________________
આપ્તવાણી-૧૧
૩૩૯ દાદાશ્રી : હા, બહાર રહેતો થઈ જાય. ટાઈમ-સ્પેસની પડેલી જ ના હોય એને. એટલે એનો, ટાઈમ-સ્પેસનો અર્થ એવો કે કાળથી અપ્રતિબદ્ધપણું હોય અને ક્ષેત્રથી અપ્રતિબદ્ધપણું હોય.
પ્રશ્નકર્તા : એ નિશ્ચયરૂપે આમ હોય, પણ વ્યવહારરૂપે, તો કોઈ પણ જેનાંથી કાર્ય કરવા ગયો, તો પ્રતિબદ્ધ થઈ જ જાય ને ?
દાદાશ્રી : ના, વ્યવહારમાં ય એવું હોય, અપ્રતિબદ્ધપણું હોય. એમને એમ કહ્યું કે ભાઈ, આજે અહીં આગળથી આમ જવું છે. એટલે એમને આ જગ્યા પ્રિય ના થઈ પડી હોય. ને પેલાં સંસારનાં લોકો તો કહેશે. “અહીંથી હવે પેણે તો મને કંટાળો આવશે’. સંસારનાં તો લોકોને આ રૂમમાંથી પેલી રૂમમાં સૂવાનું કહીએ, તો ય કંટાળો આવે.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાની પુરુષ ભાવથી પ્રતિબદ્ધ ના હોય.
દાદાશ્રી : ના, ના. ભાવથી ય ના હોય, ક્ષેત્રથી ય ના હોય, ટાઈમથી ય ના હોય. પ્રતિબદ્ધતપણું થાય એ જ બંધનને ! અમને કહેશે, નીચે સૂઈ જાવ તો નીચે સૂઈ જઈએ, ઉપર સૂઈ જાવ તો તેવું. આ રૂમમાં સૂઈ જાવ તો આ રૂમમાં, બાથરૂમમાં સૂઈ જશો ? ત્યારે કહે, ‘હા, બાથરૂમમાં સૂઈ જઈશું.” અમારે કશું ભાંજગડ જ નહીં. એ ક્ષેત્રટાઈમની ભાંજગડ નહીં અમને. અમારી સ્વતંત્રપણાની મસ્તીમાં જ રહેવાનું રહે. કાળથી પરતંત્ર નહીં.
તમારા અને અમારામાં ફેર કેટલો? તમને આ બાંધે, દ્રવ્ય-ક્ષેત્રકાળ ને ભાવ અમને બાંધે નહીં !
પ્રશ્નકર્તા : અપ્રતિબદ્ધ એટલે શું?
દાદાશ્રી : ક્ષેત્ર હોયને, હવે અહીં પડી રહેવાય તો હારું અને નબળું હોય તો અહીંથી ઊઠાય તો હારું, એવું ના હોય. તમને તો એ રૂમે ય છોડવાનું થાય તો ભારે પડી જાય. બંધન થઈ જાય, દ્રવ્ય-ક્ષેત્ર સાથે. અને અમારે આ બંધાય નહીં. એટલે એ છોડતાં તમને ખૂંચે પણ અમને ખૂંચે નહીં. પ્રતિબદ્ધ એટલે સામું બાંધે એવું છે. ક્ષેત્ર તમને બાંધે,
૩૪૦
આપ્તવાણી-૧૧ એટલે તમે એનાથી બંધાવ. તમે પોતાની જાતે ના બંધાવ, પણ એ તમને પ્રતિબદ્ધ કરે. પ્રતિબદ્ધ એટલે સામું આપણને બાંધે. કોઈ છોકરો હોય તે એક સ્ત્રીના રંગમાં આવી ગયો હોય, પછી એને છૂટવું હોય તો ય ના છૂટાય. એ સ્ત્રીએ તેને પ્રતિબદ્ધ કર્યો. એ પ્રતિબદ્ધતા. અપ્રતિબદ્ધપણે નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરુષ, વર્લ્ડમાં દર્શન કરવા યોગ્ય થવાના. અને દર્શન કરવા યોગ્ય ના થવાના હોય તો બધાં શું કરવા મારી પાછળ ફર્યા કરે ? ઘર સારું છે, છોકરા તૈયાર છે, પૈસા છે, બધું છે. ફર્યા કરોને !
આ જીવતા છીએ ને ત્યાં સુધી પ્રતિબંધ સર્વે ટાળવા. આ પ્રતિબંધ એટલે આપણે બંધાવું નથી છતાં એની મેળે એ આપણને વીંટાયા કરે..
આપણી બંધાવાની નથી ઈચ્છા છતાં આપણું મન અને એ બધાં વીંટાયા કરે, વગર કામના પ્રતિબંધ આ. કશું અડે ય નહીં ને નડે ય નહીં. એ લાડવા, જલેબી બધું ખાવ પણ અડે નહીં, નડે નહીં. ફરી વખતે સાંભરે તો તો ફરી ખવડાવી દેવી, ‘ખઈ લો’ કહીએ. આ એનો વાંધો નથી. પણ સાંભરે અને દાબી રાખીએ તો, એ તો મરણને આગલે દા'ડે બોલે, ‘જલેબી લાવોને'. કહેશે, ‘બળ્યું, અત્યારે ક્યાં સાંભળ્યું હવે જવાનું થયું ત્યારે’. કારણ કે દાબી રાખેલું છે ને !
પ્રશ્નકર્તા ઃ એક વખત વાત એવી રીતે નીકળી હતી કે આ પ્રતિબદ્ધ કરનારું કોણ ? કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ પ્રતિબદ્ધ કરતા નથી, તમારી રોંગ બિલિફો પ્રતિબદ્ધ કરે છે.
દાદાશ્રી : રોંગ બિલિફો સાથે હોય કે ના હોય, પણ બંધાયા એટલે બંધાયાને ? માટે એ પ્રતિબદ્ધ કરે છે. તો ય એ આપણા જ્ઞાનીઓ માટે રોંગ બિલિફો છે. બહારના લોકો માટે તો એ પ્રતિબદ્ધ કરે છે. એ છે પારકું, તે પોતાને અદ્ધર જ બાંધે. એક માણસને જલેબીએ બાંધ્યો હોય, તો ત્યાં હોટલમાં બોલાવ્યા વગર છોડે નહીં ! જલેબી એને બાંધે છે. તને નહીં બાંધેલું કશાએ ?
પ્રશ્નકર્તા : હા. બરાબર છે. ખેંચાણ કરે. એને એટ્રેક્ટ કરે.