડિસ્ચાર્જ થાય, એમ કરતાં કરતાં મહીં ડિસ્ચાર્જ થતાં ડિસ્ચાર્જ ભાવ બધાં ખલાસ થઈ જાય. ખલાસ થઈ જાય એટલે પછી દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી ભાવથી અપ્રતિબદ્ધતા ઉત્પન્ન થાય. ડિસ્ચાર્જ ભાવ રહ્યો નહીં, ચાર્જ ભાવ છે નહીં, એટલે અપ્રતિબદ્ધ. એટલે કોઈ વાંધો નહીં.
‘ભઈ, બેઠાં છીએ હવે અહીંયા જ ઠીક પડશે.” એવું કશું અમારે હોય નહીં. પેલા કહેશે, “ના. તમે અહીં.” ત્યારે કહે, ‘ત્યાં.” પેલાં કહે,
તમે તો ભાવથી પ્રતિબદ્ધ કરો છો. મહીં ડખો કરો છો કે, “મને આમ કેમ થાય ?” હવે આ જ્ઞાન પછી, ખરેખર તમને થાય છે કે પુદ્ગલને થાય છે ? અને જો પુદ્ગલનો થાય છે તો તો ગલન થવું એ એનો સ્વભાવ જ છે. એ એના સ્વભાવમાં છે, તો શું કરવા ડખા ખાવા છો ? પણ આ તો તમને પહેલાની પેલી ટેવ પડી ગઈ છે ને, “આ સારૂં ને આ ખોટું,’ ‘આવું થાય તો સારું ને આવું થાય તો ખોટું.’ એવું સારુંખોટું પુદ્ગલમાં છે જ નહીં કશું. પુદ્ગલ તો પુદ્ગલના સ્વભાવમાં જ છે. એટલે ક્ષેત્ર તમને બંધનવાળું લાગે છે કોઈ જગ્યાએ ? અમદાવાદ