________________
૩૩૮
આપ્તવાણી-૧૧ કરવામાં પુરુષાર્થ છે. એ ભાવ ઘણાખરા હિંસક હોય છે. એ અહિંસક ભાવમાં ફેરવી નાખવું, એ પુરુષાર્થ છે.
ન ખપે એમને કોઈતો આધાર
આપ્તવાણી-૧૧
૩૩૭ પ્રશ્નકર્તા : એક જ કહેવા માંગે છે ? દાદાશ્રી : આ પાંચે ડિટેલમાં સમજાવા માટે કર્યું.
પ્રશ્નકર્તા ઃ હવે અધ્યાત્મમાં આ પાંચ કારણોને કેવી રીતે ગોઠવેલાં છે ? એટલે આ વાળ કપાવવાનો દાખલો લીધો આપણે, એવી રીતે આ પાંચ વસ્તુ અધ્યાત્મમાં કેવી રીતે ગોઠવી છે ?
દાદાશ્રી : એ જ રીતે બીજું કયું ? એ અધ્યાત્મનું તો બોલ્યો.
આ જ્ઞાન લીધા પછી તમારે આ ઇતિહાસ લાગે વળગે નહીં ને ! તમારે તો વ્યવસ્થિતના આધારે ને ! પાંચ સમવાય કારણ તો અજ્ઞાનીને માટે લખ્યા છે. તમારે તો વ્યવસ્થિતના આધારે છે ને !
પ્રશ્નકર્તા : આપણી દ્રષ્ટિ જો દ્રષ્ટામાં પડે, એટલે કે આપણે ઉપયોગમાં રહીએ. તો એ સમવાય કારણો જે છે, એ આપણને શેય થઈ જાય. દાદાશ્રી : શેય થઈ જાય. આપણને દેખાય એટલે પછી !
ભાવમાં ભળેલું છે કાળ તે ક્ષેત્ર!
પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આ બધા જે ભેગા થાય છે. અને જે રિઝલ્ટ આવે છે, તો આ ભેગા થવાનો આધાર શું છે.
દાદાશ્રી : એ ચારે ય પરિણામ છે. પરિણામ એટલે એની મેળે જ થયા કરે, એનું નામ પરિણામ. એમાં કોઈની જરૂરીયાત નહીં. એમાં કશું કરવું ના પડે, કાળ-ક્ષેત્ર બધું થઈને એની મેળે જ થયા કરે. આપણે પોલિસવાળાને ગાળ દઈને આવ્યા હોઈએ, પછી પોલીસવાળો બોલાવવા આવ્યો તો શેના આધારે આ પરિણામ આવ્યું. આપણે કઈ જગ્યાએ છીએ એ જાણતા ન્હોતા, તો કયાંથી ખોળીને લાવ્યા, તે બધું ખોળીને લાવે. તે પરિણામ ! પોલીસવાળો આવે કે ના આવે !
પ્રશ્નકર્તા : આવે. દાદાશ્રી : અને ગાળ ના ધરી હોય તો ?
પ્રશ્નકર્તા : ના આવે.
પ્રશ્નકર્તા : એ ભાવમાં ક્ષેત્ર અને કાળનો સમાવેશ થાય છે. એ કેવી રીતે ?
દાદાશ્રી : ભાવમાં હોય જ. ભાવમાં એ ક્ષેત્ર-કાળ ગુંથાયેલો જ હોય ત્યાર વગર ભાવ ઉત્પન્ન થાય જ નહીં. ક્ષેત્ર-કાળ મળ્યા સિવાય ભાવ ઉત્પન્ન થાય જ નહીં. કારણ કે એ જે ભાવ કરીએ છે તે પણ ક્ષેત્રકાળના આધારે કરીએ છીએ. અને પછી ભાવના આધારે ક્ષેત્ર અને કાળ તેને પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : એટલે આ પોતાનો જે પુરુષાર્થ છે. એ ખાલી ભાવ કરવામાં જ છે ને !
દાદાશ્રી : બસ, તો આપણું છે આ બધું.
મૂછો આવવાની થાય, તો કાળ ભેગો થાય ત્યારે મુંછો આવે. કાળ ભેગો થાય ત્યારે છોકરી પૈણાવાને લાયક થાય. કાળ ભેગો ના થાય તો છોકરી પૈણાવાય નહીં. તે પાંચ-સાત વર્ષની છોકરી ના પૈણાવાય. તેર-ચૌદ વર્ષની થાય, એ પૈણાવા માટે લાયક થઈ કહેવાય. બધું દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવના આધારે ચાલી રહ્યું છે.
જ્ઞાતી વિચરે અપ્રતિબદ્ધપણે સર્વથી..
પ્રશ્નકર્તા : જેણે આત્મા જાણ્યો, એ ટાઈમ-સ્પેસની બહાર રહેતો થઈ જાય છે?
દાદાશ્રી : ભાવ તો કરી રહ્યો છે, પણ તે ભાવને અહિંસક ભાવ